Salman Khan માટે રાજકુમાર સંતોષી પાસે છે ખાસ પ્લાન, જાણો અભિનેતા પાસેથી કેવો રોલ કરાવવા માંગે છે

|

Nov 07, 2021 | 7:57 PM

સલમાન ખાન (Salman Khan)ની ફિલ્મ 'અંતિમ' 26 નવેમ્બરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. ઘણા નિર્દેશકો તેમની સાથે કામ કરવા માંગે છે. જેમાંથી એક રાજકુમાર સંતોષી પણ છે.

Salman Khan માટે રાજકુમાર સંતોષી પાસે છે ખાસ પ્લાન, જાણો અભિનેતા પાસેથી કેવો રોલ કરાવવા માંગે છે
Salman Khan

Follow us on

સલમાન ખાન (Salman Khan) દર વખતે પોતાની એક્ટિંગથી ફેન્સનું દિલ જીતે છે. તે યુવાનો માટે એક આઈકોન છે. ઘણા લોકો તેમની જેમ ઈન્ડસ્ટ્રીમાં નામ બનાવવા ઈચ્છે છે. સલમાન ખાને નિર્દેશક રાજકુમાર સંતોષી (Rajkumar Santoshi) સાથે ફિલ્મ અંદાજ અપના અપનામાં કામ કર્યું હતું, જે સુપરહિટ સાબિત થઈ હતી. હવે બંને ફરી એકવાર સાથે કામ કરવા જઈ રહ્યા છે.

 

રાજકુમાર અને સલમાન એકવાર ફરી સાથે આવ્યા છે, અભિનેતાની ડેક્યૂ-સિરીઝ જે હાલમાં નિર્માણમાં છે. રાજકુમાર હંમેશા સલમાનને લકી માને છે. બંનેએ સાથે માત્ર એક ફિલ્મમાં કામ કર્યું છે આ સાથે રાજકુમારની ફિલ્મ ફટા પોસ્ટર નિકલા હીરો અને અજબ પ્રેમ કી ગજબ કહાનીમાં કેમિયો રોલ કર્યો છે.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
આજનું રાશિફળ તારીખ 26-04-2024

 

રાજકુમારે સલમાન ખાનના વખાણ કર્યા

રાજકુમારે એક અંગ્રેજી વેબસાઈટ્સ સાથે ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે સલમાન ખાનની લેગેસીને આગળ લઈ જવી જોઈએ, કારણ કે તે યુવાનો માટે રોલ મોડલ છે. તે યુવાનોને ડ્રગ્સથી દૂર રહેવાની સલાહ આપે છે અને તંદુરસ્ત જીવનશૈલી અને ફિટનેસ પર ધ્યાન કેન્દ્રિત કરવા કહે છે. તે ઘણા લોકો માટે રોલ મોડેલ છે. તેમાંથી એક મારો પુત્ર રામ પણ છે જેણે તેની સાથે બે ફિલ્મો ટ્યુબલાઇટ અને ભારતમાં કામ કર્યું છે.

 

અંદાજ અપના અપનાની બનાવશે સિક્વલ

જ્યારે રાજકુમારને તેમની ફિલ્મ અંદાજ અપના અપનાની સિક્વલ વિશે પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે કહ્યું કે મારી સ્ક્રિપ્ટ તૈયાર છે, બસ તેને આખરી ઓપ આપવાની જરૂર છે. પરંતુ તે નવી કાસ્ટ સાથે આવશે. જે થોડા સમય પછી થશે.

 

સલમાન સાથે કરવા માંગે છે કામ

સલમાન ખાને રાજકુમારની બે ફિલ્મોમાં કેમિયો રોલ કર્યો છે, પરંતુ છેલ્લા 27 વર્ષમાં એક પણ સંપૂર્ણ પ્રોજેક્ટ કર્યો નથી. રાજ કુમાર ફરીથી સલમાન સાથે કામ કરવા માટે ઉત્સાહિત છે. તેમણે કહ્યું- હું ફરીથી સલમાન સાથે કામ કરવાની આતુરતાથી રાહ જોઈ રહ્યો છું. તેઓ એક હાઈ પોટેન્શિયલ અભિનેતા છે. હું તેને એક એવો પડકારજનક રોલ આપવા માંગુ છું જે તેમણે ક્યારેય ભજવ્યો નથી.

 

વર્કફ્રન્ટની વાત કરીએ તો સલમાન ખાનની છેલ્લી ફિલ્મ ટૂંક સમયમાં સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મમાં તેમની સાથે આયુષ શર્મા લીડ રોલમાં જોવા મળશે. આ ફિલ્મમાં સલમાન પોલીસના રોલમાં જોવા મળશે.

 

આ પણ વાંચો :- દિવાળી પાર્ટીમાં Hrithik Roshan એ માતા સાથે કર્યોં ડાન્સ, સોશિયલ મીડિયા પર વાયરલ થયો વીડિયો

 

આ પણ વાંચો :- અક્ષયની સૂર્યવંશી હિટ થતાં જ મુંબઈના થિયેટરો ઉભરાઈ ગયા, રાત્રે આટલા વાગ્યાનો રાખવો પડ્યો શો

Next Article