Raj Kundra Case : શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાને મોટી રાહત, કોર્ટ આટલા સમય સુધી ધરપકડ પર લગાવી રોક

|

Dec 15, 2021 | 2:45 PM

શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાને બુધવારે સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. કોર્ટે કુન્દ્રાની ધરપકડ પર 4 અઠવાડિયા માટે રોક લગાવી છે.

Raj Kundra Case : શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાને મોટી રાહત, કોર્ટ આટલા સમય સુધી ધરપકડ પર લગાવી રોક
Shilpa-raj (File photo)

Follow us on

Raj Kundra Case : બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી (Actress Shilpa Shetty) ના પતિ અને બિઝનેસમેન રાજ કુન્દ્રાને (Raj Kundra) પોર્નોગ્રાફી કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી છે. કોર્ટે શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાની ધરપકડ પર 4 અઠવાડિયા માટે રોક લગાવી દીધી છે. અહેવાલો અનુસાર કોર્ટે, (Supreme Court)  મહારાષ્ટ્ર સરકારને પણ નોટિસ મોકલી છે.

તમને જણાવી દઈએ કે, 25 નવેમ્બરે રાજની આગોતરા જામીન બોમ્બે હાઈકોર્ટે (Bombay Highcourt) ફગાવી દીધી હતી, ત્યારબાદ રાજે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. રાજે પોતાની અરજીમાં કહ્યું હતું કે, જે વીડિયો વિશે વાત કરવામાં આવી રહી છે તેમાં કોઈ શારીરિક કે પુખ્ત સામગ્રી બતાવવામાં આવી નથી.

રાજ કુન્દ્રાએ સુપ્રીમ કોર્ટમાં કરી હતી અરજી

Dry fruits and Nuts : ડ્રાયફ્રુટ્સ અને નટ્સ વચ્ચે શું તફાવત છે? જાણો
જાણો સ્વાસ્થ્ય માટે સફેદ અને કાળા મરી, બંન્નેમાંથી ક્યાં છે ફાયદાકારક
આજનું રાશિફળ તારીખ : 22-01-2025
રિંકુ સિંહની ભાવિ પત્ની આ ખાસ વ્યક્તિની છે મોટી ફેન
Jaggery with Black Solt Benefits : ગોળ અને સંચળ ખાવાથી શરીરમાં દેખાશે આ ફેરફાર
Peanuts : મગફળી ખાધા પછી તરત જ પાણી પીધું તો ગયા સમજજો, જાણો કારણ

આ સાથે રાજે કોર્ટને જણાવ્યુ કે, તે બોલ્ડ વીડિયો બનાવવા અને પ્રસારિત કરવામાં સામેલ નથી. ઉપરાંત રાજ કુન્દ્રાનો દાવો છે કે તેને આ કેસમાં ફસાવવામાં આવ્યો હતો. તમને જણાવવુ રહ્યુ કે, આ કેસમાં પૂનમ પાંડે અને શર્લિન ચોપરા જેવી એક્ટર્સ પણ સામેલ છે.આ કેસમાં સિલ્પા શેટ્ટીના પતિ રાજની ક્રાઈમ બ્રાન્ચે જુલાઈમાં ધરપકડ કરી હતી. હોટશોટ એપ દ્વારા એડલ્ટ કન્ટેન્ટ બતાવવા અને વેચવા બદલ તેની ધરપકડ કરવામાં આવી હતી. ઘણા મહિનાઓ સુધી જેલમાં રહ્યા પછી, રાજને સપ્ટેમ્બરમાં જામીન મળ્યા હતા.

રાજ લાઈમલાઈટથી દૂર

તમને જણાવી દઈએ કે જેલમાંથી ઘરે આવ્યા બાદ રાજ હવે લાઈમલાઈટમાં રહેવાનુ ટાળી રહ્યો છે. આટલું જ નહીં તે હવે શિલ્પા સાથે કોઈ પાર્ટી કે ઈવેન્ટમાં પણ જતા નથી. જેલમાંથી આવ્યાના થોડા દિવસો બાદ રાજે તેનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પણ ડિલીટ કરીને સૌ કોઈને ચોંકાવી દીધા હતા. આપને જણાવવુ રહ્યુ કે, આ કેસ પહેલા રાજ શિલ્પા શેટ્ટી અને પરિવાર સાથે ફની વીડિયો શેર કરતા જોવા મળ્યા હતા.થોડા દિવસો પહેલા રાજ શિલ્પા સાથે એરપોર્ટ પર જોવા મળ્યો હતો. આટલું જ નહીં, રાજે તે સમયે પોતાનો ચહેરો પણ છુપાવતો જોવા મળ્યો હતો.

 

આ પણ વાંચો : Ankita Vicky Reception : રિસેપ્શનમાં એક્ટ્રેસ અંકિતા લોખંડે જોવા મળી ટ્રેડિશનલ લુકમાં, જુઓ ગ્રાન્ડ રિસેપ્શનના Photos

આ પણ વાંચો : OMG : વિકી-કેટરીનાને આ બોલિવુડ સેલેબ્રિટીએ આપી મોંઘીદાટ ગિફ્ટ, જુઓ Photos

Next Article