Rahul Vohra નું કોરોનાને કારણે થયું મૃત્યું, હોસ્પિટલમાંથી લખી હતી લાચારી ભરી નોટ

|

May 10, 2021 | 4:39 PM

રાહુલે અગાઉ ફેસબુક પર ભાવુક અપીલ દ્વારા સારી સારવારની માંગ કરી હતી. કોરોના વાયરસનો ભોગ બન્યા બાદથી રાહુલ પરેશાન હતા.

Rahul Vohra નું કોરોનાને કારણે થયું મૃત્યું, હોસ્પિટલમાંથી લખી હતી લાચારી ભરી નોટ
Rahul Vohra

Follow us on

રાહુલ વોહરાનું મોત કોરોના વાયરસને કારણે થયું છે. તેમની ફેસબુક પર ઘણી ફેન ફોલોઇંગ હતી. તેમને છેલ્લી પોસ્ટમાં સારી સ્વાસ્થ્ય સારવાર માટે અપીલ કરી હતી. અભિનેતા રાહુલ વોહરા હવે આ દુનિયામાં નથી રહ્યા. તેઓ કોરોના વાયરસનો શિકાર બન્યા હતા. રાહુલ વોહરાનાં અવસાનની પુષ્ટિ થિયેટર ડાયરેક્ટર અને નાટક લેખક અરવિંદ ગૌરે કરી છે.

રાહુલે અગાઉ ફેસબુક પર ભાવુક અપીલ દ્વારા સારી સારવારની માંગ કરી હતી. કોરોના વાયરસનો ભોગ બન્યા બાદથી રાહુલ પરેશાન હતા. રાહુલ ઉત્તરાખંડના હતા. સોશિયલ મીડિયા પર તે ખૂબ જ પ્રખ્યાત હતા. તેમની છેલ્લી પોસ્ટમાં રાહુલે લખ્યું છે કે, ‘મને પણ સારી ટ્રીટમેન્ટ મળી હોત તો હું પણ બચી ગયો હોત, તમારો રાહુલ વોહરા’.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

 

 

 

આ સિવાય રાહુલે તેમની વિગતો પણ શેર કરી હતી. તેમણે લખ્યું કે, ‘નામ રાહુલ વોહરા, ઉમર 35, હોસ્પિટલનું નામ: રાજીવ ગાંધી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, તાહીરપુર દિલ્હી. બેડ નંબર: 6554, છઠ્ઠો માળ, બી વિંગ, એચડીયૂ’ આની સાથે તેમણે નરેન્દ્ર મોદી અને મનીષ સિસોદિયાને પણ ટેગ કર્યા હતા. રાહુલ વોહરાએ આગળ લખ્યું છે કે, ‘ જલ્દી જ જન્મ લઈશ અને સારું કામ કરીશ. હવે હિંમત હારી ગયો છું.’ તેમના મૃત્યુની પુષ્ટિ તેમની પત્ની જ્યોતિ તિવારીએ પણ કરી છે. તેમણે લખ્યું, ‘ચાલી ગયાને પ્યાર અધુરો છોડીને’

 

 

 

રાહુલના મોતની પુષ્ટિ કરતી વખતે અરવિંદ ગૌરે લખ્યું, “રાહુલ વોહરા ચાલ્યા ગયા છે. મારો પ્રતિભાશાળી કલાકાર હવે નથી રહ્યો. તેમણે ગઈકાલે જ કહ્યું હતું કે તેમનો જીવ સારી સારવારથી બચાવી શકત. તેમને ગઈકાલે રાત્રે આયુષ્માન, દ્વારકામાં શિફ્ટ કરવામાં આવ્યા હતા.” જો કે, તેમને બચાવી શક્યા નહીં, અમને માફ કરો, અમે તમારા ગુનેગાર છીએ, ગયા અઠવાડિયે રાહુલે ફેસબુક પોસ્ટ પર મદદ માંગી હતી. તેમણે પોતાના માટે હોસ્પિટલમાં ઓક્સિજન વાળા બેડની વ્યવસ્થા કરવાની અપીલ કરી હતી.

 

આ પણ વાંચો :- Taarak Mehta Ka Ooltah Chashma નાં ‘જેઠાલાલ’નું નિવેદન, સરકારને દોષ ન આપો, નિયમોને અનુસરો

આ પણ વાંચો :- Kangana Ranaut નો દાવો, Instagram એ ડિલીટ કરી તેમની પોસ્ટ, લાગી શકે છે પ્રતિબંધ

Next Article