Song lyrics : કોઈ પણ વ્યક્તિ હોય, જ્યારે કામથી કે કોઈ અન્ય કારણોસર થોડો બ્રેક લેવા ઈચ્છે તો તે સોન્ગ સાંભળતા હોય છે. આજકાલ કોઈ પણ ભાષાના લોકો હોય, તેને બધી ભાષાના સોન્ગ સાંભળવા ગમે છે. જેમ કે, ગુજરાતી, પંજાબી, તેલુગુ, English ગીતો સાંભળતા હોય છે. આ લેખમાં આપણે ગીતના લિરિક્સ એટલે કે તેના લખેલા લિરિક્સ જોઈશું. જેથી આપણે જે ખોટા ઉચ્ચારણ કરતાં હોય તેનાથી બચી શકીએ અને સાચા શબ્દોની સમજ આવે.
આ પણ વાંચો :Barsaat Ki Dhun Song Lyrics : જુબીન નૌટીયાલ દ્વારા ગાવામાં આવેલુ બરસાત કી ધૂનના શબ્દો ગુજરાતીમાં વાંચો
આજે આપણે ગુજરાતી ગીતના લિરિક્સ જોઈશું. રાજા ને રાણી ગીતને પાર્થિવ ગોહિલ અને માનસી પારેખ દ્વારા ગાવવામાં આવેલુ છે. આ ગીતનું મ્યુઝિક આશિત દેસાઈ દ્વારા આપવામાં આવ્યુ છે. જ્યારે આ ગીતના શબ્દો ગૌરવ ધ્રુવ દ્વારા લખવામાં આવેલા છે.
આપણાજ જીવતરની આપણીજ વાર્તામા આપણેજ રાજા ને રાણી
હો આપણાજ જીવતરની આપણીજ વાર્તામા આપણેજ રાજા ને રાણી
ખાધું પીધું ને પછી મોજ કીધી કઈયેં તો થઇ જાતી પરીની કહાની
હો આપણાજ જીવતરની આપણીજ વાર્તામા આપણેજ રાજા ને રાણી
ખાધું પીધું ને પછી મોજ કીધી કઈયેં તો થઇ જાતી પરીની કહાની
હો આપણાજ જીવતરની આપણીજ વાર્તામા આપણેજ રાજા ને રાણી
પરીઓના દેશનું નામ સ્વપ્ન નગરી, એ નગરીના રહેવાસી આપણે
પરીઓના દેશનું નામ સ્વપ્ન નગરી, એ નગરીના રહેવાસી આપણે
ઇચ્છા ના નામ ધરી પસ્તાયા એવા કે સૂકવવા જઇ બેઠા તાપણે
સમજણ ના સીમાડા ઓળંગ્યા બાદ ગાંડાતૂર થઇ કીધી ઉજાણી
હો આપણાજ જીવતરની આપણીજ વાર્તામા આપણેજ રાજા ને રાણી
ખાધું પીધું ને પછી મોજ કીધી કઈયેં તો થઇ જાતી પરીની કહાની
હો આપણાજ જીવતરની આપણીજ વાર્તામા આપણેજ રાજા ને રાણી