ઘરેલુ હિંસા અંગે વાત કરીને ભાવુક થઈ શ્રદ્ધા કપૂર, કહ્યું- આજે પણ મહિલાઓ સહન કરી રહી છે અપમાન

|

Nov 26, 2021 | 6:09 PM

શ્રદ્ધાએ યુએન મહિલા પ્રતિનિધિ નિષ્ઠા સત્યમ સાથે વાતચીત કરી. આ વાતચીત દરમિયાન શ્રદ્ધા પણ ભાવુક થઈ ગઈ હતી.

ઘરેલુ હિંસા અંગે વાત કરીને ભાવુક થઈ શ્રદ્ધા કપૂર, કહ્યું- આજે પણ મહિલાઓ સહન કરી રહી છે અપમાન
Shraddha Kapoor

Follow us on

બોલિવૂડ અભિનેત્રી શ્રદ્ધા કપૂર (Shraddha Kapoor) છેલ્લા કેટલાક સમયથી ફિલ્મ ઈન્ડસ્ટ્રી પર રાજ કરી રહી છે. ચાહકો માત્ર તેના અભિનયના જ નહીં પરંતુ તેના ફેશન સ્ટાઈલ સ્ટેટમેન્ટથી લઈને તેના દ્વારા ગાયેલા ગીતોની ધૂન સુધીના દિવાના છે. પોતાની સુંદરતા અને ગ્લેમરસ સ્ટાઈલથી કરોડો લોકોના દિલો પર રાજ કરી રહેલી બોલિવૂડની ખૂબ જ સુંદર અભિનેત્રી શ્રદ્ધા કપૂર માત્ર તેની સુંદરતા જ નહીં પરંતુ તેની લાઈફને જોવાની રીત છે અને તેણે આજે એક વીડિયો શેર કરીને આ વાત જણાવી છે.

શ્રદ્ધા કપૂર સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય છે અને દરરોજ કંઈકને કંઈક શેર કરતી રહે છે. તાજેતરમાં, શ્રદ્ધાએ યુએન મહિલા પ્રતિનિધિ નિષ્ઠા સત્યમ સાથે વાતચીત કરી. આ વાતચીત દરમિયાન શ્રદ્ધા પણ ભાવુક થઈ ગઈ હતી.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

શ્રદ્ધા કપૂર થઈ ભાવુક

શ્રદ્ધાએ યુએન વુમન રિપ્રેઝન્ટેટિવ ​​નિષ્ઠા સત્યમ સાથે વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. જેમાં તે મહિલાઓ સામેની રોજીંદી ઘરેલુ હિંસા અંગે વાત કરી રહી હતી. આ વાતચીત દરમિયાન તે થોડી ભાવુક પણ થઈ ગઈ અને તેણે કહ્યું કે, આજની સ્ત્રી પણ ઘરેલું હિંસા સમજી શકતી નથી અને તે રોજેરોજ જે અપમાનનો ભોગ બની રહી છે. આ આખી વાતચીતમાં તેણે કહ્યું કે આજની સ્ત્રી Its Ok વિશે વાત કરવાનું કેમ ટાળે છે.

આ સમગ્ર વાતચીતમાં એક શ્રદ્ધા કપૂરે છેલ્લે કહ્યું હતું કે, જ્યારે મહિલાઓ પોતે જ પોતાની પર થઈ રહેલા અત્યાચારને સામે લાવશે અને એક પગલું આગળ વધારશે, તો જ સમાજમાં એક નવી આશા જન્મશે અને સમાજમાં પરિવર્તન આવી શકશે.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, શ્રદ્ધા કપૂર ટૂંક સમયમાં રણબીર કપૂરની સાથે લવ રંજનની ફિલ્મમાં જોવા મળશે. આ એક રોમેન્ટિક કોમેડી ફિલ્મ છે. તેનું શીર્ષક હજુ સુધી જણાવવામાં આવ્યું નથી. આ સિવાય તે નાગિન ફિલ્મમાં પણ જોવા મળવાની છે. થોડા સમય પહેલા શ્રદ્ધાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને ફેન્સને આ ફિલ્મ વિશે જાણકારી આપી હતી.

 

આ પણ વાંચો: UGC NET Admit Card 2021: 29 નવેમ્બરથી યોજાનારી UGC NET પરીક્ષા માટે એડમિટ કાર્ડ જાહેર કરવામાં આવ્યા, આ રીતે કરો ડાઉનલોડ

આ પણ વાંચો: BPNL Recruitment 2021: ભારતના પશુપાલન નિગમ લિમિટેડમાં બમ્પર વેકેન્સી, 30 નવેમ્બર સુધીમાં કરો અરજી

Next Article