Alia-Ranbir Wedding: લગ્નની તૈયારીઓ શરૂ, દુલ્હનની જેમ શણગારવામાં આવી રહ્યું છે રણબીર કપૂરનું ઘર

|

Apr 11, 2022 | 9:36 AM

લગ્ન પહેલા આલિયા ભટ્ટ(Alia bhatt) તેના ઘરની બહાર એક કારમાં જોવા મળી હતી. મળતી માહિતી મુજબ તે તેના કામના પ્રતિબદ્ધતાઓથી બંધાયેલી છે અને તેના કારણે તે શૂટ કરવા માટે ઘરથી નીકળી હતી.

Alia-Ranbir Wedding: લગ્નની તૈયારીઓ શરૂ, દુલ્હનની જેમ શણગારવામાં આવી રહ્યું છે રણબીર કપૂરનું ઘર
Alia-Ranbir Wedding

Follow us on

આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના લગ્નના (Alia Bhatt-Ranbir Kapoor Marriage)સમાચાર સમગ્ર સોશિયલ મીડિયા પર છવાયા છે. દરરોજ તેમના લગ્ન સાથે જોડાયેલા સમાચાર સામે આવી રહ્યા છે. જો કે, હજુ સુધી તેમના ઘરેથી કે રણબીર-આલિયા તરફથી કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી. જોકે, આલિયાના કાકા મુકેશ ભટ્ટ (Mukesh Bhatt) અને ભાઈ રાહુલ ભટ્ટે લગ્નના સમાચાર પર પોતાની મહોર લગાવી છે . ત્યારે હાલ સમાચાર આવી રહ્યા છે કે રણબીરના ઘરને દુલ્હનની જેમ સજાવવામાં  (Home Decoration) આવી રહ્યું છે, જેનો એક વીડિયો પણ સામે આવ્યો છે.

ટૂંક સમયમાં રણબીર-આલિયાના લગ્ન

આ અહેવાલો વચ્ચે, આલિયા ભટ્ટ પણ તેના ઘરની બહાર એક કારમાં જોવા મળી હતી. મળતી માહિતી મુજબ તે તેના કામના પ્રતિબદ્ધતાઓથી બંધાયેલી છે અને તેના કારણે તે શૂટ કરવા માટે ઘરથી નીકળી. જોકે, આગલા દિવસે સમાચાર સામે આવ્યા હતા કે આલિયાને લગ્ન પહેલા ઘરની બહાર જવાની પરવાનગી આપવામાં આવી નથી. આલિયા ભટ્ટ અને રણબીર કપૂર ચાહકોની વિનંતીઓ છતાં તેમના લગ્નની તારીખો કન્ફર્મ નથા કરી રહ્યા. બીજી તરફ તેના માતા-પિતાએ 14 એપ્રિલના સમારોહની પુષ્ટિ કરવાનો ઇનકાર કર્યો હતો, ત્યારે પાપારાઝીને મુંબઈમાં રણબીરના નિર્માણાધીન મકાનમાંથી કેટલીક કડીઓ મળી હતી. રવિવારે, ફોટોગ્રાફરોએ કેટલાક કામદારોને રણબીરના ઘરે સુશોભિત સ્ટ્રિંગ લાઇટનો સમૂહ ગોઠવતા જોયા. ઘરનો બાહ્ય ભાગ હજુ પણ પાલખથી ઢંકાયેલો છે, પરંતુ તેની આસપાસ લાઇટો લગાવવામાં આવી રહી છે.

Astrology : વર્ષના પહેલા સૂર્યગ્રહણ અને શનિના ગોચરનું અશુભ સંયોજન, આનાથી કોને અસર થશે?
12મા ધોરણ પછી JEE બેસ્ટ છે કે NEET ? જાણો કયા બનાવવું કરિયર
Vastu Tips : તુલસીનો છોડ ઉત્તર-પૂર્વ ખૂણામાં રાખવાથી શું થાય છે?
Vastu tips : ઘરમાં સુગરીનો માળો રાખવાના ચમત્કારિક ફાયદા જાણી લો
ક્યાં જતી રહી કૃણાલ પંડ્યાની પત્ની ?
40 રુપિયાના આ જુગાડથી ફુલ સ્પીડમાં ચાલવા લાગશે તમારા ઘરનો પંખો !

 

બહુ ઓછા લોકોને આમંત્રણ આપવામાં આવ્યુ

એક સૂત્રએ હિન્દુસ્તાન ટાઈમ્સને જણાવ્યું કે લગ્ન સમારોહ રણબીરના નવા ઘરમાં થશે. જે સાતમા માળે હશે. આ લગ્ન સમારોહ માટે ફક્ત 45-50 લોકોને જ આમંત્રણ આપવામાં આવ્યું છે જેમાં દંપતીના પરિવારના સભ્યો અને ફિલ્મ નિર્માતા કરણ જોહર અને નિર્દેશક અયાન મુખર્જી જેવા નજીકના મિત્રોનો સમાવેશ થાય છે.

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

આ પણ વાંચો : Ramzan: સૈફ અલી ખાને ન રાખ્યા રોજા, સારા અલી ખાન-ઇબ્રાહિમના જમવાનો શેયર થયો વીડિયો, થઈ રહ્યા ટ્રોલ

Published On - 9:36 am, Mon, 11 April 22

Next Article