Pushpa Box Office Collection: અલ્લૂ અર્જૂનની ‘પુષ્પા’એ નવા વર્ષે બનાવ્યો નવો રેકોર્ડ, કલેક્શન જાણીને થઈ જશો હેરાન

|

Jan 03, 2022 | 12:57 PM

'પુષ્પા'એ પ્રથમ અઠવાડિયામાં લગભગ 166 કરોડની કમાણી સમગ્ર ભારતમાં કરી હતી. ત્યારબાદ 'પુષ્પા'એ સ્પાઈડર મેનની સાથે 83ને ટક્કર આપવા છતાં બોક્સ ઓફિસ પર વર્લ્ડ વાઈડ 300 કરોડની કમાણી કરી લીધી છે.

Pushpa Box Office Collection: અલ્લૂ અર્જૂનની પુષ્પાએ નવા વર્ષે બનાવ્યો નવો રેકોર્ડ, કલેક્શન જાણીને થઈ જશો હેરાન
Allu Arjun

Follow us on

અલ્લૂ અર્જૂન (Allu Arjun)ની ફિલ્મ ‘પુષ્પા’ (Pushpa)એ નવા વર્ષમાં ધમાકેદાર શરૂઆત કરી છે. સાઉથની આ ફિલ્મ ના માત્ર સાઉથમાં પણ દેશના દરેક ભાગમાં મોટી કમાણી કરી રહી છે, આ ફિલ્મના કલેક્શને તમામ ટ્રેડ પંડિતોનો સરપ્રાઈઝ કરી દીધા છે. ફિલ્મ ’83’ના કલેક્શનને ‘પુષ્પા’ ફિલ્મ રિલિઝ થયાના ત્રીજા અઠવાડિયામાં મોટી ટક્કર આપતી જોવા મળી રહી છે. પુષ્પા ફિલ્મ આજે એ પ્રદર્શન કરી રહી છે, જે 2015માં એસ.એસ.રાજામૌલીની ફિલ્મ ‘બાહુબલી’એ કર્યુ હતું.

‘પુષ્પા’એ પ્રથમ અઠવાડિયામાં લગભગ 166 કરોડની કમાણી સમગ્ર ભારતમાં કરી હતી. ત્યારબાદ ‘પુષ્પા’એ સ્પાઈડર મેનની સાથે 83ને ટક્કર આપવા છતાં બોક્સ ઓફિસ પર વર્લ્ડ વાઈડ 300 કરોડની કમાણી કરી લીધી છે. ફિલ્મે ના માત્ર સાઉથમાં પણ હિન્દી દર્શકોને પણ સરપ્રાઈઝ આપવાનું પરર્ફોમન્સ કર્યુ છે. આ ફિલ્મે હિન્દીમાં લગભગ 56.69 કરોડની કમાણી કરી છે. હવે ફિલ્મ ઝડપથી 75 કરોડના આંકડાની પાસે પહોંચી રહી છે. ફિલ્મની કમાણીમાં દરેક દિવસે ઉછાળો જોવા મળી રહ્યો છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

હિન્દી ભાષાના કલેક્શને લોકોને કર્યા સરપ્રાઈઝ

સમાચાર આવ્યા હતા કે પુષ્પાની સ્ક્રીન કાઉન્ટ હિન્દીમાં વધારવામાં આવી રહી છે. તેનું પરિણામ એ આવ્યું કે ફિલ્મે ત્રીજા અઠવાડિયાના બીજા દિવસે સારૂ પ્રદર્શન કરતા 6.10 કરોડ રૂપિયાની કમાણી કરી. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે ટ્વીટ કરતા લખ્યું કે પુષ્પા સેન્સેશનલ છે. ફિલ્મે 16માં દિવસે સૌથી વધારે કમાણી કરી છે.

ટ્રેડિંગ જોઈને આશા છે કે કમાણીમાં વધારે ઉછાળો આવશે

તેમને જણાવ્યું કે ફિલ્મનું ટ્રેંડિંગ આંખ ખોલી દેનારુ છે. તેની પર રિસર્ચ કરવામાં આવવું જોઈએ. સોલિડ કન્ટેન્ટના પાવરના કારણે પુષ્પાએ ત્રીજા અઠવાડિયાના પ્રથમ શુક્રવારે 3.50 કરોડ અને બીજા દિવસે 6.10 કરોડની કમાણી કરી કુલ 56.69 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. અલ્લૂ અર્જૂન પણ આ કમાણીથી ખુબ જ ખુશ છે.

આ ફિલ્મમાં જંગલની વાર્તા બતાવવામાં આવી છે, જ્યાં જંગલમાં ચંદનની દાણચોરીની આસપાસ દુનિયા વણાઈ છે, જેમાં વિસ્ફોટક એક્શન સીન પણ છે. આ ફિલ્મમાં અલ્લૂ અર્જૂન અને રશ્મિકા મંદાના સિવાય મલયાલમ ફિલ્મના સ્ટાર ફહાદ ફાસિલ પણ છે. આ ફિલ્મ તેલુગુ ભાષામાં બની છે પણ તે હિન્દી, તમિલ, મલયાલમ અને કન્નડ ભાષામાં સમગ્ર વિશ્વમાં રિલિઝ થઈ છે. તે સુકુમાર દ્વારા નિર્દેશિત છે અને મનીષ શાહ દ્વારા નિર્મિત છે.

 

આ પણ વાંચો: બોલીવુડની આ એક્ટ્રેસો રહે છે હંમેશા સાસુ-સસરા સાથે, જાણો કોણ છે લિસ્ટમાં સામેલ

આ પણ વાંચો: Priyanka Chopra આ રીતે કર્યું નવા વર્ષનું સ્વાગત, શેર કરી નિક જોનાસ સાથે રોમેન્ટિક તસવીરો

Next Article