બોલિવૂડ અભિનેત્રી (Bollywood Actress) શિલ્પા શેટ્ટીની (Shilpa Shetty) માતા સુનંદા શેટ્ટીને (Sunanda Shetty) છેતરપિંડીના કેસમાં મુંબઈના અંધેરીમાં મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટમાંથી (Magistrate Court) રાહત મળી છે. મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટે ગુરુવારે સુનંદા શેટ્ટીને છેતરપિંડી અને વિશ્વાસભંગના ગુનાહિત કેસમાં જામીન આપ્યા હતા. આટલું જ નહીં, મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ આરઆર ખાને સુનંદા શેટ્ટી વિરુદ્ધ જાહેર કરાયેલ જામીનપાત્ર વોરંટ પણ રદ કરી દીધું છે, જે તેણે છેલ્લી સુનાવણીમાં અભિનેત્રીની માતા વિરુદ્ધ જાહેર કર્યું હતું. તમને જણાવી દઈએ કે, છેલ્લી સુનાવણીમાં સુનંદા કોર્ટમાં હાજર રહી ન હતી, ત્યારબાદ તેની વિરુદ્ધ જામીનપાત્ર વોરંટ જાહેર કરવામાં આવ્યું હતું.
તમને જણાવી દઈએ કે. સુનંદા શેટ્ટી વિરુદ્ધ 21 લાખ રૂપિયાની છેતરપિંડીનો કેસ (Cheating Case) નોંધવામાં આવ્યો હતો. સુનંદા શેટ્ટી સામે આ છેતરપિંડીનો કેસ કાઉન્સિલર ફિરોઝ આમરા દ્વારા નોંધવામાં આવ્યો હતો, જેઓ ઓટોમોબાઈલ એજન્સીના માલિક છે. ફિરોઝ આમરાએ સુનંદા શેટ્ટી પર શેટ્ટીની ફેમિલી ફર્મ કોર્ગિફ્ટને 21 લાખ રૂપિયાની લોન આપવાનો આરોપ લગાવ્યો હતો, પરંતુ જ્યારે શિલ્પા શેટ્ટીના પિતા અને સુનંદા શેટ્ટીના પતિ સુરેન્દ્ર શેટ્ટીનું અવસાન થયું ત્યારે શેટ્ટી પરિવારે તેમની લોનની રકમ લઈ લીધી અને પરત ન કરી.
જ્યારે આ મામલો કોર્ટમાં પહોંચ્યો ત્યારે 11 માર્ચે આ મામલાની સુનાવણી દરમિયાન કોર્ટે શિલ્પા શેટ્ટી, શમિતા શેટ્ટી અને સુનંદા શેટ્ટી સામે કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો. જો કે, બાદમાં સેશન્સ કોર્ટે શિલ્પા અને શમિતા(Shamita Shetty) સામે ચાલી રહેલી કાર્યવાહી પર રોક લગાવી દીધી હતી, પરંતુ કોર્ટે અભિનેત્રીની માતા સુનંદા શેટ્ટી સામેની કાર્યવાહી ચાલુ રાખવાનો નિર્દેશ આપ્યો હતો.
શમિતા શેટ્ટી અને શિલ્પા શેટ્ટી સામેની કાર્યવાહી પર સ્ટે આપતાં, સેશન્સ કોર્ટે જણાવ્યું હતુ કે શિલ્પા અને શમિતાને જે પેઢી દ્વારા કેસ નોંધવામાં આવ્યો છે તેની સાથે કોઈ લેવાદેવા નથી. સુરેન્દ્ર શેટ્ટી અને તેની પત્ની સુનંદા શેટ્ટી આ પેઢીમાં ભાગીદાર હતા. તેમની ફરિયાદમાં ફરિયાદીએ ક્યાંય ઉલ્લેખ કર્યો નથી કે શિલ્પા અને શમિતા પણ પેઢી સાથે સંકળાયેલા છે.
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-
આ પણ વાંચો : Ranbir Kapoor-Alia Bhatt Wedding : લગ્નના સમાચાર વચ્ચે નીતુ કપૂરે રણબીર કપૂર માટે કહ્યું- ‘મારો દીકરો સારો પતિ બનશે’
Published On - 8:35 am, Wed, 13 April 22