પ્રખ્યાત હરિયાણવી ડાન્સર-સિંગર સપના ચૌધરી આજકાલ શું કરી રહી છે? 6 વર્ષ બાદ એકાએક કેમ ચર્ચામાં આવી ?

પ્રખ્યાત હરિયાણવી ડાન્સર-સિંગર સપના ચૌધરી તેના અંગત જીવનને લઈને આજકલ ચર્ચામાં છે. છેલ્લા 6 વર્ષથી લાઈમલાઈટથી એકાએક ગાયબ થયેલી સપના ચૌધરી હાલ ક્યાં છે અને શું કરી રહી છે, તેમજ અચાનક કેમ ચર્ચામાં આવી તેના વિશે જાણીએ.

પ્રખ્યાત હરિયાણવી ડાન્સર-સિંગર સપના ચૌધરી આજકાલ શું કરી રહી છે? 6 વર્ષ બાદ એકાએક કેમ ચર્ચામાં આવી ?
| Updated on: Jun 11, 2026 | 3:08 PM

પ્રખ્યાત હરિયાણવી ડાન્સર-સિંગર સપના ચૌધરી ફરી એકવાર ચર્ચામાં આવી છે. સપના એ વર્ષ 2020માં લોકડાઉન દરમિયાન ગુપચુપ રીતે લગ્ન કરી લીધા હતા. તેના આ લગ્ન વિશે તેના ફેન્સને પણ બહુ પછીથી જાણ થઈ હતી. લગ્ન બાદ સપના ચૌધરીએ કરિયરમાંથી બહુ લાંબો બ્રેક લીધો અને તે ભાગ્યે જ કોઈ સ્ટેજ શોમાં જોવા મળી છે. આ લગ્નથી સપના ચૌધરી બે બાળકોની માતા બની છે. જેમા મોટા પુત્રની નામ પોરસ અને નાના પુત્રનું નામ શાહબીર છે. તેના પતિનું નામ વીર સાહુ છે. સપનાને રાષ્ટ્રીય ઓળખ બીગ બોસની 11મી સિઝનમાં આવ્યા બાદ મળી. બહુ લાંબા વિરામ બાદ હાલમાં તે રિયાલિટી શો ‘The 50’ માં જોવા મળી હતી.

સપના પહેલા સતત સ્ટેજ શો કરતી હતી જો કે લગ્ન બાદ તેનું જીવન સાવ બદલાઈ ગયુ છે. સપના હવે સ્ટેજ શો કરતી નથી અને મોટાભાગનો સમય તેના બાળકો અને લગ્નજીવનમાં જ વિતાવે છે.

કેમ અચાનક ચર્ચામાં આવી સપના ચૌધરી?

સપના ચૌધરી તેના 6 વર્ષના લગ્નજીવન બાદ અચાનક ચર્ચામાં આવી છે તેનુ કારણ તેના લગ્નજીવનમાં આવેલી મુશ્કેલી છે. સપનાને 6 વર્ષ બાદ હવે તેના સંબંધોમાં ભંગાણની ખબરો સામે આવી છે. સપના તેની અંગત જિંદગી અને કાયદાકીય લડતને કારણે ચર્ચામાં આવી છે. સપનાએ તેના પતિ વીર સાહુ વિરુદ્દ ઘરેલુ હિંસા અને મારપીટનો આરોપ લગાવતા દિલ્હીની દ્વારકા મહિલા કોર્ટમાં અરજી દાખલ કરી છે. આ કેસની સુનાવણી દરમિયાન કોર્ટે સપનાને રાહત આપતા તેના પતિ વીર સાહુ પર અનેક પ્રતિબંધો લગાવ્યા છે.

મંગળવારે કોર્ટમાં સુનાવણી દરમિયાન દ્વારકાની મહિલા કોર્ટે આદેશ આપ્યો કે આગામી સુનાવણી સુધી વીર સાહુ સપના ચૌધરીના સંપર્કમાં નહીં આવે સાથે જ સપનાના ઘર, કાર્યસ્થળ કે કોઈપણ જગ્યાએ જવાથી તેને રોકી નહીં શશકે. તેમની હાજરીથી સપના વ્યથિત થઈ શકે છે. કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યુ છે કે વીર સાહુ કોઈપણ માધ્યમથી સપનાને પ્રતાડિત કે પરેશાન કરવાની કોશિશ ન કરે.

યાચિકામાં સપના ચૌધરીએ આરોપ લગાવ્યો છે કે તેને લગ્ન જીવન દરમિયાન ઘરેલુ હિંસાના સામનો કરવો પડ્યો અને ભવિષ્યમાં પણ આવી ઘટનાઓ થવાની આશંકા છે. કથિત વિવાદોને કારણે તેને તેની સાસરીનું ઘર છોડવુ પડ્યુ છે અને હાલ વર્તમાન તે દિલ્હી સ્થિત તેના પિયરમાં રહે છે.

POK માં શોકસભામાં સામેલ થનારા હજારો લોકો પર મુનીરની સેનાએ વરસાવી અંધાધૂંધ ગોળીઓ, હવે ક્યાં ગયા માનવાધિકારો?- શું અમેરિકા આના પર કંઈ બોલશે?

Follow Us