Raveena Tandon એ ડોનેટ કર્યાં ઓક્સિજન સિલિન્ડર, ચાહકોએ કરી પ્રશંસા

|

May 08, 2021 | 11:25 AM

અભિનેત્રી રવિના ટંડને તેના એક ફાઉન્ડેશનને ઓક્સિજન દાન આપ્યું છે. તેમણે આ માહિતી પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.

Raveena Tandon એ ડોનેટ કર્યાં ઓક્સિજન સિલિન્ડર, ચાહકોએ કરી પ્રશંસા
Raveena Tandon

Follow us on

કોરોના વાયરસની બીજી લહેરને કારણે દેશની આરોગ્ય સેવા અસ્તવ્યસ્ત થઈ ગઈ છે. દરરોજ લાખો લોકો ચેપગ્રસ્ત જોવા મળી રહ્યા છે, સાથે દેશમાં ઓક્સિજનની માંગમાં પણ વધારો થઈ રહ્યો છે. દરમિયાન, ઘણા બોલીવુડ સેલેબ્સ તેમના કોવિડ 19 નાં દર્દીઓ માટે કાર્યરત એનજીઓ અને સરકારી સંસ્થાઓને ઓક્સિજન સિલિન્ડર, દવાઓ, સેનિટાઇઝર અને નાણાકીય ભંડોળ દાન આપીને લોકોને મદદ કરી રહ્યા છે.

હવે એવા અહેવાલો આવી રહ્યા છે કે અભિનેત્રી રવિના ટંડને પોતાના એક ફાઉન્ડેશનને ઓક્સિજન દાન આપ્યું છે. તેમણે આ માહિતી પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. તેમના આ પગલાની સોશિયલ મીડિયા પર ખૂબ પ્રશંસા થઈ રહી છે. ઇન્સ્ટાગ્રામ પર તેમના આ ફોટોને અત્યાર સુધી (સમાચાર લખવાના સમય સુધી) 1 લાખથી વધુ લોકો પસંદ કરી ચૂક્યા છે . વળી, તેમની આ તસવીરો પર બોલિવૂડના સેલેબ્સ કમેન્ટ કરીને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

 

 

 

તાજેતરમાં અભિનેત્રીએ તેમના ઇન્સ્ટાગ્રામ પર ચંદ્રમાની તસવીરો શેર કરી છે. આ તસ્વીરો સાથે તેમણે પોતાના ચાહકોને અપીલ કરી હતી અને પોઝિટિવ અને સુરક્ષિત રહેવાની વાત કરી હતી.

તેમણે ઈંસ્ટાગ્રામ પર આ તસ્વીરો શેર કરતાં લખ્યું કે ‘ ચંદ્ર અત્યારથી રાતના અંધકારમાં ચમકવાની આશા ફેલાવી રહ્યો છે. આવતી કાલે બીજો દિવસ છે જ્યારે યોદ્ધા થાકેલા રાત પછી બીજા દિવસે યુદ્ધના મેદાનમાં પાછા આવશે. દરેક શ્વાસ સાથે આત્માને જીવંત રાખવાનો પ્રયત્ન કરશે. તમારા માટે પ્રાર્થના તમે અને તમારા પ્રિયજનો સુરક્ષિત રહે અને આખરે આ અંધકારને દૂર કરવા માટે સવારની રાહ જુઓ. ‘

બીજી બાજુ, જો આપણે તેમના વર્કફ્રન્ટની વાત કરીએ તો રવિના ખૂબ જ જલ્દી મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘કેજીએફ ચેપ્ટર 2’ માં ટૂંક સમયમાં જોવા મળશે. આ ફિલ્મમાં તે દક્ષિણના સુપરસ્ટાર યશ સાથે મુખ્ય ભૂમિકા નિભાવી રહી છે. આ ફિલ્મમાં યશ અને રવિના ઉપરાંત બોલિવૂડ કલાકારો સંજય દત્ત, શ્રીનિધિ શેટ્ટી, પ્રકાશ રાજ પણ મહત્વની ભૂમિકા નિભાવી રહ્યા છે. ફિલ્મનું દિગ્દર્શન પ્રશાંત નીલે કર્યું છે. આ ફિલ્મ આ વર્ષે 16 જુલાઈએ રિલીઝ થવાની છે.

 

Next Article