Ram Setu : 2022 ની દિવાળીને અક્ષય કુમારે ‘રામ સેતુ’ માટે બુક કરી, આ દિવસે રિલીઝ થશે ફિલ્મ

|

Sep 26, 2021 | 10:51 PM

અક્ષય કુમારની ફિલ્મોની ચાહકો આતુરતાથી રાહ જોતા હોય છે. તેમની ફિલ્મ સૂર્યવંશી આ દિવાળી પર રિલીઝ થવા જઈ રહી છે. અક્ષયે આગામી વર્ષની દિવાળી પણ કબજે કરી લીધી છે.

Ram Setu : 2022 ની દિવાળીને અક્ષય કુમારે રામ સેતુ માટે બુક કરી, આ દિવસે રિલીઝ થશે ફિલ્મ
Akshay Kumar

Follow us on

મહારાષ્ટ્રમાં સિનેમા હોલ ફરી ખોલવાના સમાચાર સામે આવ્યા બાદ બોલિવૂડમાં એક નવી લહેર આવી ગઈ છે. નિર્માતાઓ તેમની ફિલ્મોની રિલીઝ તારીખો જાહેર કરી રહ્યા છે. અક્ષય કુમારે પોતાની ફિલ્મ સૂર્યવંશી (Sooryavanshi) ની રિલીઝ ડેટ શનિવારે જાહેર કરી છે. હવે તેમની બીજી ફિલ્મની રિલીઝ ડેટના સમાચાર સામે આવ્યા છે.

અક્ષય કુમારની સૂર્યવંશી દિવાળીના અવસર પર રિલીઝ થવા જઈ રહી છે. વર્ષ 2021 પછી, અક્ષયે આગામી વર્ષ એટલે કે 2022 ની દિવાળી પણ બુક કરી છે. તેમની ફિલ્મ રામ સેતુ (Ram Setu) આગામી વર્ષે દિવાળીના અવસર પર રિલીઝ થશે. અક્ષયે ગયા વર્ષે દિવાળી નિમિત્તે ફિલ્મનું પોસ્ટર રિલીઝ કરીને આ જાહેરાત કરી હતી. હવે તેમણે દિવાળીના અવસર પર જ રામ સેતુ રિલીઝ કરવાનો નિર્ણય કર્યો છે.

ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે રામ સેતુની રિલીઝ ડેટ વિશે માહિતી આપી છે. તેમણે લખ્યું – અક્ષય કુમારે પુષ્ટિ કરી છે કે તેમની ફિલ્મ રામ સેતુ દિવાળી 2022 પર રિલીઝ થશે. અભિષેક શર્મા આ ફિલ્મનું નિર્દેશન કરી રહ્યા છે. રામ સેતુમાં અક્ષયની સાથે નુસરત ભરુચા (Nushrratt Bharuccha) અને જેક્લીન ફર્નાન્ડીસ (Jacqueline Fernandez) મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મમાં અક્ષય કુમાર એક આર્કિયોલોજિસ્ટની ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મમાંથી તેમનો લુક જાહેર કરવામાં આવ્યો છે.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

ઘણી ફિલ્મોની રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી

આજે ઘણી ફિલ્મોની રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી છે. જેમાં અક્ષય કુમારની ફિલ્મ બચ્ચન પાંડે પણ સામેલ છે. આ ફિલ્મ 4 માર્ચ 2022 ના રોજ થિયેટરોમાં રિલીઝ થશે. આ ફિલ્મમાં તેમની સાથે ક્રિતી સેનન (Kriti Sanon) અને જેકલીન ફર્નાન્ડિસ જોવા મળશે.

મે ડેની રિલીઝ ડેટ થઈ જાહેર

અજય દેવગને તેમની ફિલ્મ મે ડેની રિલીઝ ડેટ પણ જાહેર કરી દીધી છે. આ ફિલ્મમાં તેમની સાથે અમિતાભ બચ્ચન અને રકુલ પ્રીત સિંહ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ 29 એપ્રિલ 2022 ના રોજ થિયેટરોમાં રિલીઝ થશે.

ભૂલ ભુલૈયા 2 આ દિવસે થશે રિલીઝ

કાર્તિક આર્યન (Kartik Aaryan) અને કિયારા અડવાણી (Kiara Advani) ની ફિલ્મ ભૂલ ભુલૈયા 2 (Bhool Bhulaiyaa 2) પણ થિયેટરોમાં રિલીઝ થશે. ફિલ્મના મેકર્સે રિલીઝ ડેટ જાહેર કરી દીધી છે. આ ફિલ્મ 25 માર્ચ 2022 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.

 

આ પણ વાંચો :- 83 Release Date : ક્રિસમસ પર ધમાલ મચાવશે રણવીર સિંહની ફિલ્મ, ચાહકોની રાહ થશે પૂરી

આ પણ વાંચો :- Laal Singh Chaddha Release Date : આમિર ખાનના ચાહકોએ જોવી પડશે થોડી વધુ રાહ, ક્રિસમસ પર નહીં આ દિવસે રિલીઝ થશે ફિલ્મ

Next Article