RRR Box Office Collection Day 14 : SS રાજામૌલીની ફિલ્મ 1,000 કરોડનું કલેક્શન કરશે, જ્હોન અબ્રાહમનો ‘એટેક’ શાંત રહ્યો

|

Apr 08, 2022 | 6:42 PM

જુનિયર એનટીઆર અને રામચરણની ફિલ્મ માત્ર 12 દિવસમાં 900 કરોડ (RRR બોક્સ ઓફિસ કલેક્શન)ને પાર કરી ગઈ છે અને હવે ટૂંક સમયમાં જ ફિલ્મનું કલેક્શન 1000 કરોડ સુધી પહોંચી જશે.

RRR Box Office Collection Day 14 : SS રાજામૌલીની ફિલ્મ 1,000 કરોડનું કલેક્શન કરશે, જ્હોન અબ્રાહમનો એટેક શાંત રહ્યો
SS રાજામૌલીની ફિલ્મ 1000 કરોડનું કલેક્શન કરશે, જ્હોન અબ્રાહમનો 'એટેક' શાંત રહ્યો
Image Credit source: instagram

Follow us on

RRR Box Office Collection Day 14 : એસએસ રાજામૌલી (SS Rajamouli)ની આરઆરઆરએ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી છે. આ આ ફિલ્મની સામે અન્ય તમામ ફિલ્મોનું કલેક્શન ફિક્કું લાગે છે. જુનિયર એનટીઆર અને રામચરણની ફિલ્મ માત્ર 12 દિવસમાં 900 કરોડ (RRR Box Office Collection)ને પાર કરી ગઈ છે અને હવે ટૂંક સમયમાં જ ફિલ્મનું કલેક્શન 1000 કરોડ સુધી પહોંચી જશે. તમને જણાવી દઈએ કે, પહેલા અઠવાડિયામાં જ ફિલ્મ RRRએ કમાણીના મામલામાં ગતિ પકડી હતી. જોકે, બીજા સપ્તાહમાં પણ ફિલ્મે સારી કમાણી કરી હતી.

હિન્દી વર્ઝનની વાત કરીએ તો ઘરેલુ બોક્સ ઓફિસ પર RRRનું કલેક્શન 200 કરોડને પાર કરી ગયું છે, જ્યારે અન્ય ભાષાઓનું વિશ્વવ્યાપી ગ્રોસ કલેક્શન આગામી થોડા દિવસોમાં 1000 કરોડ સુધી પહોંચી જશે. એટલે કે એમ કહી શકાય કે આ ફિલ્મ માટે ત્રીજું અઠવાડિયું ઘણું મહત્વનું છે. જો RRA આ ઝડપ સાથે દરરોજ કમાણી ઉમેરતું રહેશે, તો એસએસ રાજામૌલીની આ ફિલ્મને 1000 કરોડને સ્પર્શતા કોઈ રોકી શકશે નહીં.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

અહીં જુઓ RRRએ બંનેઅઠવાડિયામાં કેટલી કમાણી કરી

હિન્દી વર્ઝનમાં ફિલ્મે શરૂઆતના સપ્તાહમાં 132 કરોડ 59 લાખ રૂપિયાની કમાણી કરી હતી. બીજા સપ્તાહમાં ફિલ્મ RRRએ કુલ 76 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આવી સ્થિતિમાં, બે અઠવાડિયાની અંદર, ફિલ્મ RRRએ 208 કરોડ 59 લાખ રૂપિયા એકઠા કર્યા.

તમને જણાવી દઈએ કે, એસએસ રાજામૌલીની ફિલ્મે બીજા સપ્તાહના શુક્રવારે 13 કરોડ 50 લાખ રૂપિયાની કમાણી કરી હતી. ફિલ્મે શનિવારે 18 કરોડનું કલેક્શન કર્યું હતું. રવિવારે 7 કરોડનો બિઝનેસ થયો હતો. બુધવારે ફિલ્મે 5 કરોડ 50 લાખનો બિઝનેસ કર્યો હતો. ગુરુવારે RRRએ 5 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

‘એટેક’ની શું હાલત છે

RRRના બોક્સ ઓફિસ કલેક્શનને જોઈને ઉજવણીનો માહોલ બનાવવામાં આવી રહ્યો છે, તો બીજી તરફ જોન અબ્રાહમની ફિલ્મ એટેક પાર્ટ 1ના કલેક્શનને લઈને સ્થિતિ વણસી ગઈ છે. આ ફિલ્મ પહેલા અઠવાડિયે ખૂબ જ ‘વીક’ રહી હતી. ફિલ્મે 15 કરોડનો બિઝનેસ કર્યો હતો. આ ફિલ્મ વિશે એવી અપેક્ષાઓ હતી કે જ્હોનની ફિલ્મે પહેલા દિવસે ઓછામાં ઓછો 20 કરોડનો બિઝનેસ કરવો જોઈએ. પરંતુ પાવર પેક્ડ ફિલ્મ હોવાનો દાવો કરતી ફિલ્મ ‘એટેક’ પહેલા અઠવાડિયામાં પણ 20 કરોડનું કલેક્શન કરી શકી નથી.

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

આ પણ વાંચો : Ukraine War: રશિયાને દર વર્ષે 4.4 અરબ ડોલરનું નુકસાન થશે, બળવા પછી યુરોપિયન યુટર્ન, કોલસાની આયાત સહિતના નવા પ્રતિબંધો લાદશે

Next Article