Project Kના અસલી નામનો થયો ખુલાસો, પ્રભાસ, દીપિકા અને અમિતાભને એકસાથે જોઈને યુઝર્સે કહ્યું- બ્લોકબસ્ટર, જુઓ- VIDEO
સાઉથ સ્ટાર પ્રભાસની આગામી ફિલ્મ 'પ્રોજેક્ટ કે'ની પ્રથમ ઝલક ગત દિવસે સાન ડિએગો કોમિક-કોન ખાતે રજૂ કરવામાં આવી છે. મેકર્સે એક મોટી ઈવેન્ટ દરમિયાન ફિલ્મનું અસલી નામ પણ જાહેર કર્યું હતું.
Project K : પાન ઈન્ડિયા સ્ટાર પ્રભાસની આગામી ફિલ્મ ‘પ્રોજેક્ટ K’નું ખરેખર સાચું નામ કઈક અલગ જ છે. ત્યારે હવે તેના નામને લઈને મોટો ખુલાસો થયો છે. તાજેતરમાં, એક પોસ્ટર શેર કરતી વખતે, નિર્માતાઓએ એક પ્રશ્ન લખ્યો હતો કે ‘પ્રોજેક્ટ કે’ શું છે. હવે આ સવાલનો જવાબ મેકર્સ દ્વારા ગત દિવસે સેન ડિએગો કોમિક-કોનમાં આપવામાં આવ્યો છે. તાજેતરમાં એવા સમાચાર આવ્યા હતા કે ‘પ્રોજેક્ટ K’ની પ્રથમ ઝલક 20મી જુલાઈએ USમાં અને 21મી જુલાઈએ ભારતમાં રજૂ કરવામાં આવશે.
શું છે પ્રોજેક્ટ Kનું અસલી નામ?
વચન મુજબ, કમલ હાસને મેકર્સ સાથે સાન ડિએગો કોમિક-કોન ખાતે ‘પ્રોજેક્ટ K’ ની પ્રથમ ઝલક રજૂ કરી. આ સાથે, મેકર્સ અને સ્ટાર્સે પણ તેને પોતપોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યો છે. ‘પ્રોજેક્ટ K’ એટલે કલકી 2898 એડી. ફિલ્મની એક નાની ઝલક ઘણું બધું કહી ગઈ છે. કલકી 2898 એડીમાં પ્રભાસ, અમિતાભ બચ્ચન અને દીપિકા પાદુકોણની ઝલક પણ જોવા મળી હતી.
સાઉથ સ્ટાર પ્રભાસની આગામી ફિલ્મ ‘પ્રોજેક્ટ કે’ની પ્રથમ ઝલક ગત દિવસે સાન ડિએગો કોમિક-કોન ખાતે રજૂ કરવામાં આવી છે. મેકર્સે એક મોટી ઈવેન્ટ દરમિયાન ફિલ્મનું અસલી નામ પણ જાહેર કર્યું હતું.
View this post on Instagram
ફિલ્મમાં કોની કોની ભૂમિકા?
પ્રભાસની ફિલ્મની પહેલી ઝલક જોયા બાદ જે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ફિલ્મની વાર્તા ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય વચ્ચે ગૂંચવાયેલી જોવા મળશે. દીપિકા પાદુકોણ, અમિતાભ બચ્ચન અને પ્રભાસ પણ ભવિષ્યની દુનિયામાં જોવા મળે છે. આ બધાની વચ્ચે પ્રભાસનું નામ કલ્કિ થવા જઈ રહ્યું છે. તમામ સ્ટાર્સને લડવૈયા તરીકે દર્શાવવામાં આવ્યા છે. આ ફિલ્મ આવતા વર્ષે 2024માં રિલીઝ થશે.
તમને જણાવી દઈએ કે, પ્રભાસ, કમલ હાસન અને રાણા દગ્ગુબાતી સેન ડિએગો કોમિક-કોન ઈવેન્ટમાં હાજર રહ્યા હતા. એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે યુએસમાં સ્ક્રીન એક્ટર્સ ગિલ્ડ-અમેરિકન ફેડરેશન ઓફ રેડિયો એન્ડ ટેલિવિઝન આર્ટિસ્ટ્સ (SAG-AFTRA) દ્વારા ચાલી રહેલી હડતાળને કારણે દીપિકા પાદુકોણ આ ઇવેન્ટનો ભાગ બની શકશે નહીં. પ્રોજેક્ટ K સાન ડિએગો કોમિક-કોન (SDCC) 2023માં ડેબ્યૂ કરનાર પ્રથમ ભારતીય ફિલ્મ બની છે.