Shomu Mukherjee: છૂટાછેડા લીધા વિના જ પત્ની તનુજાથી અલગ રહેવા લાગ્યો સોમુ, અજય દેવગન અને કાજોલના લગ્નનો પણ હતો વિરોધ

હિન્દી સિનેમાના દિગ્દર્શક, નિર્માતા અને લેખક સોમુ મુખર્જીની આજે પુણ્યતિથિ છે. શોમુ મુખર્જીનો જન્મ 19 જૂન 1943ના રોજ જમશેદપુરમાં થયો હતો. બીમારીના કારણે 10 એપ્રિલ 2008ના રોજ તેમનું અવસાન થયું.

Shomu Mukherjee: છૂટાછેડા લીધા વિના જ પત્ની તનુજાથી અલગ રહેવા લાગ્યો સોમુ, અજય દેવગન અને કાજોલના લગ્નનો પણ હતો વિરોધ
kajol and shomu mukherjee
| Edited By: | Updated on: Apr 10, 2022 | 3:04 PM

હિન્દી સિનેમાના દિગ્દર્શક, નિર્માતા અને લેખક સોમુ મુખર્જીની (Shomu Mukherjee) આજે પુણ્યતિથિ છે. શોમુ મુખર્જીએ ઘણી હિટ ફિલ્મો આપી. જેમાં ‘પથ્થર કે ઈન્સાન’, ‘સંગદિલ સનમ’ અને ‘નન્હા શિકારી’ જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. શોમુ મુખર્જીનો જન્મ 19 જૂન 1943ના રોજ જમશેદપુરમાં (Jamshedpur) થયો હતો. બીમારીના કારણે 10 એપ્રિલ 2008ના રોજ તેમનું અવસાન થયું. આજે શોમુ મુખર્જીની પુણ્યતિથિ પર અમે તમને તેમના જીવન સાથે જોડાયેલી કેટલીક વાતો જાણો.

સોમુ મુખર્જી તેમના અસાધારણ કામને કારણે ઈન્ડસ્ટ્રીમાં લોકપ્રિય હતા. તેમણે મુખ્યત્વે બંગાળી સિનેમામાં કામ કર્યું હતું. તેમણે તેમના દિગ્દર્શન અને લેખન માટે ઉદ્યોગમાં ઘણું માન મેળવ્યું હતું. સોમુ મુખર્જીના પિતા શશધર મુખર્જી હિન્દી સિનેમામાં ફિલ્મ નિર્માતા હતા. તે જ સમયે માતા સતી રાણી દેવી અનૂપ કુમાર, અશોક કુમાર અને કિશોર કુમારની એકમાત્ર બહેન હતી.

પત્નીથી રહેતા હતા અલગ

સોમુ મુખર્જી અને તનુજાની મુલાકાત વર્ષ 1972માં ‘એક બાર મુસ્કાન દો’ના સેટ પર થઈ હતી. એક વર્ષના અફેર પછી બંનેએ લગ્ન કરી લીધા. તેમને બે દીકરીઓ કાજોલ અને તનિષા છે. લગ્નના થોડા વર્ષો પછી સોમુ અને તનુજા એકબીજાથી અલગ થઈ ગયા, પરંતુ બંનેએ ક્યારેય છૂટાછેડા લીધા ન હતા.

કાજોલના લગ્નની વિરુદ્ધ હતા

સોમુ મુખર્જી તેમની મોટી દીકરી કાજોલની ખૂબ જ નજીક હતા અને તેઓ ઈચ્છતા ન હતા કે તેમની દીકરી 24 વર્ષની ઉંમરે પરણી જાય. તે કાજોલના અજય દેવગન સાથેના લગ્નની વિરુદ્ધમાં હતા. તેને લગ્નમાં કોઈ સમસ્યા નહોતી, તે માનતા હતા કે કાજોલે લગ્ન પહેલા વધુ કામ કરવું જોઈએ. જો કે તનુજાએ કાજોલને સપોર્ટ કર્યો અને એક નાનકડા સમારંભમાં અજય અને કાજોલે લગ્ન કરી લીધા.

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

આ પણ વાંચો: Ram Navami: રામ નવમીએ ‘લંકેશ’ નો ખાલીપો વર્તાયો, રાવણ નુ પાત્ર ભજવનાર અરવિંદ ત્રિવેદી આ દીવસે રામની પૂજા કરી માફી માંગતા

આ પણ વાંચો: Knowledge: મા કાલીનું એવું મંદિર, જ્યાં પ્રસાદમાં આપવામાં આવે છે ચાઉમીન અને નૂડલ્સ… જાણો શું છે સંપૂર્ણ વાત