Randhir Kapoorનું છલકાયું દુ:ખ, કહ્યું- ‘હું એકલો રહી ગયો છું’ જાણો તેમના મનની વાત

|

Feb 15, 2021 | 12:19 PM

આજે રણધીર કપૂરનો જન્મદિવસ છે. પરંતુ માત્ર રણધીર જ નહીં પરંતુ આખું કપૂર પરિવાર તેમના જન્મદિવસ પહેલા જ ભાઈ રાજીવ કપૂરના નિધનથી દુખમાં ડૂબી ગયો છે

Randhir Kapoorનું છલકાયું દુ:ખ, કહ્યું- હું એકલો રહી ગયો છું જાણો તેમના મનની વાત
Randhi Kapoor

Follow us on

આજે રણધીર કપૂરનો જન્મદિવસ છે. પરંતુ માત્ર રણધીર જ નહીં પરંતુ આખું કપૂર પરિવાર તેમનાં જન્મદિવસ પહેલા જ ભાઈ રાજીવ કપૂરના નિધનથી દુઃખમાં ડૂબી ગયો છે. ભૂતકાળમાં, કપૂર પરિવારના ઘણા સભ્યોએ એક પછી એક વિશ્વને વિદાય આપી હતી. રણધીર કહે છે કે હવે આ ઘરમાં હું એકલો રહી ગયો છું.

હકીકતમાં, રાજીવ કપૂરના અવસાન પછી, રણધીર કપુરનું એક ઈન્ટર્વ્યુમાં દુ:ખ સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું. રણધીર કહે છે, ‘મને ખબર નથી કે શું થઈ રહ્યું છે? હું ઋષિ અને રાજીવની નજીક હતો. મેં મારા કુટુંબના ચાર સભ્યો ગુમાવ્યા. મારી માતા કૃષ્ણા રાજ કપૂર, મોટી બહેન ઋતુ નંદા, ત્યારબાદ ઋષિ કપૂર અને હવે રાજીવ. ‘ રણધીરના કહેવા મુજબ આ ચારેય તેમની સૌથી નજીક હતા.

જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું

તમને જણાવી દઈએ કે તાજેતરમાં 9 ફેબ્રુઆરીએ રણધીર કપૂરના ભાઈ રાજીવ કપૂરે આ દુનિયાને અલવિદા કહ્યું હતું. રાજીવ કપૂરને હાર્ટ એટેક આવ્યો હતો. રાજીવ પહેલા, 1 ઓક્ટોબર 2018 ના રોજ કૃષ્ણા રાજ કપૂર, 14 જાન્યુઆરી 2020 ના રોજ ઋતુ નંદા અને 30 એપ્રિલ 2020 માં ઋષિ કપૂરે પણ આ વિશ્વને અલવિદા કહી દીધું છે. આવી સ્થિતિમાં રણધીર એકદમ એકલા થઈ ગયા છે.

રણધીર કપુરએ રાજીવ કપૂરની અંતિમ ક્ષણો વિશે જણાવ્યું હતું. રણધીરે કહ્યું, ‘નર્વને લગતા મુદ્દાને કારણે મને ચાલવામાં તકલીફ થઈ છે ત્યારથી, એક નર્સ 24 કલાક મારી સાથે રહે છે. સવારે 7:30 વાગ્યે તે રાજીવને જગાડવા ગઈ ત્યારે તેમણે કોઈ પ્રતિક્રિયા આપી ન હતી. નર્સે તેની પલ્સની તપાસ કરી, જે એકદમ ઓછી હતી અને ઓછી થઈ રહી હતી. અમે તરત જ તેમની સાથે હોસ્પિટલ દોડી ગયા. પરંતુ તેમને બચાવવા માટેનાં તમામ પ્રયત્નો નિષ્ફળ ગયા. હવે હું એકલો રહી ગયો છું. ‘

રણધીરની ફિલ્મ કારકીર્દિની વાત કરીએ તો, ફિલ્મ ‘શ્રી 420’ થી બાળ અભિનેતા તરીકે તેની સિનેમેટિક પ્રવાસની શરૂઆત થઈ હતી. આ પછી, રણધીરે બોલિવૂડમાં મુખ્ય અભિનેતા તરીકે ફિલ્મ ‘કલ આજ ઓર કલ’ થી શરૂઆત કરી હતી. ‘જીત’ (1972), ‘હમરાહી’ (1974), ‘જવાની દીવાની’ (1972), ‘લફંગે’ (1975), ‘પોંગા પંડિત’ (1975), ‘ભલા માનુસ’ (1976) જેવી રણધીરે તેમની કારકિર્દીમાં આપેલ હિટ ફિલ્મો આપી છે.

Next Article