Saina Movie Trailer Out: મહિલા દિવસ પર આવ્યું Parineeti Chopraની ફિલ્મનું ટ્રેલર

|

Mar 09, 2021 | 12:56 PM

વર્ષ 2021 ની શરુઆત પરિણીતી માટે સારી રહી. તેની પાસે સાયના સહિત પ્રથમ ક્વાર્ટરમાં 3 ફિલ્મો થઈ જશે. આ વર્ષે તેમની પહેલી ફિલ્મ ધ ગર્લ ઓન ધ ટ્રેન છે જે 26 ફેબ્રુઆરીએ નેટફ્લિક્સ પર સ્ટ્રીમ કરવામાં આવી હતી.

Saina Movie Trailer Out: મહિલા દિવસ પર આવ્યું Parineeti Chopraની ફિલ્મનું ટ્રેલર
Parineeti chopra

Follow us on

ચેમ્પિયન બેડમિંટન ખેલાડી સાયના નેહવાલની બાયોપિક સાઇનાનું ટ્રેલર રિલીઝ કરવા માટે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસથી વધુ સારો માકો શું હોય શકે. સાયનાની વાર્તામાં હાર, જીત, હિંમત અને જુસ્સા બધુ છે, જેનો સંદેશ આપવા માટે મહિલા દિવસ ઉજવવામાં આવે છે. આ ફિલ્મમાં પરિણીતી ચોપરા સાયનાની ભૂમિકામાં છે. અમોલ ગુપ્તે દિગ્દર્શિત આ ફિલ્મ 26 માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે.

પરિણીતીએ સોશિયલ મીડિયા પર ટ્રેલર શેર કર્યું હતું અને લખ્યું હતું- સાઇના. આ મહિલા દિવસ પર તમારી વચ્ચે સાયનાને રાખવાનો મને ગર્વ છે. 26 માર્ચે થિયેટરોમાં. જણાવી દઈએ કે સાઇનામાં સાયના નેહવાલના કોચ પી ગોપીચંદનું પાત્ર માનવ કૌલ ભજવી રહ્યો છે. શુભ્રા જ્યોતિ બરાત અને મેઘના મલિક સાયનાનાં માતા-પિતાની ભૂમિકા નિભાવે છે. ટ્રેલરની શરુઆત નન્હી સાયના બેડમિંટન એકેડમીમાં પ્રવેશ સાથે થાય છે.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

 

આ વર્ષે પરિણીતીની બીજી રિલીઝ થિયેટરોમાં થશે. આ પહેલા પરિણીતી યશરાજ બેનરની ફિલ્મ સંદીપ અને પિંકી ફરારમાં જોવા મળશે, 19 માર્ચે થિયેટરોમાં રિલીઝ થવાની છે. જેમા તે અર્જુન કપૂર સાથે જોવા મળશે.

વર્ષ 2021 ની શરુઆત પરિણીતી માટે સારી રહી. સાયના સહિત પ્રથમ ક્વાર્ટરમાં તેમની પાસે 3 ફિલ્મો થઈ જશે. આ વર્ષે તેમની પહેલી ફિલ્મ ધ ગર્લ ઓન ધ ટ્રેન છે, જેને 26 ફેબ્રુઆરીએ નેટફ્લિક્સ પર સ્ટ્રીમ કરવામાં આવી છે. પરિણીતી છેલ્લે 2019 માં સ્ક્રીન પર જોવા મળી હતી. અક્ષય કુમારની ફિલ્મ કેસરીમાં તેણીની ખાસ ભૂમિકા હતી, જ્યારે તે સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે જબરિયા જોડી જોડીમાં જોવા મળી હતી.

તમને જણાવી દઈએ કે, શ્રદ્ધા કપૂર પહેલા સાઇનામાં મુખ્ય ભૂમિકા નિભાવનાર હતી, પરંતુ થોડા સમયની તાલીમ લીધા પછી શ્રદ્ધાએ ફિલ્મમાંથી બહાર નીકળી ગઈ. તેમની વ્યસ્તતાનું કારણ બતાવામાં આવ્યું હતું.

Published On - 12:39 pm, Tue, 9 March 21

Next Article