Bappi Lahiri Passes Away : જ્યારે પણ બપ્પી લહેરીનું (Bappi Lahiri)નામ લેવામાં આવે છે ત્યારે તેમના ગીતો યાદ આવે છે, પરંતુ ગીતો સિવાય તેનુ ગોલ્ડ પણ લોકોના આકર્ષણનુ કેન્દ્ર હતા. બપ્પી લહેરી ઘણું સોનું (Gold) પહેરતા હતા. તેઓ હંમેશા સોનાની ચેન અને હાથમાં ઘણી બધી વીંટી પહેરેલા જોવા મળતા.
આથી જ તેઓ બપ્પી લહેરી ભારતના ગોલ્ડ મેન (Gold Man) નામથી પણ જાણીતા હતા. બપ્પી લહેરી આટલું સોનું કેમ પહેરતા હતા તે જાણવા માટે ચાહકો હંમેશા ઉત્સુક રહે છે ? તેને જ્વેલરી કેમ પસંદ હતી ? ત્યારે આજે અમે તમને જણાવીશુ કે તેઓ આટલી બધી જ્વેલરી શા માટે પહેરતા હતા.
તમને જણાવી દઈએ કે, બપ્પી લહેરી અમેરિકન રોકસ્ટાર એલ્વિસ પ્રેસ્લીથી (Elvis Presley)ખૂબ પ્રભાવિત હતા અને તેઓ ક્યાંકને ક્યાંક પોતાને એલ્વિસ પ્રેસ્લી સાથે જોડાયેલા અનુભવતા હતા, તેથી તેઓ પણ એલ્વિસની જેમ ઘણી જ્વેલરી પહેરતા હતા. આ વાતનો ખુલાસો ખુદ બપ્પી લહેરીએ એક ઈન્ટરવ્યુમાં કર્યો હતો.
આ ઈન્ટરવ્યુમાં બપ્પી લહેરીએ કહ્યું હતુ કે, હોલીવુડના મશહુર સિંગર એલ્વિસ પ્રેસ્લી સોનાની ચેન પહેરતા હતા. હું પ્રેસ્લીનો બહુ મોટો અનુયાયી હતો. મને લાગતું હતું કે જો હું કોઈ દિવસ સફળ થઈશ તો હું પણ મારી એક અલગ ઈમેજ બનાવીશ. ભગવાનની કૃપાથી મેં મારી એક અલગ છબી બનાવી છે. પહેલા લોકો માનતા હતા કે આ તો દેખાડો કરવાનો રસ્તો છે, પણ એવું નથી. સોનું મારા માટે લકી છે.
જોકે, બપ્પી લહેરી પણ સમયની સાથે બદલાવમાં માનતા હતા. થોડા સમય પહેલા જ તેણે સોનાનો ત્યાગ કરીને નવા પ્રકારની જ્વેલરી પહેરવાનું શરૂ કર્યું હતુ. જો કે, તેણે સંપૂર્ણ રીતે સોનું પહેરવાનું બંધ કર્યું ન હતુ. બપ્પી લાહિરીએ કહ્યુ હતુ કે સોના, પ્લેટિનમ અને ચાંદીથી બનેલી આ નવી ધાતુ ઉત્તમ છે. ઝવેરી અને રોકાણકાર માટે તે ખૂબ જ મૂલ્યવાન છે. મેં ક્યારેય કોઈ બ્રાન્ડને સમર્થન આપ્યું નથી, પરંતુ આ વખતે હું ચોક્કસપણે આ નવા યુગની મેટલને સમર્થન આપી રહ્યો છું.
આ પણ વાંચો : Bappi Lahiri Net Worth : કરોડોની સંપત્તિના માલિક હતા બપ્પી લહેરી, જાણો સિંગરની નેટવર્થ વિશે