Salman khan Death Threat Case : સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ પોલીસે 3 આરોપીની કરી ધરપકડ

|

Jun 06, 2022 | 3:02 PM

મીડિયા રિપોર્ટ્સમાંથી મળેલી માહિતી અનુસાર, અભિનેતા સલમાન ખાન (Salman khan)ને મળેલી ધમકીના સંદર્ભમાં દિલ્હી પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી છે.

Salman khan Death Threat Case : સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ પોલીસે 3 આરોપીની કરી ધરપકડ
સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકી આપનારની ધરપકડ કરાઈ
Image Credit source: File Photo

Follow us on

Salman khan Death Threat Case :બોલીવુડ અભિનેતા સલમાન ખાન(Salman khan)ને મળેલી ધમકીના મામલામાં દિલ્હી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે ધમકીના કેસમાં સોમવારે નવી મુંબઈથી ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. મીડિયા રિપોર્ટ્સમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર, ત્રણેય આરોપીઓ નવી મુંબઈના વાશીમાં રહેતા હતા. ત્રણ આરોપીઓ રજત જાટ, સુમિત બિથોડી અને અમિત છોટાએ અભિનેતા સલમાન ખાન અને તેના પિતા સલીમ ખાન (Salim Khan)ને ધમકી આપતો પત્ર લખ્યો હતો. સલીમ ખાન અને સલમાન ખાનને મળેલા આ પત્રમાં લખવામાં આવ્યું છે કે, તેમની હાલત પણ સિદ્ધુ મુસેવાલા જેવી જ હશે. હાલમાં આ ત્રણેય આરોપીઓને દિલ્હી પોલીસે (Delhi Police)કસ્ટડીમાં લીધા છે અને તેમની પૂછપરછ ચાલી રહી છે.

CBIની ટીમ સલમાન ખાનના ઘરની બહાર

આ પત્રમાં લખવામાં આવ્યું હતું કે, ‘સલમાન ખાનનું પણ સિદ્ધુ મુસેવાલા (Sidhu Musewala) જેવું જ ભાગ્ય થશે,પત્રને ગંભીરતાથી લેતા મહારાષ્ટ્રના ગૃહ મંત્રાલયે સલમાન ખાનની સુરક્ષા વધારવાનો નિર્ણય કર્યો છે. સીબીઆઈની ટીમ આજે એટલે કે સોમવારે અભિનેતાના ઘરે પહોંચી હતી અને મામલાની તપાસ કરી હતી.

સલીમ ખાનને આ પત્ર રવિવારે  7 થી 8 વાગ્યાની આસપાસ મળ્યો હતો. તાજેતરમાં, પંજાબી ગાયક અને રેપર સિદ્ધુ મૂસેવાલાની ગોળીઓ ચલાવીને હત્યા કરવામાં આવી હતી. સિદ્ધુ મુસેવાલાની હત્યા બાદ પંજાબી ઈન્ડસ્ટ્રી ઉપરાંત હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી પણ સંકટમાં છે. અને હવે જ્યારે સલમાન ખાનના નામે જાનથી મારી નાખવાની ધમકી આપતો પત્ર આવ્યો છે, ત્યારથી તેના ચાહકો ખૂબ નારાજ થઈ ગયા છે.

લોરેન્સ બિશ્નોઈનું આગામી નિશાન સલમાન ખાન

સિદ્ધુ મુસેવાલાના દુઃખદ મૃત્યુ પછી, એવા અહેવાલો આવ્યા હતા કે લોરેન્સ બિશ્નોઈનું આગામી નિશાન સલમાન ખાન છે. જેના કારણે હવે પોલીસની ટીમ લોરેન્સ બિશ્નોઈ અને બિશ્નોઈ ગેંગ પર પણ નજર રાખી રહી છે. જો કે, સલમાન ખાન હજુ પણ સંપૂર્ણ રીતે પોલીસની દેખરેખમાં છે

Next Article