Raj Kundraને જામીન મળ્યા બાદ શિલ્પા શેટ્ટીએ સોશિયલ મીડિયા પર કરેલી આ પોસ્ટ વાયરલ થઇ રહી છે

|

Sep 21, 2021 | 8:16 AM

પોસ્ટમાં રેઈન્બો દેખાય છે અને તેની સાથે લખવામાં આવ્યું છે કે, 'મેઘધનુષ એ સાબિત કરવા માટે છે કે ભયાનક તોફાન બાદ પણ સુંદર વસ્તુઓ થાય છે.' આ અવતરણ રોજર લીએ લખ્યું છે.

Raj Kundraને જામીન મળ્યા બાદ શિલ્પા શેટ્ટીએ સોશિયલ મીડિયા પર કરેલી આ પોસ્ટ વાયરલ થઇ રહી છે
shilpa shetty confused

Follow us on

અભિનેત્રી શિલ્પા શેટ્ટી (Shilpa Shetty) ના પતિ રાજ કુન્દ્રા (Raj Kundra)ને સોમવારે અશ્લીલ ફિલ્મ બનાવવા ગુનામાં કોર્ટમાંથી જામીન (Rajkundra Bail) મળ્યા હતા. મુંબઈની એક કોર્ટે ઉદ્યોગપતિને 50,000 રૂપિયાના દંડ સાથે  જામીન આપ્યા છે. રાજને 2 મહિના પછી ભારે મહેનતે જામીન મળ્યા. રાજને જામીન મળ્યા બાદ તેની પત્ની અને અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક સંદેશ શેર કર્યો છે.

આ મેસેજમાં જે વસ્તુઓ લખવામાં આવી છે તેને જોઈને અહીં અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે રાજને જામીન મળ્યા બાદ જ તેણે આ પોસ્ટ શેર કરી છે. પોસ્ટમાં રેઈન્બો દેખાય છે અને તેની સાથે લખવામાં આવ્યું છે કે, ‘મેઘધનુષ એ સાબિત કરવા માટે છે કે ભયાનક તોફાન બાદ પણ સુંદર વસ્તુઓ થાય છે.’ આ અવતરણ રોજર લીએ લખ્યું છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

તાજેતરમાં જ શિલ્પા માતા વૈષ્ણો દેવીના દર્શન કરવા આવી હતી. આ દરમિયાન, વીડિયો અને ફોટોઝ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયા. તમને જણાવી દઈએ કે રાજની 19 જુલાઈએ ધરપકડ કરવામાં આવી હતી. રાજ સાથે આ કેસમાં વધુ 11 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. રાજની અરજીની ઘણી વખત સુનાવણી કરવામાં આવી હતી અને દરેક વખતે તેની કસ્ટડી વધારવામાં આવી હતી, પરંતુ હવે રાજને જામીન મળી ગયા છે.

શિલ્પાએ રાજની ધરપકડ બાદ આ મામલે એક પોસ્ટ શેર કરી હતી, જેમાં તેણે લખ્યું હતું કે મેં આજ સુધી કંઈ ખોટું કર્યું નથી અને હું આગળ પણ નહીં કરું તો કૃપા કરીને મારા વિશે ખોટી વાતો ન કરો. સેલિબ્રિટી તરીકે ન મારી વિશે કોઇ ફરિયાદ આવી છે અને ન તો આવશે. મને મુંબઈ પોલીસ અને ભારતના કાયદા પર પૂર્ણ વિશ્વાસ છે.

રાજની ધરપકડ થયા બાદ શિલ્પાએ થોડા દિવસો માટે કામમાંથી બ્રેક લીધો હતો. હવે તે ફરી ગીતા કપૂર અને અનુરાગ બાસુ સાથે સુપર ડાન્સર ચેપ્ટર 4 નું શૂટિંગ કરી રહી છે. ફિલ્મોની વાત કરીએ તો, તે તાજેતરમાં ફિલ્મ હંગામા 2 માં જોવા મળી હતી જે રાજની ધરપકડ થયાના થોડા દિવસો બાદ રિલીઝ થઈ હતી. શિલ્પા આ ફિલ્મ માટે ખૂબ જ ઉત્સાહિત હતી કારણ કે આ ફિલ્મ દ્વારા તે લાંબા સમય પછી ફિલ્મોમાં પરત ફરી રહી હતી. પરંતુ રાજની ધરપકડ થતાં તેની તમામ ઉત્તેજનાનો અંત આવી ગયો હતો.

જોકે અભિનેત્રીએ ચાહકોને ફિલ્મ જોવાની વિનંતી કરી હતી અને કહ્યું હતું કે ફિલ્મ બનાવવા માટે ઘણા લોકોની મહેનત પડે છે, તો ચોક્કસપણે તેને જુઓ.

આ પણ વાંચો –

Ranveer singhએ શાવર લેતા લેતા શેર કરી દીધી સેલ્ફી, જોઇને પત્નિ દિપીકાનું શું હશે રિએક્શન ?

આ પણ વાંચો –

અલગ-અલગ રાજ્યમાં ટ્રાન્સફર થતા લોકોના વાહનો માટે સરકારે બનાવી સરળ પ્રકિયા, જાણો વિગતવાર

Next Article