Box Office Collection: એસએસ રાજામૌલીની ફિલ્મ ‘RRR‘ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. કમાણીના મામલામાં આ ફિલ્મ (Film)સતત આગળ વધી રહી છે. ફિલ્મની રિલીઝને માત્ર 10 દિવસ જ થયા છે અને આ ફિલ્મ ટૂંક સમયમાં 200 કરોડના ક્લબમાં પ્રવેશવા જઈ રહી છે. આ ફિલ્મ માત્ર હિન્દીમાં 200 કરોડથી વધુની કમાણી કરવા જઈ રહી છે. ફિલ્મે વર્લ્ડ વાઈલ્ડ કમાણીના મામલામાં ‘બાહુબલી’ (Baahubali)ને પાછળ છોડી દીધી છે. પરંતુ જ્હોન અબ્રાહમની હાલમાં જ રિલીઝ થયેલી ફિલ્મ ‘અટેક’ કમાણીના મામલે ઘણી પાછળ દેખાઈ રહી છે.
‘RRR’ એ કમાણીમાં એક એવું ઉદાહરણ રજૂ કર્યું છે, જેણે ઇતિહાસ રચ્યો છે. રિલીઝના 10 દિવસમાં જ આ ફિલ્મે દુનિયાભરમાં 800 કરોડ રૂપિયાથી વધુનો બિઝનેસ કરી લીધો છે. આ ફિલ્મની કમાણી દિવસેને દિવસે વધી રહી છે.
ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે રાજામૌલીની ફિલ્મ ‘RRR’ની કમાણી અંગે કેટલાક આંકડા જાહેર કર્યા છે, જે મુજબ તેમણે ‘RRR’ને સુપર સોલિડ ગણાવી છે અને કહ્યું છે કે, આ ફિલ્મ મંગળવારે 200 કરોડનો આંકડો પાર કરશે. જુનિયર એનટીઆર અને રામચરણની ફિલ્મ બીજા સપ્તાહમાં 200 કરોડની કમાણી કરનાર પ્રથમ ફિલ્મ હશે. ફિલ્મે શુક્રવારે 13.50 કરોડ, શનિવારે 18 કરોડ, રવિવારે 20.50 કરોડની કમાણી કરી હતી. જો ફિલ્મના હિન્દી વર્ઝનની કુલ કમાણી વિશે વાત કરીએ તો ફિલ્મે કુલ 184.59 કરોડનો બિઝનેસ કર્યો છે, તે પણ માત્ર ભારતમાં જ.
#RRR is SUPER-SOLID… Will cross ₹ 200 cr on Tue [Day 12]… #TKF and #RRR, two ₹ 200 cr films in #March, incredible indeed… Also, #JrNTR and #RamCharan‘s first ₹ 200 cr earner [#Hindi]… [Week 2] Fri 13.50 cr, Sat 18 cr, Sun 20.50 cr. Total: ₹ 184.59 cr. #India biz. pic.twitter.com/xIUpn8dtND
— taran adarsh (@taran_adarsh) April 4, 2022
જ્હોન અબ્રાહમની ફિલ્મ ‘એટેક’ના આંકડાઓ વિશે શેર કરતી વખતે, તેણે લખ્યું કે, ‘એટેક હજી ઘણો ઓછો છે… બીજા અને ત્રીજા દિવસે કોઈ મોટો જમ્પ જોવા મળ્યો નથી’. નિરાશાજનક રહ્યું છે… #RRR ફિલ્મ ખુબ સારી રહી છે.
#Attack is below the mark… No major growth / jump on Day 2 and 3 is disappointing… The #RRR wave has also impacted its prospects in mass sectors… Fri 3.51 cr, Sat 3.75 cr, Sun 4.25 cr. Total: ₹ 11.51 cr. #India biz. pic.twitter.com/2J4mI48Ogx
— taran adarsh (@taran_adarsh) April 4, 2022
આ પણ વાંચો : Sri Lanka Crisis : રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેનો મોટા નિર્ણયે, તમામ રાજકીય પક્ષોને સંકટનો ઉકેલ શોધવા હાકલ કરી