Radhey Shyam Teaser Out: પ્રેમમાં પાગલ ‘બાહુબલી’ Prabhas જોવા મળ્યા

|

Feb 14, 2021 | 1:28 PM

પ્રભાસે તેની મોસ્ટ અવેઇટેડ ફિલ્મ 'રાધે શ્યામ' નું નવું ટીઝર રવિવારે સવારે રિલીઝ કર્યું છે. જેની સાથે તેણે ફિલ્મની રિલીઝ તારીખ પણ જાહેર કરી દીધી છે.

Radhey Shyam Teaser Out: પ્રેમમાં પાગલ બાહુબલી Prabhas જોવા મળ્યા
Radhey Shyam

Follow us on

દક્ષિણ સિનેમાના સુપરસ્ટાર અને દેશભરના પ્રિય ‘બાહુબલી’ સ્ટાર પ્રભાસે વેલેન્ટાઇન ડે નિમિત્તે તેમના ચાહકોને જબરદસ્ત સરપ્રાઈઝ આપી છે. પ્રભાસે તેની મોસ્ટ અવેઇટેડ ફિલ્મ ‘રાધે શ્યામ’ નું નવું ટીઝર રવિવારે સવારે રિલીઝ કર્યું છે. જેની સાથે તેણે ફિલ્મની રિલીઝ તારીખ પણ જાહેર કરી દીધી છે.

 

કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો

રિલીઝ થતાં જ ટીઝર લોકોને ગમ્યું

ફિલ્મ ‘રાધે શ્યામ’ (Radhe Shyam Teaser) ના આ નવા ટીઝરમાં પ્રભાસ પ્રેમમાં દિવાના છોકરા તરીકે જોવા મળી રહ્યા છે. આ ટીઝર એટલું રોમેન્ટિક છે કે તે રિલીઝ થયાના કલાકમાં તે 480,685 વખત જોવામાં આવ્યું છે. આ ટીઝર હવે સોશિયલ મીડિયા પર છે.

આ ટીઝર જોઈને ફિલ્મ ‘રાધે શ્યામ’ ની વાર્તાનો પણ અંદાજ લગાવી શકાય છે. ફિલ્મના નાના ટીઝરથી લોકોના દિલમાં પ્રેમની લાગણી જાગૃત થઈ રહી છે. પ્રભાસ રેલવે સ્ટેશન પર ઇટાલિયનમાં તેની ગર્લફ્રેન્ડ પૂજા હેગડેને કંઇક કહેતા નજરે પડે છે. આ પછી બંને સંવાદ બોલતા પણ જોવા મળે છે. જેમાં પૂજા હેગડે પ્રભાસને કહે છે કે ‘શું તમે પોતાને રોમિયો માનો છો’, પ્રભાસ કહે છે, ‘ના, તેણે પ્રેમ માટે પોતાનો જીવ આપ્યો, હું તે પ્રકારનો નથી’.

ક્યારે થશે રિલીઝ

ટીઝર સાથે ફિલ્મની રિલીઝ ડેટની પણ જાહેરાત કરવામાં આવી છે. પ્રભાસ અને પૂજા હેગડેની મોસ્ટ અવેઇટેડ બિગ બજેટ ફિલ્મ આ વર્ષે 30 જુલાઈએ થિયેટરોમાં રિલીઝ થશે.

પીરિયડ રોમેન્ટિક-ડ્રામા ફિલ્મ

નોંધનીય છે કે ફિલ્મ ‘રાધે શ્યામ’ એ રોમેન્ટિક-ડ્રામા ફિલ્મ છે. આ ફિલ્મ એક સાથે હિન્દી, અંગ્રેજી અને તેલુગુમાં રજૂ કરવામાં આવશે. આ ફિલ્મનું નિર્દેશન રાધા કૃષ્ણ કુમારે કર્યું છે, જ્યારે તેના નિર્માતાઓમાં વામસી કૃષ્ણ રેડ્ડી, પ્રમોદ ઉપ્પલપતિ અને ભૂષણ કુમાર શામેલ છે.

 

Next Article