Shirley Temple : જાણો કોણ હતા એ શિર્લે ટેમ્પલ જેમને ગુગલે ડૂડલના માધ્યમથી યાદ કર્યા છે ?

|

Jun 09, 2021 | 10:31 AM

Google Doodles : ગુગલે અમેરીકન એક્ટર, સિંગર, ડાંસર અને ડિપ્લોમેટ શિર્લે 'મિસ મિરેકલ' ટેમ્પલને એનિમેટેડ ડૂડલ બનાવીને સમ્માન આપ્યુ છે.

Shirley Temple : જાણો કોણ હતા એ શિર્લે ટેમ્પલ જેમને ગુગલે ડૂડલના માધ્યમથી યાદ કર્યા છે ?
શિર્લે ટેમ્પલની ફાઇલ તસવીર

Follow us on

Google Doodles : ગુગલે અમેરીકન એક્ટર, સિંગર, ડાંસર અને ડિપ્લોમેટ શિર્લે ‘મિસ મિરેકલ’ ટેમ્પલને એનિમેટેડ ડૂડલ બનાવીને સમ્માન આપ્યુ છે. આજના જ દિવસે 2015 માં સાંતા મોનિકા હિસ્ટ્રી મ્યુઝિયમ ‘લવ શિર્લે ટેમ્પલ’ ( Shirley Temple )નામથી એક્સિબિશનની શરૂઆત કરી હતી. આ મ્યુઝિયમમાં તેમની સાથે જોડાયેલી કેટલીક યાદોને સંગ્રહ કરવામાં આવી છે. લોકો આ ડૂડલના ખૂબ વખાણ કરી રહ્યા છે.

આ ડૂડલમાં શિર્લે ટેમ્પલને એક ડિપ્લોમેટ, અવોર્ડ વિનિંગ એક્ટર અને યંગ ગર્લ ડાન્સરના રૂપમાં દેખાડવામાં આવી છે. આ ડૂડલ વિશે વાત કરતા શિર્લેની પૌત્રીએ જણઆવ્યુ કે, તે દરેક વસ્તુઓ સાથે લાગણી ધરાવતા હતા. આ ડૂડલ તેમના પ્રેમ, અનુભુતિ અને તેમની તાકાતનું પ્રમાણ છે. અમને એ જાણીને ખુશી થઇ રહી છે કે તેમને આજે પણ લોકો એટલો જ પ્રેમ અને સન્માન આપી રહ્યા છે. અમે તેમની યાદગીરીઓને સાચવીને રાખવા માંગીએ છીએ.

23 એપ્રિલ, 1928 માં કેલિફોર્નિયાના સાંતા મોનિકામાં શિર્લેનો જન્મ થયો હતો. તેમણે ફક્ત 3 વર્ષની ઉંમરથી જ ડાન્સ પ્રેક્ટિસ શરૂ કરી દીધી હતી. તેમણે આંતરરાષ્ટ્રીય સંબંધોમાં પોતાના કામથી લોકોના દિલમાં એક અલગ જગ્યા બનાવી. શિર્લેએ 1934 માં એક ડઝન જેટલી ફિલ્મોમાં અભિનય કર્યો છે. તે એકેડેમી એવોર્ડ મેળવનાવ પહેલી બાળ કલાકાર હતી તે સમયે તેમની ઉંમર ફક્ત 6 વર્ષની હતી.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

શિર્લેની 1969 માં સંયુક્ત રાષ્ટ્રમાં યુ.એસ. ના પ્રતિનિધિ તરીકે નિમણૂક કરવામાં આવી હતી. તેમણે પર્યાવરણ ક્ષેત્રે પણ ઘણા કામો કર્યા હતા. 1972 માં યુએનમાં યોજાયેલા પર્યાવરણ સંમેલનમાં પણ તેમણે અમેરીકાનું પ્રતિનિધિત્વ કર્યુ હતુ

તેમનું મૃત્યુ 10 ફેબ્રુઆરી 2014 માં થયુ ત્યારે તેમની ઉંમર 85 વર્ષની હતી. તેમણે પોતાના અંતિમ શ્વાસ અમેરીકાના કેલિફોર્નિયામાં લીધા હતા.

Next Article