Song lyrics : કોઈ પણ વ્યક્તિ હોય, જ્યારે કામથી કે કોઈ અન્ય કારણોસર થોડો બ્રેક લેવા ઈચ્છે તો તે સોન્ગ સાંભળતા હોય છે. આજકાલ કોઈ પણ ભાષાના લોકો હોય, તેને બધી ભાષાના સોન્ગ સાંભળવા ગમે છે. જેમ કે, ગુજરાતી, પંજાબી, તેલુગુ, English ગીતો સાંભળતા હોય છે. આ લેખમાં આપણે ગીતના લિરિક્સ એટલે કે તેના લખેલા શબ્દો જોઈશું. જેથી આપણે જે ખોટા ઉચ્ચારણ કરતાં હોય તેનાથી બચી શકીએ અને સાચા શબ્દોની સમજ આવે.
આ પણ વાંચો : Musafir Jaane Wale Song Lyrics : ફિલ્મ ગદરનું ફેમસ ગીત “મુસાફિર જાને વાલે” ના લિરિક્સ ગુજરાતીમાં વાંચો
આજે આપણે એક ગુજરાતી ગીતના શબ્દો જોઈશું. મન મેળો ગીતના શબ્દો નિરેન ભટ્ટ દ્વારા લખવામાં આવ્યા છે. જ્યારે આ ગીતને જસલીન રોયલ અને સિદ્ધાર્થ અમિત ભાવસાર દ્વારા ગાવામાં આવેલુ છે. જેમાં મલ્હાર ઠાકર અને દીક્ષા જોશી જોવા મળે છે.
જાણે અજાણે એ દોડી આવે રે
જોને પરાણે બધુ ભુલાવે રે
મન મેળો મન મેળો
મન મેળો મન મેળો
જાણે અજાણે એ દોડી આવે રે
જોને પરાણે બધુ ભુલાવે રે
મન મેળો મન મેળો
મન મેળો મન મેળો
હો …જાહોજલાલી છે બિચારા દિલમાં રે
કેવી ખુશાલી છે આ ભોળા દિલ ને રે
સપના… સપના વર્ષે આંખ માં
રેશમી… રેશમી વાતો વાતમાં
મન મેળો મન મેળો
મન મેળો… મેળો
જાણે અજાણે એ દોડી આવે રે
જોને પરાણે પરાણે પરાણે રે
બોલુ નહી ચાલુ નહી વિચારોમાં ભમ્યા કરૂ
ભીની ભીની યાદ કોઇ સાથે લઇ રમ્યા કરૂ
કોઇ ગઝલ બને છે જો નવી સવી રે
ગુલમહોર ખિલે છે જો કે તારા પ્રેમમાં રે
મન મેળો પ્રેમનો
મન મેળો… મન મેળો
જાણે અજાણે એ દોડી આવે રે
જોને પરાણે બધુ ભુલાવે રે
મન મેળો મન મેળો
મન મેળો મન મેળો
Published On - 2:49 pm, Sun, 11 June 23