Rishi Kapoorની અધુરી ફિલ્મ Paresh Rawal પૂર્ણ કરશે

|

Jan 16, 2021 | 3:42 PM

ઋષિજી મૃત્યુ પહેલા 'શર્માજી નમકીન' ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા હતા. ફિલ્મમાં તેમનું થોડા દિવસોનું કામ બાકી હતું, જેને પરેશ રાવલે આ ફિલ્મનું કામ પૂર્ણ કરવાની તૈયારી દર્શાવી છે.

Rishi Kapoorની અધુરી ફિલ્મ Paresh Rawal પૂર્ણ કરશે
ઋષિ કપુરની અધુરી ફિલ્મ પરેશ રાવલ પૂર્ણ કરશે

Follow us on

હિન્દી સિનેમાના અભિનેતા ઋષિ કપૂર લગભગ 20 વર્ષ કેન્સર સામે લડ્યા બાદ 2020 માં અવસાન થયું હતું. તેમના મૃત્યુ પહેલા ઋષિજી ‘શર્માજી નમકીન’ ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા હતા. ફિલ્મમાં તેમનું થોડા દિવસોનું કામ બાકી હતું, જેને પરેશ રાવલે આ ફિલ્મનું કામ પૂર્ણ કરવાની તૈયારી દર્શાવી છે.

‘શર્માજી નમકીન’ આ વર્ષે 4 સપ્ટેમ્બરે ઋષિ કપૂરની જન્મજયંતિ પર રિલીઝ થનાર છે. આ ફિલ્મમાં પરેશ એ જ પાત્ર ભજવશે, જે ઋષિ કપૂર ભૂમિકા નિભાવી રહ્યો હતો. ફિલ્મના નિર્માતા હની ત્રેહને મિડિયામાં કહ્યું હતું કે ફિલ્મ પૂર્ણ કરવા માટે વીએફએક્સની સાથે વિશેષ તકનીકનો ઉપયોગ કરાશે. આ માટે કેટલાક વીએફએક્સ સ્ટુડિયો સાથે વાટાઘાટો ચાલી રહી છે. તેણે કહ્યું કે માત્ર ચાર દિવસનું કામ બાકી છે. ફિલ્મના મોટાભાગના ભાગોનું શૂટિંગ ગયા વર્ષે જાન્યુઆરીમાં પૂર્ણ થયું હતું. તેની બહેન ઋતુ નંદાના મૃત્યુ પછી તરત જ ઋષિએ ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દીધું હતું. આ ફિલ્મનું નિર્માણ રીતેશ સિધવાણી અને ફરહાન અખ્તર દ્વારા કરવામાં આવ્યું છે, જ્યારે દિગ્દર્શક હિતેશ ભાટિયાનું છે

2020 માં ઋષિ કપૂરનું એપ્રિલ મહિનામાં અવસાન થયું હતું, જ્યારે દેશમાં કોરોના વાયરસ પેનેડેમિક પૂરજોશમાં હતો. પેનેડેમિકને કારણે ઋષિજીની અંતિમ યાત્રા નિકળી શકી ન હતી. તેમના મૃત્યુના દિવસે જ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા, જેમાં ફક્ત 24 લોકોને જ હાજર રહેવાની મંજૂરી આપવામાં આવી હતી. ઋષિની પુત્રી રિદ્ધિમા પણ અંતિમ સંસ્કારમાં ભાગ લઈ શકી ન હતી. 2019 માં રિલીઝ થયેલી ફિલ્મ ‘ધ બોડી’માં ઋષિ છેલ્લે પોલીસ અધિકારીની ભૂમિકામાં જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં ઇમરાન હાશ્મીની મુખ્ય ભૂમિકા હતી.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

 

 

Next Article