આર્યનના કારણે બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનની લોકપ્રિયતામાં કોઈ ઘટાડો નહિ, આ રિપોર્ટમાં થયો ખુલાસો

આર્યન ખાન ક્રુઝ ડ્રગ્સ કેસમાં છેલ્લા ઘણા દિવસોથી જેલમાં છે. આથી એવું કહેવામાં આવી રહ્યું હતું કે શાહરૂખ ખાનની લોકપ્રિયતામાં ઘટાડો થયો છે.તેમજ શાહરૂખ ખાન પાસેથી ઘણી જાહેરાતો પણ છીનવાઈ છે,પરંતુ એક રિપોર્ટ મુજબ આર્યનના કારણે શાહરૂખ ખાનની લોકપ્રિયતા પર કોઈ અસર થઈ નથી.

આર્યનના કારણે બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનની લોકપ્રિયતામાં કોઈ ઘટાડો નહિ, આ રિપોર્ટમાં થયો ખુલાસો
ShahRukh Khan & Aryan Khan (File Photo)
| Edited By: | Updated on: Oct 27, 2021 | 12:04 PM

Aryan Shahrukh Khan : બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનનો(Shahrukh Khan) પુત્ર આર્યન ખાન ડ્રગ્સ કેસમાં છેલ્લા ઘણા દિવસોથી જેલમાં છે. આ કારણે એવું કહેવામાં આવી રહ્યું હતું કે શાહરૂખ ખાનની લોકપ્રિયતામાં ઘટાડો થયો છે. શાહરૂખ ખાન પાસેથી ઘણી જાહેરાતો પણ છીનવાઈ હતી. તમને જણાવી દઈએ કે, શાહરૂખ ખાન ભારતની સૌથી મોટી બ્રાન્ડ્સમાંની એક છે. આવી સ્થિતિમાં શાહરૂખ ખાનની લોકપ્રિયતાનો રિપોર્ટ સામે આવ્યો છે. કોર્પોરેટ ઈન્ડસ્ટ્રી (Corporate Industry) સાથે જોડાયેલા એક રિપોર્ટ અનુસાર તેમના પુત્ર આર્યન ખાનના કારણે તેની લોકપ્રિયતામાં કોઈ ઘટાડો થયો નથી.

શાહરુખ ભારતની સૌથી લોકપ્રિય બ્રાન્ડ્સમાંની એક છે

ક્રુઝ ડ્રગ્સ કેસમાં આર્યન ખાનનુ નામ સામે આવતા શાહરૂખ ખાન સાથે સંબંધિત કેટલીક જાહેરાતો, જે બ્લોક કરવામાં આવી હતી તે હવે ફરી એકવાર ઓન એર થઈ છે. ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ હ્યુમન બ્રાન્ડ્સના ચીફ ગાઈડ સંદીપ ગોયલે (Sandip Goel) આ અંગે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે. તેણે કહ્યું કે, શાહરુખ ભારતની સૌથી લોકપ્રિય બ્રાન્ડ્સમાંની એક છે. ક્રૂઝ ડ્રગ્સ કેસને કારણે તેમની લોકપ્રિયતામાં થોડો સમય ઘટાડો થયો હશે, પરંતુ લોકોમાં તેમની લોકપ્રિયતા જળવાઈ રહી છે.

શાહરૂખ ખાન દરેક ઉંમરના લોકોને આકર્ષે છે

શાહરૂખ ફરી એકવાર પહેલાની જેમ જાહેરાતોમાં દેખાવા લાગ્યો છે. એક એડવર્ટાઈઝિંગ ફર્મના (Advertising Firm) વરિષ્ઠ એક્ઝિક્યુટિવે કહ્યું કે જે બ્રાન્ડ્સ શાહરૂખ ખાન સાથે જાહેરાત કરે છે તેને ચોક્કસપણે શાહરૂખ ખાનના વ્યક્તિત્વનાનો ફાયદો થાય છે. તેમજ શાહરૂખ ખાન દરેક ઉંમરના લોકોને આકર્ષે છે.એટલા માટે શાહરૂખને અલગ-અલગ બ્રાન્ડ્સ માટે પહેલી પસંદગી માનવામાં આવે છે.

પુત્ર આર્યનને કારણે બોલિવુડ સુપરસ્ટારની લોકપ્રિયતામાં કોઈ ઘટાડો થયો નથી

શાહરૂખે અત્યાર સુધીમાં ટીવી, હ્યુન્ડાઈ, પેપ્સી, ડી’ડેકોર સહિત અનેક બ્રાન્ડની જાહેરાત કરી છે. કેડબરી ચોકલેટ્સ બનાવતી કન્ફેક્શનરી કંપની મોડલ્સ ઈન્ડિયાએ શાહરૂખ ખાનની(Shahrukh Khan)  તહેવારોની જાહેરાતનું બીજું કેમ્પેઈન પણ બહાર પાડ્યું છે. આર્યન ખાનની ધરપકડ બાદ કિંગ ખાનનું આ પહેલું મોટું કેમ્પેઈન છે. થોડા દિવસો પહેલા ડ્રગ્સ કેસમાં આર્યન ખાનનું (Aryan Khan) નામ સામે આવતા એજ્યુકેશન ટેક્નોલોજી સાથે જોડાયેલી કંપની BYJU’sએ તેની એડ બંધ કરી દીધી હતી, પરંતુ હવે તેણે એડ ફરીથી ઓન એર કરી દીધી છે.

 

આ પણ વાંચો: Aryan Khan Drug Case: શું આર્યન ખાનને આજે મળશે જામીન ? દલીલો બાદ અઢી વાગે હાઇકોર્ટમાં હાથ ધરાશે સુનાવણી

Published On - 12:03 pm, Wed, 27 October 21