સલમાન ખાનની ‘ટાઈગર 3’ ફિલ્મનું શૂટિંગ રદ,ફિલ્મના મેકર્સે આ કારણે લીધો નિર્ણય

|

Jan 07, 2022 | 2:21 PM

ડિસેમ્બરમાં રણબીર કપૂર, કાર્તિક આર્યન અને રણવીર સિંહ સહિતના સ્ટાર દિલ્હીમાં પોતાની ફિલ્મોનું શૂટિંગ કરી રહ્યા હતા, જો કે હવે કોવિડ પરિસ્થિતિને કારણે આ શૂટિંગ બંધ કરવામાં આવ્યુ છે.

સલમાન ખાનની ટાઈગર 3 ફિલ્મનું શૂટિંગ રદ,ફિલ્મના મેકર્સે આ કારણે લીધો નિર્ણય
Salman Khan (File Photo)

Follow us on

Tiger 3 Shoot: ઓમિક્રોન (Omicron) અને કોવિડ-19ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને YRF (Yashraj Films)એ સલમાન ખાનની ટાઈગર 3નું શૂટિંગ શેડ્યૂલ રદ કરવાની જાહેરાત કરી છે. તમને જણાવી દઈએ કે આ શૂટિંગ દિલ્હીમાં (Delhi) થવાનું હતુ,પરંતુ દિલ્હીમાં વધતા કોરોના સંક્રમણને કારણે સ્થિતિ વણસી હોવાથી મેકર્સે આ નિર્ણય લીધો છે.

ડિસેમ્બર મહિનામાં રણબીર કપૂર, કાર્તિક આર્યન અને રણવીર સિંહ દિલ્હીમાં પોતપોતાની ફિલ્મોનું શૂટિંગ કરી રહ્યા હતા, પરંતુ કોવિડ કેસના (Covid Case) વધતા સંક્રમણને ધ્યાનમાં રાખીને આ શૂટિંગ બંધ કરવામાં આવ્યા છે. રણવીર-આલિયાની ફિલ્મ રોકી અને પિંકીની લવસ્ટોરી બાદ હવે સલમાનની ફિલ્મ ટાઈગર 3નું (Tiger-3) શૂટિંગ સ્થગિત કરવામાં આવ્યુ છે.

દિલ્હીમાં કોરોના વિસ્ફોટ થતાં શૂટિંગ રદ

સુપરસ્ટાર સલમાન ખાન અને કેટરિના કૈફની ઓલ ટાઈમ બ્લોકબસ્ટર જોડી મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘ટાઈગર 3’માં ફરી એકવાર સાથે જોવા મળશે. મળતી માહિતી અનુસાર બંને ટાઈગર 3ના શૂટિંગ શેડ્યૂલ માટે દિલ્હી (Film Shooting) જવાના હતા, જ્યાં ફિલ્મનું મોટાભાગનું શૂટિંગ થવાનું હતું. જો કે યશરાજ ફિલ્મ્સે નવી દિલ્હી સહિત સમગ્ર ભારતમાં ઓમિક્રોનના ખતરા અને કોવિડ-19ના કેસોમાં થતાં વધારાને ધ્યાનમાં રાખીને આ શૂટિંગ શેડ્યૂલ મુલતવી રાખ્યુ છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

12 જાન્યુઆરીથી શૂટિંગ થવાનું હતુ

વધતા કોરોના સંક્રમણ અને ઓમિક્રોનના ખતરાને કારણે ધ્યાનમાં રાખીને મેકર્સ દ્વારા આવકારદાયક નિર્ણય લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે નવી દિલ્હી સહિત સમગ્ર ભારતમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે, ત્યારે 12 જાન્યુઆરીથી શરૂ થનાર આ ફિલ્મનું 15 દિવસનું શુટિગ શેડ્યૂલ હાલ પૂરતુ મુલતવી રાખવામાં આવ્યુ છે.

ટાઈગર 3 હશે શાનદાર

ટાઈગર 3ની ટીમે વિશ્વભરના ઘણા શહેરોનો પ્રવાસ કર્યો છે, કારણ કે આ એક્શન સ્પેક્ટેકલ ફિલ્મની ત્રીજી સિરીઝમાં ટાઈગર અને ઝોયા તેમના સૌથી ખતરનાક મિશનમાં જોવા મળશે.દિગ્દર્શક મનીષ શર્મા અને YRF આ ફિલ્મના શૂટિંગ શેડ્યૂલને શાનદાર રીતે પૂર્ણ કરવામાં કોઈ કસર છોડવા માગતા નથી. તેથી જ વધતા કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને દિગ્દર્શક દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

આ પણ વાંચો : હોલીવુડ ઈન્ડસ્ટ્રીને મોટી ખોટ : સુપ્રસિદ્ધ લેખક-દિગ્દર્શક Peter Bogdanovich નું 82 વર્ષની વયે થયુ નિધન

આ પણ વાંચો : બિપાશા બાસુનો મૂડ ખરાબ પોતાના જન્મદિવસ પર ખાસ પ્લાનિંગ કર્યું, કોવિડે બર્થડે સેલિબ્રેશન બગાડ્યું

Next Article