ઋષિ કપૂરના નાના ભાઈ રાજીવ કપૂરનું અવસાન, ફિલ્મ જગતમાં શોકનું વાતાવરણ

|

Feb 09, 2021 | 2:27 PM

રાજીવ કપૂર ચેમ્બુરમાં તેમના ઘરે હતા ત્યારે તેમને હાર્ટ એટેક આવ્યો. બાદમાં તેમને રણબીર કપૂર અને પરિવારના બાકીના સભ્યો હોસ્પિટલ લઈ ગયા.

ઋષિ કપૂરના નાના ભાઈ રાજીવ કપૂરનું અવસાન, ફિલ્મ જગતમાં શોકનું વાતાવરણ
રાજીવ કપૂરનું અવસાન

Follow us on

અભિનેતા રણધીર કપૂર અને ઋષિ કપૂરના નાના ભાઈ રાજીવ કપૂરનું નિધન થયું છે. તેઓ 58 વર્ષના હતા. મળેલી માહિતી અનુસાર હાર્ટ એટેકને કારણે તેમનું મૃત્યુ થયું. રાજીવ કપૂર ચેમ્બુરમાં તેમના ઘરે હતા ત્યારે તેમને હાર્ટ એટેક આવ્યો. બાદમાં તેમને રણબીર કપૂર અને પરિવારના બાકીના સભ્યો તાત્કાલિક ઇનલેક્સ હોસ્પિટલ લઈ ગયા. પરંતુ ત્યાં ડોક્ટરોએ તેઓને મૃત જાહેર કર્યા.

રાજીવ કપૂરે એક વાગ્યે લીધા અંતિમ શ્વાસ
ગયા વર્ષે જ ઋષિ કપૂરનું કેન્સરના કારણે મૃત્યુ થયું હતું. એ આઘાતથી કુટુંબ હજુ ઉભર્યું પણ નહોતું. અને એટલામાં ફરીથી કપૂર ફેમીલી પર દુખના પહાડ તૂટી પડ્યા છે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

ઋષિ કપૂરની પત્ની નીતુ કપૂરે શેર કરી તસ્વીર
નીતુ કપૂરે એના સોશિયલ મીડિયામાં તસવીર શેર કરીને રાજીવ કપૂરના નિધનની પુષ્ટિ કરી છે.

 

 

અદ્દભુત રહી ફિલ્મી સફર
રાજીવ કપૂર અભિનેતા, નિર્માતા અને દિગ્દર્શક હતા. તેઓએ 1983 માં ફિલ્મ “એક જાન હૈ હમ”થી ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. ફિલ્મ ‘રામ તેરી ગંગા મૈલી’ માં મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા. આ ફિલ્મને ખુબ સફળતા મળી હતી. આ સિવાય તેઓ ઘણી વધુ મોટી ફિલ્મો આસમાન (1984), લવ્વર બોય (1985), જબરદસ્ત (1985) અને હમ તો ચલે પરદેસ (1988) જેવી ફિલ્મોમાં અભિનય કર્યો હતો.

આ ઉપરાંત રાજીવ કપૂર દ્વારા બનાવવામાં આવેલી ફિલ્મોમાં આ અબ લૌટ ચેલે (1999), પ્રેમગ્રંથ (1996) અને Henna (1991) નો સમાવેશ થાય છે. પ્રેમગ્રંથનું નિર્દેશન પણ રાજીવ કપૂરે કર્યું હતું.

Next Article