RRR Box Office Collection Day 11: અમેરિકામાં વાગ્યો ‘RRR’નો ડંકો, આમિર ખાનની ફિલ્મને પાછળ છોડી દીધી

|

Apr 05, 2022 | 2:29 PM

ડિરેક્ટર એસએસ રાજામૌલીની ફિલ્મ 'RRR'ની સફળતાની ઉજવણી શરૂ થઈ ગઈ છે. ફિલ્મ 'RRR'ની કમાણીનો ડંકો સાત સમંદર પાર અમેરિકા સુધી વાગી રહી છે. ત્યાં આ ફિલ્મે આમિર ખાનની ફિલ્મ 'દંગલ'ને પાછળ છોડી દીધી છે.

RRR Box Office Collection Day 11: અમેરિકામાં વાગ્યો RRRનો ડંકો, આમિર ખાનની ફિલ્મને પાછળ છોડી દીધી
અમેરિકામાં વાગ્યો 'RRR'નો ડંકો ફિલ્મે આમિર ખાનની ફિલ્મને પાછળ છોડી દીધી
Image Credit source: Instagram

Follow us on

RRR Box Office Collection Day 11: ફિલ્મ ‘RRR‘ના સ્ટાર્સ બુધવારે એક ભવ્ય જલસા માટે મુંબઈ (Mumbai)માં ભેગા થયા હતા. આ પાર્ટીમાં હિન્દી સિનેમા (Hindi cinema)ની તમામ પ્રતિષ્ઠિત હસ્તીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. ફિલ્મ સ્થાનિક બોક્સ ઓફિસ (Box office) પર પણ સારો દેખાવ કરી રહી છે. સોમવારના અંદાજિત કલેક્શન અનુસાર, ફિલ્મે હવે 636 કરોડ રૂપિયાની ચોખ્ખી કમાણી કરી લીધી છે.

રામ ચરણની 41 દિવસની અયપ્પા પૂજાની સાધના ફળદાયી જણાય છે. રામ ચરણે ફિલ્મ ‘RRR’ની સફળતા માટે પૂછ્યું હતું અને ફિલ્મનું હિન્દી વર્ઝન 200 કરોડના આંકડાને પાર કરી રહ્યું હોવાની માહિતી મળતાં જ તે મુંબઈ પહોંચી ગયો હતો અને બાંદ્રાના એક થિયેટરમાં અયપ્પાના કપડાં પહેરીને દર્શકો પાસે પહોંચ્યો હતો.

અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરનાર ભારતીય ફિલ્મ

બીજી તરફ અમેરિકાથી મળેલી માહિતી મુજબ ફિલ્મ ‘RRR’એ કમાણીના મામલામાં આમિર ખાનની ફિલ્મ ‘દંગલ’ને પાછળ છોડી દીધી છે. રાજામૌલીની ફિલ્મ ‘બાહુબલી 2’, જેણે 20.5 મિલિયનની કમાણી કરી છે, તે અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરનાર ભારતીય ફિલ્મ છે. આ પછી, અત્યાર સુધી આમિર ખાનની ફિલ્મ ‘દંગલ’ એ સ્થાન પર છે જેણે 12.37 મિલિયનની કમાણી કરી છે. હવે રાજામૌલીની ફિલ્મ ‘RRR’ 12.5 મિલિયન ડોલરની કમાણી કરીને આ સ્થાન પર પહોંચી છે. ‘દંગલ’ હવે ત્રીજા નંબર પર છે. દીપિકા પાદુકોણની પદ્માવત હવે 12.16 મિલિયન સાથે યુએસ બોક્સ ઓફિસ પર સૌથી વધુ કમાણી કરનાર પાંચ ફિલ્મોમાં ચોથા નંબરે છે અને આમિર ખાનની PK 8.5 મિલિયન સાથે પાંચમા ક્રમે છે.

અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે

1 દંગલ 12.37 મિલિયન

2 સિક્રેટ સુપરસ્ટાર 140 મિલિયન

3 બજરંગી ભાઈજાન 80.4 મિલિયન

4 પદ્માવત, 12.16 મિલિયન

5  PK 8.5 મિલિયન

 6 બાહુબલી 2: ધ કન્ક્લુઝન 54.1 મિલિયન

7 રાજામૌલીની ફિલ્મ ‘RRR’ 12.5 મિલિયન ડોલર

ઘરેલું બોક્સ ઓફિસ પર રિલીઝના 10માં દિવસે બીજા રવિવાર સુધી 618 કરોડ રૂપિયાની ચોખ્ખી કમાણી કરનાર ફિલ્મ ‘RRR’એ રિલીઝના 11માં દિવસે એટલે કે બીજા રવિવારે પણ સારું કલેક્શન કર્યું હતું.

.

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

આ પણ વાંચો   : Pakistan Political Turmoil: પાકિસ્તાનમાં ત્રણ મહિનામાં ચૂંટણી યોજવી મુશ્કેલ, ચૂંટણી પંચે જણાવ્યું કે કેટલો સમય લાગશે

Next Article