Shilpa Shetty એ આપ્યું પતિ રાજ કુંદ્રાની તમામ કંપનીઓમાંથી રાજીનામું, તપાસમાં લાગી ક્રાઈમ બ્રાંચ

|

Jul 24, 2021 | 11:00 PM

સૂત્રએ એ પણ ખુલાસો કર્યો છે કે આના માટે શિલ્પાના બેંક ખાતાઓની પણ તપાસ કરવામાં આવશે અને ક્રાઈમ બ્રાંચએ પણ તપાસ કરશે કે તેમણે કંપનીના નિર્દેશકો સાથે કેટલા સમય માટે કામ કર્યું છે.

Shilpa Shetty એ આપ્યું પતિ રાજ કુંદ્રાની તમામ કંપનીઓમાંથી રાજીનામું, તપાસમાં લાગી ક્રાઈમ બ્રાંચ
Shilpa Shetty, Raj Kundra

Follow us on

રાજ કુંદ્રા પોર્ન ફિલ્મના ધંધા કેસમાં પોલીસની ચુંગાલમાં ફસાતા દેખાઈ રહ્યા છે. 23 જુલાઇએ, જ્યારે કોર્ટે તેમની પોલીસ રિમાન્ડને 27 જુલાઇ સુધીનો વધારો કર્યો હતો, હવે રાજની પત્ની અને બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી પણ આ કેસમાં રડાર હેઠળ આવી છે.

શુક્રવારે સાંજે શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રાના ઘરે મુંબઈ ક્રાઈમ બ્રાંચના અધિકારીઓએ 6 કલાક પૂછપરછ કરી હતી. આ દરમિયાન તેમના ઘરની પણ તપાસ કરવામાં આવી હતી. તપાસને લગતા સુત્રો દ્વારા જાણવા મળ્યું છે કે, આ કેસમાં શિલ્પાની સંડોવણીની હાલમાં તપાસ કરવામાં આવી રહી છે.

 

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

એક અહેવાલમાં એક સૂત્રએ જણાવ્યું હતું કે, “શિલ્પાનું સવાલોનાં ઘેરામાં આવવાનું કારણ એ છે કે તેમણે વિયાન ઇન્ડસ્ટ્રીઝના નિર્દેશક પદેથી રાજીનામું આપી દીધું છે.” જોકે એડલ્ટ પ્રોડક્શન અને વિતરણનું સંચાલન વિયાન ઇન્ડસ્ટ્રીઝ દ્વારા હાથ ધરવામાં આવતું હતું. એટલે હવે પોલીસે આ બાબત તે તપાસવાનું નક્કી કર્યું કે શું શિલ્પાને કંપનીમાં નાણાંથી કોઈ પણ રીતે ફાયદો થયો હતો કે કેમ.

સૂત્રએ એ પણ ખુલાસો કર્યો છે કે આના માટે શિલ્પાના બેંક ખાતાઓની પણ તપાસ કરવામાં આવશે અને ક્રાઈમ બ્રાંચ એ પણ તપાસ કરશે કે તેમણે કંપનીના નિર્દેશકોમાંથી એક તરીકે કેટલા સમય માટે કામ કર્યું છે.

અગાઉના અહેવાલો પણ બહાર આવ્યા હતા કે રાજ કુંદ્રા કેસની તપાસમાં ક્રાઈમ બ્રાંચના અધિકારીઓ વિયાન ઇન્ડસ્ટ્રીઝના સીસીટીવી ફૂટેજ ચકાસી રહ્યાં છે. તે વ્યક્તિની શોધ કરી રહ્યાં છે, જેણે એપ્સ માટે ડિજિટલ સામગ્રીને હોસ્ટ કરતા સર્વરમાંથી ડેટા કાઢી નાખ્યા હતા. ફોરેન્સિક નિષ્ણાતો પણ કાઢી નાખેલા ડેટાને ફરીથી પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

પોલીસ સૂત્રો દ્વારા એ પણ જાણવા મળ્યું છે કે એક સટ્ટાબાજી કંપનીમાંથી મોટી રકમ કુંદ્રાના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. ઓથોરિટી તપાસ કરશે કે અશ્લીલ પ્રોડક્શન પ્રોજેક્ટમાંથી મળેલા નફાનો ઉપયોગ સટ્ટાબાજી માટે કરવામાં આવ્યો હતો કે નહીં.

જણાવી દઈએ કે અગાઉ અશ્લીલ સામગ્રીના ઉત્પાદન અને વિતરણ માટે 19 જુલાઈએ ધરપકડ કરાયેલા રાજ કુંદ્રાને 23 જુલાઇ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા. હવે રાજની કસ્ટડીમાં 27 જુલાઇ સુધીનો વધારો કરવામાં આવ્યો છે.

Next Article