Mumbai: રણદીપ હુડ્ડાની મુંબઈની હોસ્પિટલમાં થઈ ઘૂંટણની સર્જરી, શૂટિંગ દરમિયાન થઈ હતી ઈજા

|

Mar 03, 2022 | 7:23 PM

એક સિક્વન્સનું શૂટિંગ કરતી વખતે રણદીપને ઘૂંટણમાં ગંભીર ઈજા થઈ હતી. બાદમાં એક્ટરને મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

Mumbai: રણદીપ હુડ્ડાની મુંબઈની હોસ્પિટલમાં થઈ ઘૂંટણની સર્જરી, શૂટિંગ દરમિયાન થઈ હતી ઈજા
Actor Randeep Hooda (File Photo)

Follow us on

Mumbai: અભિનેતા રણદીપ હુડ્ડા (Actor Randeep Hooda) ઘણા વર્ષોથી બોલિવૂડમાં છે, પરંતુ તેણે અમુક ફિલ્મોમાં જ કામ કર્યું છે, પરંતુ જ્યારે તે પડદા પર આવે ત્યારે તે ચાહકો સિવાય વિવેચકોને (Director)  પણ તાળીઓ પાડવા માટે મજબૂર કરી દે છે. અભિનેતાનું કામ એટલું ઉત્તમ છે કે તે હંમેશા ચાહકોનું દિલ જીતી લે છે.

રણદીપ લાઈમલાઈટથી થોડો દૂર રહે છે. ઘણા ચાહકો અભિનેતા રણદીપને ફોલો કરે છે, જેની સાથે તે સોશિયલ મીડિયા (Social Media) પર અપડેટ રહે છે, પરંતુ હવે જે સમાચાર સામે આવ્યા છે તેનાથી તેના ફેન્સનું ટેન્શન વધી શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે અભિનેતાને 1 માર્ચે તેના ઘૂંટણની સર્જરી (Surgery)  માટે દાખલ કરવામાં આવ્યો હતો અને હાલ તેની સર્જરી થઈ ચૂકી છે.

શૂટિંગમાં ઈજા થઈ

રણદીપ હુડ્ડા છેલ્લા ઘણા મહિનાઓથી તેના આગામી પ્રોજેક્ટ ઈન્સ્પેક્ટર અવિનાશના શૂટિંગમાં વ્યસ્ત હતો. ત્યારે TOIના અહેવાલ મુજબ એક સિક્વન્સનું શૂટિંગ કરતી વખતે રણદીપને ઘૂંટણમાં ઈજા થઈ હતી. કહેવામાં આવી રહ્યું છે કે ઈજા બાદ રણદીપને મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં 1 માર્ચના રોજ તેમના ઘૂંટણની સર્જરી કરવા માટે દાખલ કરવામાં આવ્યો હતો. જો કે હાલમાં રણદીપ કે તેની ટીમ વતી આ અંગે કોઈ માહિતી શેર કરવામાં આવી નથી.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

2020માં પણ પગની સર્જરી કરવામાં આવી હતી

રણદીપ હુડ્ડાએ એક ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે 2008માં પોલો ગેમ દરમિયાન તેમનો ઘોડો લપસીને પગ પર પડી ગયો હતો. જેના કારણે તે સમયે પગમાં હાડકાને ટેકો આપવા માટે પ્લેટ્સ અને નટ્સ લગાવવામાં આવ્યા હતા. આ પ્લેટને એક વર્ષમાં હટાવવી પડી હતી, પરંતુ 12 વર્ષ પછી પણ જ્યારે તે તેને હટાવી ન શક્યા, ત્યારે પગમાં ઈન્ફેક્શન થઈ ગયું હતું. જે બાદ 2020માં તેના પગની સર્જરી થઈ હતી. રણદીપ હુડ્ડા વિશે વાત કરીએ તો તેને સ્પોર્ટ્સમાં ખૂબ જ રસ છે. પરંતુ 2008ના અકસ્માત બાદ તે રમતગમતમાં બહુ સક્રિય રહ્યો નથી.

આ પણ વાંચો : Sanjay Kapoorની દીકરી શનાયા કપૂરે બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું, પિતા પણ આપી ચૂક્યા છે અનેક સુપરહિટ ફિલ્મો

Next Article