Sara Ali Khan સાઉથના આ સુપરસ્ટારની મોટી ફેન, ફોટો શેર કર્યો

|

Feb 15, 2021 | 3:24 PM

બોલિવૂડ એક્ટ્રેસ સારા અલી ખાન સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે હંમેશાં તેના અને ફેમિલીના ફોટા શેર કરે છે. હવે સારાએ પોસ્ટ દ્વારા કહ્યું કે તે કયા સ્ટારની સૌથી મોટી ચાહક છે.

Sara Ali Khan સાઉથના આ સુપરસ્ટારની મોટી ફેન, ફોટો શેર કર્યો
Sara Ali Khan

Follow us on

બોલિવૂડ એક્ટ્રેસ સારા અલી ખાન સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે હંમેશાં તેના અને ફેમિલીના ફોટા શેર કરે છે. હવે સારાએ પોસ્ટ દ્વારા કહ્યું કે તે કયા સ્ટારની સૌથી મોટી ચાહક છે. સારાએ તેનો ફોટો ઈંસ્ટા સ્ટોરી પર સાઉથ ફિલ્મના સુપરસ્ટાર વિજય દેવરાકોંડા સાથે શેર કર્યો છે. આ સાથે જ કેપ્શનમાં લખ્યું હતું, ‘ફેન મોમેન્ટ’.

સારા અલી ખાન શનિવારે વિજય દેવરકોંડાને મળી હતી. વિજયને જોઇને સારા પોતાને રોકી શકી નહીં અને તરત જ તેની સાથે સેલ્ફી લેવા દોડી ગઈ. ફોટામાં બંને સ્ટાર્સ હસતા જોવા મળી રહ્યા છે. સારાએ વિજયને આ તસવીર ઇન્સ્ટા પર શેર કરતી વખતે પણ ટેગ કર્યો છે. વિજય તાજેતરમાં જ મુંબઈ પરત ફર્યા છે અને શનિવારે નિર્માતા કરણ જોહરની પાર્ટીમાં તે જોવા મળ્યા હતા. દીપિકા પાદુકોણ, ઇશાન ખટ્ટર, અનન્યા પાંડે અને સિદ્ધંત ચતુર્વેદી જેવા સ્ટાર્સ પણ આ પાર્ટીમાં જોડાયા હતા.

 

IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?

Sara Ali Khan

સારા અલી ખાન છેલ્લે ફિલ્મ કૂલી નંબર 1 માં જોવા મળી હતી. ડેવિડ ધવન દિગ્દર્શિત ફિલ્મમાં સારા વરુણ ધવનની સાથે મુખ્ય ભૂમિકામાં હતી. હવે તે આનંદ એલ રાયની ફિલ્મ અતરંગી રે માં જોવા મળશે. આ ફિલ્મમાં અક્ષય કુમાર અને સાઉથના સુપરસ્ટાર ધનુષ મુખ્ય ભૂમિકામાં છે.

બીજી બાજુ, વિજય દેવરાકોંડા ફિલ્મ લાઈગરથી બોલિવૂડમાં એન્ટ્રી કરવા જઈ રહ્યા છે. આ ફિલ્મમાં અનન્યા પાંડે વિજયની સાથે મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. કરણ જોહર નિર્માતા આ સ્પોર્ટસ-ડ્રામા ફિલ્મ 9 સપ્ટેમ્બરે થિયેટરોમાં રિલીઝ થશે. તાજેતરમાં જ ફિલ્મનો વિજય દેવરકોંડાનો લુક શેર કરવામાં આવ્યો હતો, જેને ખૂબ જ સારી રીતે પસંદ કરવામાં આવ્યો હતો. આ ફિલ્મ હિન્દીની સાથે તેલુગુ, તમિલ, કન્નડ અને મલયાલમ ભાષાઓમાં રજૂ કરવામાં આવશે.

Next Article