RSS ના 100 વર્ષ પર બનેલી ફિલ્મ ‘શતક’ના ટીઝરની દેશભરમાં ચર્ચા, એક્ટર અજય દેવગણે શું કહ્યું.. જુઓ

"શતક: સંઘના 100 વર્ષ" ફિલ્મનું ટીઝર રિલીઝ થયું છે, જે RSSના 100 વર્ષના પ્રવાસ, યોગદાન અને રાષ્ટ્રનિર્માણમાં ભૂમિકા દર્શાવે છે. જે ફિલ્મની આખા દેશમાં ચર્ચા છે.

RSS ના 100 વર્ષ પર બનેલી ફિલ્મ ‘શતક’ના ટીઝરની દેશભરમાં ચર્ચા, એક્ટર અજય દેવગણે શું કહ્યું.. જુઓ
| Updated on: Feb 06, 2026 | 3:09 PM

એક એવા વિચારની કહાણી, જેને વર્ષોથી વારંવાર મિટાવવાની કોશિશ કરવામાં આવી છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના 100 વર્ષ પૂર્ણ થવાના અવસર પર બનેલી બહુપ્રતીક્ષિત ફિલ્મ શતક: સંઘના 100 વર્ષ નો ટીઝર તાજેતરમાં જ રિલીઝ થયુ છે. સંઘના શતાબ્દી વર્ષની ઉજવણી સાથે રજૂ થતી આ ફિલ્મ આરએસએસના વૈચારિક પ્રવાસ, સામાજિક યોગદાન અને રાષ્ટ્રજીવનમાં તેની ભૂમિકાને ઉજાગર કરે છે.

ટીઝર રિલીઝ થતાં જ સમગ્ર દેશમાં તેને લઈને વ્યાપક ચર્ચા શરૂ થઈ ગઈ છે. યોગ ગુરુ બાબા રામદેવ ના સમર્થન બાદ હવે અભિનેતા અજય દેવગણ એ પણ ફિલ્મને જાહેર રીતે સમર્થન આપ્યું છે, જેના કારણે લોકોમાં ઉત્સુકતા વધુ વધી છે. ભૂતકાળમાં સંઘને પડદા પર દર્શાવવાના અનેક પ્રયાસો થયા છે, પરંતુ ‘શતક’ ને એવી પ્રથમ સિનેમેટિક રજૂઆત માનવામાં આવી રહી છે, જેને સંસ્થાના પરિપ્રેક્ષ્યમાંથી ખુલ્લું સમર્થન પ્રાપ્ત થયું છે.

આરએસએસના 100 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે અજય દેવગણે પોતાના સોશિયલ મીડિયા સંદેશમાં જણાવ્યું હતું કે, “આરએસએસના સો વર્ષ પૂર્ણ થવા બદલ હાર્દિક શુભેચ્છાઓ. આ સો વર્ષોમાં રાષ્ટ્ર નિર્માણમાં સંઘનો મહત્વપૂર્ણ ફાળો રહ્યો છે. આ વૈચારિક અને ઐતિહાસિક પ્રવાસને વધુ પ્રકાશમાં લાવતી ફિલ્મ #શતક આવી રહી છે. અહીં છે તેની પ્રથમ ઝલક. શતકની સંપૂર્ણ ટીમને મારી તરફથી શુભકામનાઓ.”

આ પહેલાં ફિલ્મનું ગીત ‘ભગવા છે આપણી ઓળખ’ નું વિમોચન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મુખ્યાલય કેશવ કુંજ, દિલ્હી ખાતે સંપન્ન થયું હતું. આ કાર્યક્રમમાં સરસંઘચાલક ડૉ. મોહન ભાગવત ની સાથે શ્રી ભૈયાજી જોશીજી પણ ઉપસ્થિત રહ્યા હતા.

ફિલ્મના ટીઝરની શરૂઆત જ શક્તિશાળી પંક્તિથી થાય છે: “આ એક એવા વિચારની કહાણી છે, જેને વર્ષોથી વારંવાર મિટાવવાની કોશિશ કરવામાં આવી.” આથી સ્પષ્ટ થાય છે કે ફિલ્મનો ઉદ્દેશ આરએસએસને લઈને વર્ષોથી ચાલતી ગેરસમજો, ટીકા અને ભ્રમોને ઐતિહાસિક તથા તથ્યાત્મક સંદર્ભ સાથે સ્પષ્ટ કરવાનો છે.

ટીઝરમાં સંઘના સ્થાપક અને માર્ગદર્શક વ્યક્તિત્વોને વિશેષ રીતે રજૂ કરવામાં આવ્યા છે, જેમા ડૉ. કેશવ બલિરામ હેડગેવાર અને માધવ સદાશિવરાવ ગોળવલકર નો સમાવેશ થાય છે. સાથે જ લોકમાન્ય તિલક અને મહાત્મા ગાંધી જેવા મહાન નેતાઓનું પણ ચિત્રણ જોવા મળે છે. ટીજરમાં સ્વતંત્રતા આંદોલનથી લઈને આપાતકાલ સુધીના ભારતના નિર્ણાયક સમયગાળામાં સંઘની ભૂમિકાની ઝલક દર્શાવવામાં આવી છે.

ફિલ્મના નિર્દેશક આશિષ મોલ છે અને નિર્માતા વિર કપૂર છે. નિર્માતાઓ અનુસાર, 1875 થી 1950 વચ્ચે અસ્તિત્વમાં આવેલા અનેક આંદોલનોમાં આરએસએસ એકમાત્ર એવું સંગઠન છે, જેણે કોઈ વિઘ્ન વિના પોતાની યાત્રા અવિરત રીતે આગળ વધારી છે. ફિલ્મની ટેગલાઇન “ન રોકાયા, ન થાક્યા, ન ઝુક્યા” આ અડગ સંકલ્પ અને સતત પ્રયત્નનું પ્રતિક છે.

‘શતક: સંઘના 100 વર્ષ’ ને નિસ્વાર્થ સ્વયંસેવકોની પેઢીઓને સમર્પિત એક શ્રદ્ધાંજલિ તરીકે રજૂ કરવામાં આવી છે. ફિલ્મ રાષ્ટ્ર નિર્માણ, સામૂહિક સેવા અને સંઘની વિચારધારાને નવી પેઢી સુધી પહોંચાડવાનો પ્રયાસ કરે છે. આ ફિલ્મ 19 ફેબ્રુઆરી 2026ના રોજ દેશભરના સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.

Published On - 3:08 pm, Fri, 6 February 26