ટ્રોલર મહિલાએ કહ્યું “પિતાના પૈસા બરબાદ કરી રહી છે”, સારા તેંડુલકરે આપ્યો જડબાતોડ જવાબ

|

Apr 17, 2021 | 1:38 PM

સારા તેંડુલકરની ઈન્સ્ટા સ્ટોરી પર ર્ક મહિલાએ મેસેજ કર્યો કે તુ પિતાના પૈસા બરબાદ કરી રહી છે. આ વાત પર સારાએ એવો જવાબ આપ્યો કે મહિલાને એકાઉન્ટ ડિલીટ કરીને ભાગવું પડ્યું.

ટ્રોલર મહિલાએ કહ્યું પિતાના પૈસા બરબાદ કરી રહી છે, સારા તેંડુલકરે આપ્યો જડબાતોડ જવાબ
Sara Tendulkar

Follow us on

ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકરની પુત્રી સારા તેંડુલકર હંમેશા ક્રિકેટ ફેન્સ માટે ચર્ચાનો વિષય બને છે. સારાના ઇન્સ્ટાગ્રામ પર 1.2 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે. 23 વર્ષીય સારાએ સોશિયલ મીડિયા પર ફેન્સ અને પ્રસિદ્ધિ મેળવી છે અને કેટલાક આલોચના કરનારા પણ મેળવ્યા છે જેઓ તેને ફોલોવ કરે છે અને તેને ટ્રોલ કરવાનો કોઈ ચાન્સ નથી છોડતા.

સારાએ કોફીની મજા માણી

જો કે સારા તેંડુલકર જાણે છે કે આવા વિરોધીઓ અને ટ્રોલરોને કેવ જવાબ આપીને સીધા કરવા. સારા આવા લોકોને જડબાતોડ જવાબ આપતી રહી છે. આવું જ કંઈક 16 એપ્રિલની સાંજે થયું જ્યારે એક મહિલાએ સારાની મજાક કરવાનો પ્રયાસ કર્યો. હકીકતમાં સારાએ તેના ઇન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી પોસ્ટ કરી હતી, જેમાં તેણે પોતાની કારમાં બેસીને કોફી કપની તસવીર શેર કરી હતી અને લખ્યું હતું કે, ‘બ્લુ ટોકાઈ કોફી જીવન બચાવે છે’

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

મહિલાએ કહ્યું- ‘પપ્પાના પૈસા બરબાદ કરી રહી છે’

આ સ્ટોરી શેર કર્યા પછી, એક મહિલા વપરાશકર્તાએ સારા તેંડુલકર પર કટાક્ષ કર્યો હતો. આ મહિલાએ સારાને મેસેજમાં સ્ટોરી પર જવાબ આપ્યો હતો. તેણે કહ્યું હતું કે તે તેના પિતાના પૈસા બગાડે છે. સારાએ આ બીજી સ્ટોરીમાં આ મહિલાને ટેગ કરીને એના મેસેજનો સ્ક્રીનશોટ શેર કર્યો હતો. સારાએ યોગ્ય જવાબ આપતા લખ્યું. ‘કોફી પર ખર્ચવામાં આવતા કોઈપણ પૈસા એ તે પૈસાનો શ્રેષ્ઠ ઉપયોગ છે, તેને બગાડ કહેવામાં આવતું નથી (પછી ભલે તે કોઈના પણ હોય).’

આ ઘટના બાદ મહિલાએ તેનું એકાઉન્ટ જ ડિલીટ કરી દીધું હતુ. સારા એ ટેગ કરીને જડબાતોડ જવાબ આપ્યો હતો. હવે આ એકાઉન્ટને ઈન્સ્ટા પર સર્ચ કરવામાં આવે તો જોવા નથી મળી રહ્યું.

અર્જુન તેંડુલકરની પણ ઉડાવી મજાક

રસપ્રદ વાત એ છે કે સારા તેંડુલકરની કોફી પર ટિપ્પણી કરનારી મહિલાએ તેના ભાઇ અર્જુન તેંડુલકર ઉપર પણ ટોણો માર્યો છે, જેને મુંબઈ ઈન્ડિયન્સ દ્વારા આઈપીએલ હરાજી 2021માં 20 લાખ રૂપિયામાં ટીમમાં લેવાયો છે. મહિલાએ અર્જુન વિશે લખ્યું, સૌથી સસ્તો છોકરો.’ નોંધપાત્ર વાત એ છે કે અર્જુન વિશે ઘણી વાર કહેવામાં આવે છે કે તેમને નેપોટિઝમનો ફાયદો મળ્યો છે.

 

આ પણ વાંચો: કયા રાજ્યોમાં છે ઓક્સિજનની અછત છે? ઉત્પાદનમાં શું છે સમસ્યા? જાણો સમગ્ર વિગત

આ પણ વાંચો: સિંગલ ચાર્જમાં જબરદસ્ત રેંજ આપશે યામાહાની નવી ઇલેક્ટ્રિક સાયકલ, પર્વતો પર પણ દોડશે સડસડાટ

Published On - 1:36 pm, Sat, 17 April 21

Next Article