Sara Ali Khan એ બીએમસીનું ટ્વીટ શેર કરીને આપી રસીકરણ કેન્દ્રોની જાણકારી, જુઓ લિસ્ટ

|

May 01, 2021 | 4:22 PM

બોલિવૂડ એક્ટ્રેસ સારા અલી ખાન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને ઘણીવાર કોવિડ પ્રોટોકોલથી સંબંધિત પોસ્ટ્સ પણ શેર કરતી રહે છે.

Sara Ali Khan એ બીએમસીનું ટ્વીટ શેર કરીને આપી રસીકરણ કેન્દ્રોની જાણકારી, જુઓ લિસ્ટ
Sara Ali Khan

Follow us on

બોલિવૂડ એક્ટ્રેસ સારા અલી ખાન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને ઘણીવાર કોવિડ પ્રોટોકોલથી સંબંધિત પોસ્ટ પણ શેર કરતી રહે છે. હવે તેમણે તેમના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર બીએમસીની ટ્વિટ શેર કરી છે, જેમાં તે 18 થી 44 વર્ષના લોકો માટે રસીકરણ કાર્યક્રમ શરૂ કરવા વિશે જણાવી રહી છે.

સારા અલી ખાને તેમના ઇન્સ્ટા. સ્ટોરી પર બીએમસીનાં એક ટ્વીટને શેર કર્યું છે. બીએમસીએ તેના ટ્વિટમાં લખ્યું છે કે, ‘BMC ને 18-44 વર્ષ માટે મર્યાદિત વેક્સીન સ્ટોક અને પ્રથમ ડોઝ મળ્યો છે, જે આજે (શનિવારે) બપોરે 1 થી સાંજના 6 વાગ્યા સુધી કરવામાં આવશે. અત્યારે નાયર, રાજવાડી, કૂપર, સેવન હિલ્સ અને બીકેસી હોસ્પિટલોમાં રસીકરણ શરૂ કરવામાં આવ્યું છે. રસીકરણ ફક્ત CoWIN પર ઓનલાઇન નોંધણીના આધારે કરવામાં આવશે. લોકોને રજીસ્ટ્રેશન વગર પહોંચવા પર રસી આપવામાં આવશે નહીં.’

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

આ ટ્વીટને ઇન્સ્ટાગ્રામ પર શેર કરીને સારા અલી ખાને લખ્યું કે, ચાલો વેક્સીન લગાવીએ.

તાજેતરમાં સારાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વધુ વાયરલ થયો હતો, જેમાં તે એક ચાહકની ક્લાસ લગાવતી જોવા મળી રહી છે. અભિનેત્રીનો આ વીડિયો એક પાપારાઝી ફોટોગ્રાફરે તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. વીડિયોમાં જોઇ શકાય છે કે, એરપોર્ટ પર એક ચાહક સારા, સાથે સેલ્ફી લેવા માટે તેનું માસ્ક દૂર કરે છે. ચાહકની આ ભૂલ પર સારાનો ગુસ્સો આસમાન સુધી પહોંચી જાઈ છે અને તે તેને કહે છે કે ‘તમે શું કરી રહ્યા છો, તમે આ કરી શકતા નથી અને તમારે બિલકુલ આ ન કરવું જોઈએ.’

 

વાત જો સારા અલી ખાનના વર્કફ્રન્ટની કરીએ, તો તે ટૂંક સમયમાં આનંદ એલ રાયની ફિલ્મ ‘અતરંગી રે’ માં જોવા મળશે. આ ફિલ્મમાં તે બોલિવૂડ અભિનેતા અક્ષય કુમાર અને દક્ષિણના સુપરસ્ટાર ધનુષની સાથે જોવા મળશે. આ ફિલ્મને આનંદ એલ રાય દ્વારા દિગ્દર્શન કરવામાં આવી રહી છે. તે છેલ્લે અભિનેતા વરુણ ધવનની વિરુદ્ધ ફિલ્મ ‘કુલી નંબર 1’ માં જોવા મળી હતી. તેમની આ ફિલ્મ વર્ષ 1995 માં આવેલી ગોવિંદા અને કરિશ્મા કપૂરની ફિલ્મ કુલી નંબર 1 ની સિક્વલ છે. તેમની આ ફિલ્મને ડિજિટલ પ્લેટફોર્મ એમેઝોન પ્રાઇમ વીડિયો પર નાતાલના દિવસે રિલીઝ કરવામાં આવી હતી.

Next Article