5G અંગેની સુનાવણીમાં Juhi Chawlaને જોતાં એક વ્યક્તિએ ગાયું ‘ઘુંઘટ કી આડ મેં’ ગીત, ત્યારબાદ જ્જે ઉઠાવ્યું આ પગલું

|

Jun 02, 2021 | 8:25 PM

આજે આ કેસ અંગે બીજી સુનાવણી રાખવામાં આવી, જેમાં જુહી ચાવલા પણ શામેલ થયા હતા. સુનાવણી દરમિયાન જુહી ચાવલા આવ્યા ત્યારે કંઈક એવું બન્યું કે ન્યાયાધીશે એક વ્યક્તિ સામે કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે.

5G અંગેની સુનાવણીમાં Juhi Chawlaને જોતાં એક વ્યક્તિએ ગાયું ઘુંઘટ કી આડ મેં ગીત, ત્યારબાદ જ્જે ઉઠાવ્યું આ પગલું
Juhi Chawla

Follow us on

બોલિવૂડ એક્ટ્રેસ જુહી ચાવલા (Juhi Chawla)એ દેશમાં લાગુ કરવામાં આવતી 5 જી તકનીકની સામે કેસ દાખલ કર્યો હતો. જુહીનું કહેવું છે કે દેશમાં આ તકનીક આવવાને કારણે પર્યાવરણની સાથે લોકોના સ્વાસ્થ્ય ઉપર પણ તેની ખરાબ અસર પડશે. જેની પ્રથમ સુનાવણી 31 મેના રોજ હાથ ધરવામાં આવી હતી.

 

આજે આ કેસ અંગે બીજી સુનાવણી રાખવામાં આવી, જેમાં જુહી ચાવલા પણ શામેલ થયા હતા. સુનાવણી દરમિયાન જુહી ચાવલા આવ્યા ત્યારે કંઈક એવું બન્યું કે ન્યાયાધીશે એક વ્યક્તિ સામે કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

 

5જી તકનીકને લઈને જુહી ચાવલાએ દિલ્હી હાઈકોર્ટમાં કેસ કર્યો છે. આ સુનાવણી દરમિયાન જેવી જ જૂહી ઓનલાઈન કનેક્ટ થઈ તો એક વ્યક્તિએ ‘ઘુંઘટ કી આડ મેં દિલબર કા’ ગીત ગણગણવાનું શરૂ કરી દીધુ. આ ગીત જુહીની ફિલ્મ ‘હમ હૈં રાહી પ્યાર કે’ (Hum Hain Rahi Pyar Ke) નું છે.

 

આ ગીત ગાનાર ગાયકને ઓળખી શકાયો નહીં. જે બાદ જસ્ટિસ જે આર મીધાએ કહ્યું પ્લીઝ મ્યૂટ. આ મામલો અહીં અટક્યો નહીં. જ્યારે કોર્ટમાં આ કેસની ફી અંગે વાત ચાલી રહ્યી હતી, ત્યારે તે સમયે ફરી એક વ્યક્તિએ બોલિવૂડનું ગીત ગાયું હતું. બીજી વાર એક વ્યક્તિએ ‘લાલ લાલ હોઠોં પે ગોરી કિસ્કા નામ હૈ’ ગીત ગાયું. આવું પોતાને સુનાવણીથી દૂર કરવા માટે આ કર્યું.

 

સુનવણી દરમિયાન ગીતો ગાવાની આ પ્રક્રિયા અહીં સમાપ્ત થઈ નથી. આ વખતે એક વ્યક્તિએ ‘મેરી બન્નો કી આયેગી બારાત’ ગીત ગાયું હતું. ફરીવાર ગીત સાંભળ્યા પછી કોર્ટને ગુસ્સો આવ્યો અને તેમણે કહ્યું કે કૃપા કરીને આ વ્યક્તિની ઓળખ કરો અને તેની સામે અદાલતની અવમાનનાની નોટિસ જારી કરવામાં આવે. એટલું જ નહીં, કોર્ટે દિલ્હી હાઈકોર્ટના આઈટી વિભાગને તે વ્યક્તિની ઓળખ કરવા અને દિલ્હી પોલીસને તેની સામે કાર્યવાહી કરવા કહ્યું હતું.

 

સોમવારે જુહી ચાવલાએ 5જી તકનીક વિરુદ્ધ દિલ્હી હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો. તેમનું કહેવું છે કે આનાથી માણસો, પ્રાણીઓ અને પર્યાવરણને અસર થશે. જો 5જી નેટવર્ક યોજનાઓ લગાવવામાં આવશે તો પછી આ પૃથ્વી પર કોઈ પણ આરએફ રેડિએશનના એક્સપોઝરથી બચી શકશે નહીં. આ રેડિએશનનો પ્રભાવ આજ કરતાં 100 ગણો વધી જશે.

 

આ પણ વાંચો: GUJARAT : હવે સવારે 9થી સાંજે 6 વાગ્યા સુધી ધંધા-રોજગાર ચાલુ રાખી શકાશે, કર્ફયૂના સમયમાં કોઇ ફેરફાર નહીં

Next Article