Sana Khanએ હિજાબ પહેરવાની મજાક કરનાર યુઝરને સોશિયલ મીડિયા પર દિધો જોરદાર જવાબ

|

Jun 04, 2021 | 9:44 PM

સના તેમના વિવાહિત જીવનની ઝલક અને પવિત્ર કુરાનમાંથી થોટ પ્રોવોકિંગ ક્વોટ્સને ચાહકો સાથે શેર કરતી રહે છે.

Sana Khanએ હિજાબ પહેરવાની મજાક કરનાર યુઝરને સોશિયલ મીડિયા પર દિધો જોરદાર જવાબ
Sana Khan

Follow us on

બોલિવૂડની પૂર્વ અભિનેત્રી સના ખાન (Sana Khan) સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. જ્યારથી તેમણે ‘ક્રિએટર’ના માર્ગને અનુસરવા માટે ગ્લેમરની દુનિયા છોડી દીધી છે, ત્યારથી જ સના તેમના વિવાહિત જીવનની ઝલક અને પવિત્ર કુરાનમાંથી થોટ પ્રોવોકિંગ ક્વોટ્સને ચાહકો સાથે શેર કરતી રહે છે. સના ખાને ગયા વર્ષે શોબિઝ ઇન્ડસ્ટ્રી (Showbiz Industry) છોડવાના નિર્ણયની ઘોષણા કરતા કહ્યું હતું કે તેમણે માનવતાની સેવા કરવાનો અને તેમના ‘ક્રિએટર’ના આદેશનું પાલન કરવાનું નક્કી કર્યું છે.

 

તાજેતરમાં ભૂતપૂર્વ ‘બિગ બોસ’ સ્પર્ધક રહી ચુકેલી સનાએ તેમના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર તેમના પતિ મુફ્તી અનસ દ્વારા ક્લિક કરવામાં આવેલી એક તસ્વીર શેર કરી હતી, જેની સાથે તેમણે નવેમ્બર 2020માં લગ્નનાં બંધનમાં બંધાણી હતી.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

 

સના ખાન આ તસ્વીરમાં ખૂબસૂરત લાગી રહી છે, જેમાં તે હિજાબ પહેરેલી જોવા મળી રહી છે. તેમણે તેની સાથે થોટફુલ કેપ્શન પણ લખ્યું છે, જેમાં લખ્યું છે, ‘સાંભળો ..! લોકોથી ડરો છો કેમ? શું તમે આ આયત નથી વાંચી. અલ્લાહ જેને ઈચ્છે ઈજ્જત આપે છે અને જેને ઈચ્છે જીલ્લત આપે છે. કેટલીકવાર ઈજ્જતમાં જીલ્લત છુપાયેલી હોય છે અને કેટલીક વાર જીલ્લતમાં ઈજ્જત. ‘

 

 

 

સનાએ ફોટો શેર કરતાંની સાથે જ ઘણા લોકોએ કમેન્ટમાં તેમના દેખાવની પ્રશંસા કરી. જો કે એક યુઝરે તેમની મજાક ઉડાવવાની કોશિશ કરી અને કહ્યું કે ‘ આટલું વાંચવા અને લખવાનો શું ફાયદો જ્યારે પડદામાં જ રહેવું છે.’

 

ત્યારે સનાએ જવાબ આપતા કહ્યું, ‘મારા ભાઈ, જ્યારે હું પડદામાં રહીને મારો વ્યવસાય કરી શકું છું, મારી પાસે સારુ સાસરુ છે અને પતિ છે, પછી મારે બીજું શું જોઈએ છે. સૌથી અગત્યની વાત એ છે કે અલ્લાહ મારી દરેક રીતે રક્ષા કરી રહ્યા છે અલ્હામદુલ્લાહ અને મેં મારો અભ્યાસ પૂરા કર્યા છે તો શું આ કોઈ વિન-વિનની સિચ્યુએશન નથી?’

 

સના ખાનનો જન્મ 1987માં મુંબઈના ધારાવીમાં થયો હતો. તેમના પિતા કન્નુરના મલયાલી મુસ્લિમ છે. તેમની માતા સઈદા મુંબઈની રહેવાસી છે. સનાએ પોતાનો પ્રારંભિક અભ્યાસ મુંબઈથી કર્યો હતો. તેમણે પોતાની કારકિર્દીની શરૂઆત જાહેરાત ફિલ્મોથી કરી હતી. સનાએ હિન્દી સિવાય તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ ભાષાઓની ફિલ્મોમાં કામ કર્યું છે.

 

વર્ષ 2005માં સના ખાને ઓછી બજેટની એડલ્ટ ફિલ્મ ‘યહી હૈ હાઈ સોસાયટી’ થી ડેબ્યુ કર્યું હતું. આ સાથે તે ટીવી જાહેરાતોમાં વ્યસ્ત હતી. તેમણે ‘બોમ્બે ટુ ગોવા’, ‘ધન ધના ધન ગોલ’ ફિલ્મોમાં સ્પેશિયલ અપીયરન્સ આપી હતી.

 

આ પણ વાંચો: તમને પણ લાગ્યુંને કે આ Shahrukh Khan છે! હમશક્લ ઈબ્રાહિમ કાદરીને જોઈને ચાહકો હેરાન

Next Article