Bollywood News: સાન્યા મલ્હોત્રા અને રાજકુમાર રાવ પડદા પર સાથે મળશે જોવા, HIT ની રિમેકમાં મચાવશે ધમાલ

|

Jul 09, 2021 | 4:28 PM

રાજકુમાર રાવ (Rajkummar Rao) અને સાન્યા મલ્હોત્રા (Sanya Malhotra) ટૂંક સમયમાં બ્લોકબસ્ટર તેલુગુ ફિલ્મ 'હિટ' (Hit) ના રિમેકમાં કામ કરવાના છે. આ ફ્રેશ જોડીને લઈને ઉત્સાહ વધ્યો છે.

Bollywood News: સાન્યા મલ્હોત્રા અને રાજકુમાર રાવ પડદા પર સાથે મળશે જોવા, HIT ની રિમેકમાં મચાવશે ધમાલ
Sanya Malhotra

Follow us on

Bollywood News: ફિલ્મ ‘હિટ’ માં રાજકુમારને સાથ આપશે અભિનેત્રી સાન્યા મલ્હોત્રા , જેની છેલ્લી ફિલ્મ ‘પગલૈટ’ સીધી ઓટીટી પર રિલીઝ થઈ છે. રાજકુમાર રાવ અગાઉ સાન્યાની ફિલ્મ ‘દંગલ’ માં તેમની પાર્ટનર ફાતિમા સના શેખ સાથે ફિલ્મ ‘લુડો’ માં કામ કરી ચૂક્યા છે. રાજકુમાર રાવની છેલ્લી ત્રણ ફિલ્મો ‘ધ વ્હાઇટ ટાઇગર’, ‘લુડો’ અને ‘છલાંગ’ સીધી ઓટીટી પર રિલીઝ થઈ હતી અને ત્રણેય ફિલ્મોમાં દર્શકોને તેમનું કામ પસંદ આવ્યું હતું.

અભિનેત્રી સાન્યા મલ્હોત્રા (Sanya Malhotra) એ શુક્રવારે કહ્યું હતું કે તે લોકપ્રિય તેલુગુ ફિલ્મ “હિટ” ના હિન્દી રિમેકમાં રાજકુમાર રાવ (Rajkummar Rao)ની સાથે જોવા મળશે.

વર્ષ 2020 માં આવેલી હિટ એક પોલીસ કર્મીની વાર્તા છે જે ગુમ થયેલી મહિલાની શોધમાં નીકળી છે. મલ્હોત્રાએ કહ્યું કે તેમણે અસલ તેલુગુ ફિલ્મ જોઇ છે અને તેની વાર્તા ખૂબ રસપ્રદ છે.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

મલ્હોત્રાએ એક નિવેદનમાં કહ્યું કે, ‘મેં’ હિટ ‘જોઈ છે અને મને ફિલ્મનો કોન્સેપ્ટ ખૂબ પસંદ આવ્યો. જ્યારે મને ફિલ્મની ઓફર કરવામાં આવી ત્યારે મેં તરત જ હા પાડી દિધી. તે એક ખૂબ જ રોચક અને રસપ્રદ વાર્તા છે જે વિશાળ પ્રેક્ષકો સુધી પહોંચવા માટે હકદાર છે. હું આ ફિલ્મમાં રાજ સાથે કામ કરવા માટે ઉત્સાહિત છું. ”

વિશ્વક સેન અને રૂહાની શર્મા મુખ્ય ભુમિકા વાળી ‘હિટ’ નું દિગ્દર્શન શૈલેશ કોલાનુએ કર્યું હતું, જે હિન્દી સંસ્કરણનું નિર્દેશન પણ કરશે. હિન્દી રિમેકનું શૂટિંગ ટૂંક સમયમાં શરૂ થશે. આ ફિલ્મનું નિર્માણ ભૂષણ કુમાર, દિલ રાજુ, કૃષ્ણ કુમાર કરી રહ્યા છે. મલ્હોત્રાની તાજેતરમાં રજૂ થયેલી “પગલૈટ” અને “લુડો” ફિલ્મમાં તેમના કામ માટે વખાણ કરવામાં આવ્યા હતા.

 

કઈ ફિલ્મોમાં કર્યું છે કામ?

વર્કફ્રન્ટની વાત કરીએ તો સાન્યા મલ્હોત્રા (Sanya Malhotra) એ અત્યાર સુધીમાં પેગલૈટ (Paglait), બધાઈ હો (Badhai Ho) અને ફોટોગ્રાફ (Photograph) જેવી ફિલ્મો દ્વારા સ્ક્રીન પર જાદુ બતાવ્યો છે.

આ ફિલ્મોમાં જોવા મળશે

આવનારી ફિલ્મો વિશે વાત કરવામાં આવે તો સન્યા મલ્હોત્રા ટૂંક સમયમાં નેટફ્લિક્સની ઓરિજનલ ફિલ્મ મીનાક્ષી સુંદરેશ્વરમાં કામ કરતી જોવા મળશે. આ સિવાય તેમની ફિલ્મ લવ હોસ્ટલ પણ ચર્ચામાં છે. હાલ આ ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે.

Next Article