AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajkummar Raoએ જણાવ્યું, પત્રલેખાએ જ્યારે મને પહેલીવાર જોયો ત્યારે તેને લાગ્યું કે હું નીચ માણસ છું

રાજકુમાર રાવ તાજેતરમાં જ તેમની આગામી ફિલ્મ હમ દો હમારે દોના પ્રમોશન માટે ક્રિતી સેનન સાથે કપિલ શર્માના શો ધ કપિલ શર્મા શોમાં પહોંચ્યા હતા. આ દરમિયાન રાજકુમાર અને ક્રિતીએ કપિલ સાથે ખૂબ જ મસ્તી કરી હતી.

Rajkummar Raoએ જણાવ્યું, પત્રલેખાએ જ્યારે મને પહેલીવાર જોયો ત્યારે તેને લાગ્યું કે હું નીચ માણસ છું
Rajkummar Rao, Patralekha
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 31, 2021 | 8:05 PM
Share

રાજકુમાર રાવ (Rajkummar Rao) અને ક્રિતી સેનન (Kriti Sanon) તાજેતરમાં જ કપિલ શર્મા (Kapil Sharma)ના શો ધ કપિલ શર્મા શો (The Kapil Sharma Show)માં તેમની ફિલ્મ ‘હમ દો હમારે દો’ (Hum Do Humare Do)ના પ્રમોશન માટે આવ્યા હતા. આ દરમિયાન બધાએ ખૂબ જ મસ્તી કરી હતી. તે જ સમયે કપિલે રાજકુમારને તેની ફિલ્મો વિશે ચીડવવાનો પણ પ્રયાસ કર્યો હતો. કપિલે કહ્યું કે મેડ ઈન ચાઈના (Made In China) ફિલ્મમાં રાજકુમારનું જે પાત્ર હતું તે એક એવુ ટાઈગર સૂપ લઈને આવે છે, જેનાથી લોકોનું લગ્નજીવન વધું સારુ થઈ જાય છે. બીજી તરફ હમ દો હમારી દો (Hum Do Hamare Do)માં તેનું પાત્ર નકલી માતાપિતા બનાવે છે, જેથી કપલના લગ્ન કરાવી દેવાય.

તો કપિલ કહે છે કે તમને એવી ઓફર્સ સંયોગથી મળે છે કે લગ્ન જીવન સંબંધિત સમસ્યાઓ પર તમારા ચહેરા અનુકૂળ આવે છે. રાજકુમાર આ સાંભળીને હસવાનું રોકી શક્તા નથી અને કહે છે ‘મેં હજી લગ્ન કર્યા નથી, તેથી લોકો ઈચ્છે છે કે હું અનુભવ કરું કે કઈ સમસ્યાઓ આવી શકે છે.’ તેમણે વધુમાં કહ્યું કે લોકો ઈચ્છે છે કે તે તૈયાર રહે કે શું શું કરવું પડે છે.

તમને જણાવી દઈએ કે રાજકુમારે આ દરમિયાન એ પણ જણાવ્યું કે જ્યારે પત્રલેખાએ તેમને પહેલીવાર જોયો ત્યારે તેમની પ્રતિક્રિયા શું હતી. તેમણે કહ્યું ‘જ્યારે પત્રલેખાએ મને પહેલીવાર જોયો ત્યારે તેને લાગ્યું કે હું વાસ્તવિક જીવનમાં પણ મારી ફિલ્મ લવ સેક્સ ઔર ધોખાના પાત્ર જેવો છું. તેમને લાગ્યું કે આ આવો જ નીચ માણસ છે, તેથી તે મારી સાથે વાત કરતી નહોતી. પરંતુ જેવા અમે મળ્યા અમારી વાતચીત શરૂ થઈ ગઈ.

રાજકુમારે એ પણ જણાવ્યું કે પત્રલેખાને મળતા પહેલા તેમણે તેણીને એક જાહેરાતમાં જોઈ હતી. તે સમયે પત્રલેખાને જોઈને તેમના મનમાં વિચાર આવ્યો કે તે કેટલી સુંદર છોકરી છે, તેની સાથે લગ્ન કરવા જોઈએ.

કપિલ ફરી ચીડવે છે

ત્યારે કપિલ ફરી રાજકુમારને ચીડવે છે અને કહે છે કે તમે એકબીજાની એડ અને ફિલ્મ જોઈ રહ્યા છો, બંને એક સાથે કોઈ ઘર પણ જોઈ રહ્યા છો? ત્યારે રાજકુમાર જવાબ આપે છે, ના, ઘર પણ જોઈ રહ્યા છીએ. તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ રાજકુમાર અને પત્રલેખાના લગ્નના સમાચાર આવ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે નવેમ્બરમાં દિવાળી પછી બંને લગ્ન કરવા જઈ રહ્યા છે. બંનેએ આ વાતની જાણકારી પરિવારના સભ્યોને આપી છે. લગ્ન પરિવાર અને નજીકના મિત્રો વચ્ચે થશે. જોકે આ મામલે બંને સ્ટાર્સ તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.

આ પણ વાંચો :- અભિનેત્રી Urmila Matondkar થઈ કોરોના પોઝિટિવ, ઘરમાં આઈસોલેટ હોવાની જાણકારી ટ્વીટ કરી આપી

આ પણ વાંચો :- Mira Rajput તેના ડ્રેસને લઈને સંઘર્ષ કરી રહી હતી અને શાહિદ કપૂરે છુપાઈને બનાવ્યો વીડિયો, જુઓ આ વીડિયો

Follow Us
1 જ રસોડામાં 3 અલગ સિલિન્ડર રાખવા પાછળનું શું છે સત્ય?
1 જ રસોડામાં 3 અલગ સિલિન્ડર રાખવા પાછળનું શું છે સત્ય?
સાવરકુંડલા: કમરતોડ મહેનત કરી વાવેલા પાકને ખેડૂતોએ કરી દીધો પશુના હવાલે
સાવરકુંડલા: કમરતોડ મહેનત કરી વાવેલા પાકને ખેડૂતોએ કરી દીધો પશુના હવાલે
મા અંબાના ધામમાં 5 મીટરથી મોટી ધજા માતાજીના ચરણોમાં જ અર્પણ કરવી પડશે
મા અંબાના ધામમાં 5 મીટરથી મોટી ધજા માતાજીના ચરણોમાં જ અર્પણ કરવી પડશે
ભાવનગર: ત્રણ વર્ષની કારમી મંદીના માર બાદ હીરા ઉદ્યોગમાં તેજીનો ચળકાટ
ભાવનગર: ત્રણ વર્ષની કારમી મંદીના માર બાદ હીરા ઉદ્યોગમાં તેજીનો ચળકાટ
શીતલ રેસ્ટોરન્ટમાં સડેલું ભોજન મળ્યું, છતાં ફૂડ સેમ્પલ ધારાધોરણ મુજબના
શીતલ રેસ્ટોરન્ટમાં સડેલું ભોજન મળ્યું, છતાં ફૂડ સેમ્પલ ધારાધોરણ મુજબના
અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયો રૂ.5 કરોડનો હાઈડ્રોપોનિક ગાંજો
અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયો રૂ.5 કરોડનો હાઈડ્રોપોનિક ગાંજો
નર્મદા ડેમમાં પાણીની આવક વધી, 24 કલાકમાં જળસપાટીમાં 12 સેમીનો વધારો
નર્મદા ડેમમાં પાણીની આવક વધી, 24 કલાકમાં જળસપાટીમાં 12 સેમીનો વધારો
વરસાદની ઘટથી ગુજરાતમાં વધી ચિંતા, ખેડૂતો પરેશાન ! Video
વરસાદની ઘટથી ગુજરાતમાં વધી ચિંતા, ખેડૂતો પરેશાન ! Video
આજે આર્થિક સ્થિતિ મજબૂત બનશે પ્રોપર્ટીથી ભાગીદારી સુધી ક્યા મળશે ફાયદો
આજે આર્થિક સ્થિતિ મજબૂત બનશે પ્રોપર્ટીથી ભાગીદારી સુધી ક્યા મળશે ફાયદો
કલાકો લાઈનમાં ઉભા રહ્યા બાદ ખંભાળિયાના ખેડૂતોને ઘાસચારો ન મળતા રોષ
કલાકો લાઈનમાં ઉભા રહ્યા બાદ ખંભાળિયાના ખેડૂતોને ઘાસચારો ન મળતા રોષ
g clip-path="url(#clip0_868_265)">