Maha Kumbh 2021: કુંભના શાહી સ્નાનનો વિડીયો જોઈ રિચા ચઢ્ઢા થઇ ગુસ્સે, મહાકુંભ વિશે કહી આ વાત

|

Apr 13, 2021 | 1:19 PM

રિચા ચઢ્ઢા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. રિચા દરેક સામાજિક અને રાજકીય મુદ્દા પર ખુલીને બોલે છે. અભિનેત્રીએ ફરી એકવાર હરિદ્વારમાં ચાલી રહેલા મહાકુંભ પર ટિપ્પણી કરી છે.

Maha Kumbh 2021: કુંભના શાહી સ્નાનનો વિડીયો જોઈ રિચા ચઢ્ઢા થઇ ગુસ્સે, મહાકુંભ વિશે કહી આ વાત
રિચા ચઢ્ઢા મહાકુંભ પર ગુસ્સે

Follow us on

દેશમાં કોરોના વાયરસનો પ્રકોપ ઝડપથી ફેલાઇ રહ્યો છે. કોરોના વાયરસ રોગચાળાની બીજી લહેર ચાલી રહી છે અને આ લહેર પહેલા કરતા વધુ જોખમી છે આ વખતે આ લહેરમાં યુવાનો સૌથી વધુ સંક્રમિત થઇ રહ્યા છે. હવે બોલીવુડથી માંડીને ટીવી સેલેબ્સ કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે. આ દરમિયાન અભિનેત્રી રિચા ચઢ્ઢાએ કોરોના વાયરસ રોગચાળાને લગતો એક વીડિયો ફેંસ સાથે શેર કર્યો છે.

રિચા ચઢ્ઢા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. રિચા દરેક સામાજિક અને રાજકીય મુદ્દા પર ખુલીને બોલે છે. અભિનેત્રીએ ફરી એકવાર હરિદ્વારમાં ચાલી રહેલા મહાકુંભ પર ટિપ્પણી કરી છે.

રિચાએ ટ્વીટ કર્યું

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

રિચાએ એક ન્યૂઝ ચેનલનો વિડીયો શેર કર્યો છે. જે વીડિયોમાં હજારો લોકોની ભીડ એક સાથે જોવા મળી રહી છે. આ વીડિયોને અભિનેત્રીએ ટ્વિટર પર શેર કર્યો છે. આ વીડિયો હરિદ્વારમાં ચાલી રહેલા મહાકુંભ દરમિયાનનો છે. આ વિડિઓમાં, તમે જોઈ શકશો કે શાહી સ્નાન પહેલાં લોકો અનેક અહીં ભેગા થયા હતા.

આ વીડિયો પર ટિપ્પણી કરતાં રિચાએ મહાકુંભને મહામારી ફેલાવાની ઇવેન્ટ કહી હતી. તેણે પોતાના ટ્વિટમાં લખ્યું હતું કે, “સુપર સ્પ્રેડર ઇવેન્ટ.” જ્યારે રિચાના આ ટ્વિટ પર કેટલાક લોકો તેનું સમર્થન કરી રહ્યા છે, તો કેટલાક લોકો આ અંગે રિચાને પણ નિશાન બનાવી રહ્યા છે. ઘણા લોકોને રિચાની આ ટિપ્પણી પસંદ નથી આવી. પરંતુ અત્યારે અભિનેત્રીનું આ ટ્વિટ સોશિયલ મીડિયામાં ઝડપથી છવાઈ રહ્યું છે. આ અંગે ઘણી કોમેન્ટ કરવામાં આવી રહી છે.

નિયમોનું ઉલ્લંઘન

આ વીડિયો એક ન્યૂઝ ચેનલની ક્લિપ છે, જેમાં કહેવામાં આવ્યું છે કે શાહી સ્નન પ્રસંગે એક લાખ ભક્તો ગંગા નદીના કાંઠે ઉભા છે અને આ બધા લોકો કોરોના વાયરસ રોગચાળાના નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા છે.

હિન્દી પંચાંગ મુજબ આજે 12 એપ્રિલ 2021 છે અને આજના દિવસે ચૈત્ર મહિનાના કૃષ્ણ પક્ષની અમાવસ તિથી છે. સોમવાર હોવાથી આજે સોમવતી અમાવસ્યા છે. આવી સ્થિતિમાં કુંભમાં આજે બીજો શાહી સ્નાન હતું. હજારો ભક્તો તેમાં ઉમટી પડ્યા હતા.

 

આ પણ વાંચો: પશ્ચિમ બંગાળમાં ચૂંટણી સાથે કોરોનાનું પર જોર વધ્યું , ચિંતાજનક છે કોરોનાના આંકડા, જાણો

આ પણ વાંચો: શક્તિના ઉપાસક છે પીએમ મોદી, બંગાળની ચૂંટણી વચ્ચે 9 દિવસ સુધી કરશે ઉપવાસ

Next Article