Dadasaheb Phalke Award: રજનીકાંતને મળ્યો દાદાસાહેબ ફાળકે એવોર્ડ, બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ કંગનાને

|

Oct 25, 2021 | 1:46 PM

Rajinikanth: 67 નેશનલ એવોર્ડની જાહેરાત કરવામાં આવી છે. જેમાં રજનીકાંતને દાદા સાહેબ ફાળકે એવોર્ડની નવાજવામાં આવ્યા છે.

Dadasaheb Phalke Award: રજનીકાંતને મળ્યો દાદાસાહેબ ફાળકે એવોર્ડ, બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ કંગનાને
67th National Film Awards:

Follow us on

આ વર્ષે માર્ચમાં 67માં ફિલ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી હતી. આજે એટલે કે 25 ઓક્ટોબરે વિજેતાઓને રાષ્ટ્રીય પુરસ્કાર આપવામાં આવ્યા છે. ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુએ રજનીકાંતને (Rajnikant)  દાદાસાહેબ ફાળકે એવોર્ડથી(Dadasaheb Phalke Award) સન્માનિત કર્યા છે. બીજી તરફ અભિનેત્રી કંગના રનૌત અને મનોજ બાજપેયીને નેશનલ એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે.

આ વખતે હિન્દી સિનેમા કેટેગરીમાં, વર્ષ 2019માં રિલીઝ થયેલી દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની ફિલ્મ છિછોરેને સર્વશ્રેષ્ઠ હિન્દી ફિલ્મનો પુરસ્કાર આપવામાં આવ્યો છે. આ ફિલ્મ માનસિક સ્વાસ્થ્ય જેવા ગંભીર વિષય પર વાત કરે છે. તેમજ અભિનેત્રી કંગના રોનેટને ફિલ્મ ‘મણિકર્ણિકા’ અને ‘પંગા’ માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ આપવામાં આવ્યો છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

એ જ દક્ષિણના સુપરસ્ટાર રજનીકાંતને દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવાના છે. ઉપરાંત, ગાયક બી પ્રાકને અભિનેતા અક્ષય કુમારની ફિલ્મ ‘કેસરી’ના સુપરહિટ ગીત ‘તેરી મિટ્ટી’ માટે શ્રેષ્ઠ મેલ  પ્લેબેક સિંગરનો એવોર્ડ આપવામાં આવ્યો છે. તેમજ શિવાની રવીન્દ્રને બેસ્ટ ફિમેલ પ્લેબેક સિંગરનો એવોર્ડ મળ્યો છે. જણાવી દઈએ કે મનોજ બાજપેયી અને સાઉથના સુપરસ્ટાર ધનુષને સંયુક્ત રીતે બેસ્ટ એક્ટરનો એવોર્ડ આપવામાં આવ્યો છે.

સિક્કિમને મોસ્ટ ફિલ્મ ફ્રેન્ડલી સ્ટેટ  માટે એવોર્ડ મળ્યો છે. નોન-ફીચર ફિલ્મ કેટેગરીમાં, ‘એન એન્જીનિયર ડ્રીમ’ને શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ મળ્યો છે. જ્યારે ‘મરાક્કર-અરબીક્કદાલિંટે-સિમ્હામ’ને શ્રેષ્ઠ ફીચર ફિલ્મનો એવોર્ડ મળ્યો. ફિલ્મ ‘મહર્ષિ’ ને શ્રેષ્ઠ લોકપ્રિય ફિલ્મનો એવોર્ડ આપવામાં આવ્યો છે. જ્યારે આનંદી ગોપાલને સામાજિક મુદ્દાઓ પર શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ મળ્યો છે.

જુઓ લિસ્ટ :
બેસ્ટ સપોર્ટિંગ એક્ટર  – વિજય સેતુપતિ (સુપર ડિલક્સ – તમિલ)
બેસ્ટ  સપોર્ટિંગ એક્ટ્રેસ – પલ્લવી જોશી (ધ તાશ્કંદ ફાઇલ્સ – હિન્દી)
બેસ્ટ ચાઈલ્ડ આર્ટિસ્ટ – નાગા વિશાલ, કરુપ્પુ દુરાઇ (તમિલ)
બેસ્ટ ચિલ્ડ્રન ફિલ્મ – કસ્તુરી (હિન્દી), નિર્માતા – ઇનસાઇટ ફિલ્મ્સ, દિગ્દર્શક – વિનોદ ઉત્તરેશ્વર કાંબલે
બેસ્ટ ફિલ્મ  એન્વાયરમેન્ટ કન્ઝર્વેશન – વોટર બરિયલ (MONPA), નિર્માતા – ફારુક ઇફ્તિખાર લસ્કર, ડિરેક્ટર શાંતનુ સેન
બેસ્ટ ફિલ્મ  ઇસ્યુ –  આનંદી ગોપાલ (મરાઠી), નિર્માતા – એસ્સેલ વિઝન પ્રોડક્શન્સ, દિગ્દર્શક – સમીર વિધવાન
નરગીસ દત્ત એવોર્ડ  ફોર ફિલ્મ ઓન નેશનલ ઇન્ટિગ્રેશન – તાજમલ (મરાઠી), નિર્માતા – તુલીન સ્ટુડિયો, નિર્દેશક – નિયાઝ મુજાવર

બેસ્ટ ફિલ્મ પ્રોવાઈડીંગ હોલ્સમ એન્ટરટેનમેન્ટ  – મહર્ષિ (તેલુગુ), નિર્માતા – શ્રી વેંકટેશ્વર ક્રિએશન્સ, નિર્દેશક – પેડીપલ્લી વંસીધર રાવ
બેસ્ટ મેલ  પ્લેબેક સિંગર – બી પ્રાક, ગીત – તેરી મીટ્ટી (કેસરી – હિન્દી)
બેસ્ટ ફીમેલ પ્લેબેક સિંગર – સાવાની રવિન્દ્ર, ગીત – રાણ પીતલા, (મરાઠી ફિલ્મ – બાર્ડો)
બેસ્ટ લિરિક્સ – પ્રભા વર્મા, અરાદુમ પરયુક્કા વાયા – કોલમ્બી (મલયાલમ)

આ પણ વાંચો : Aryan Khan Drug Case: સમીર વાનખેડેએ પોલીસ કમિશનરને લખ્યો પત્ર, ‘મને આર્યન કેસમાં ખોટી રીતે ફસાવવાની કોશિશ કરવામાં આવી રહી છે’

આ પણ વાંચો : Ajab-gajab : OMG! લગ્નમાં પણ પૈસા આપીને નકલી મહેમાનોને બોલાવે છે લોકો, કારણ છે ચોંકાવનારું

Next Article