સોશિયલ મીડિયા દ્વારા અઢળક કમાણી કરે છે શહનાઝ ગિલ, એક પોસ્ટ માટે આટલી રકમ લે છે અભિનેત્રી

|

Jan 27, 2022 | 5:09 PM

સોશિયલ મીડિયા સિવાય પંજાબની કેટરિના કૈફ કોઈપણ ઈવેન્ટના પ્રમોશન (Event Promotion)  માટે પણ તગડી રકમ વસૂલે છે.

સોશિયલ મીડિયા દ્વારા અઢળક કમાણી કરે છે શહનાઝ ગિલ, એક પોસ્ટ માટે આટલી રકમ લે છે અભિનેત્રી
Actress Shehnaaz gill (File Photo)

Follow us on

Shehnaaz Gill Birthday : સલમાન ખાનની સામે ‘પંજાબની કેટરિના કૈફ’ તરીકે આવેલી શહનાઝ ગિલને (Shehnaaz Gill) આજે ટીવી જગતનો મોટો ચહેરો માનવામાં આવે છે. બિગ બોસ (Bigg Boss) શોમાંથી બહાર થયા બાદ અભિનેત્રી ખુબ ફેમસ થઈ હતી. જોકે આ પહેલા પણ અભિનેત્રીએ ઘણું કામ કર્યું હતું. શોમાં આવતા પહેલા શહનાઝનું એક પંજાબી સોંગ પણ સુપરહિટ સાબિત થયુ હતુ.

બ્રાન્ડ વેલ્યુના કારણે અભિનેત્રીની બોલબાલા

સોશિયલ મીડિયા પર પણ શહનાઝ ચારે બાજુ છવાયેલી રહે છે. શું તમે જાણો છો કે શહનાઝ સોશિયલ મીડિયા (Social Media)  દ્રારા ઘણી કમાણી કરે છે. તમને જણાવવુ રહ્યુ કે, તેની બ્રાન્ડ વેલ્યુના કારણે અભિનેત્રી ઘણા બધા એન્ડોર્ઝમેન્ટ સાઇન કરી રહી છે. મામા અર્થથી તમામ પ્રકારના બ્રાન્ડ સાથે શહનાઝ ગિલ જોડાયેલી છે. તમને શહનાઝના ઈન્સ્ટા પર કોઈને કોઈ પ્રોડક્ટની દર ત્રીજી ચોથી પોસ્ટ મળશે. ત્યારે આજે અમે તમને જણાવીશુ કે શહનાઝ આ પ્રોડક્ટની જાહેરાત માટે કેટલી ફી વસૂલ કરે છે.

ઈવેન્ટના પ્રમોશન માટે પણ તગડી રકમ વસૂલે છે

રિપબ્લિકવર્લ્ડ ડોટ કોમના રિપોર્ટ અનુસાર શહનાઝ ગિલની કુલ સંપત્તિ 30 મિલિયન એટલે કે 3 કરોડ રૂપિયા છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવા સિવાય અભિનેત્રી કોઈપણ ઈવેન્ટના પ્રમોશન (Event Promotion)  માટે પણ તગડી રકમ વસૂલે છે. તમને જણાવી દઈએ કે, શહનાઝ કોઈ પ્રોડક્ટની ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવા માટે લગભગ 8 લાખ રૂપિયા ચાર્જ કરે છે.

આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ

આ કારણે શહનાઝ લેમલાઈટથી દુર હતી

તમને જણાવી દઈએ કે, જ્યારે શહનાઝ ગિલ બિગ બોસ 13 માં આવી હતી ત્યારે તેની મિત્રતા સિદ્ધાર્થ શુક્લા સાથે હતી. આ દરમિયાન સિદ્ધાર્થ શુક્લા અને શહનાઝ ઘણા સારા મિત્રો બની ગયા હતા. પરંતુ સિદ્ધાર્થના આકસ્મિક મૃત્યુ બાદ શહનાઝ પણ લેમલાઈટથી દુર જોવા મળી હતી. આ દરમિયાન શહનાઝે સોશિયલ મીડિયાથી પણ અંતર બનાવી લીધું હતું. જો કે ફરી એકવાર શહનાઝ હવે કમબેક કરી રહી છે અને સારા પ્રોજેક્ટ્સમાં કામ કરી રહી છે. બિગ બોસ શોમાં શહનાઝને સનાના નામથી પણ ઓળખાતી હતી.

 

આ પણ વાંચો : Birthday Special :જ્યારે શહનાઝ ગીલે સલમાન ખાનની સામે પોતાને પંજાબની કેટરિના કહી, સુપરસ્ટારે આપી પ્રતિક્રિયા

Next Article