Deep Sidhu Death : ખેડૂત આંદોલનથી ચર્ચામાં આવેલા દીપ સિદ્ધુ કોણ હતા ? રમત સાથે પણ હતો ખાસ સંબંધ

|

Feb 16, 2022 | 7:00 AM

મશહુર પંજાબી અભિનેતા દીપ સિદ્ધુનું દિલ્હી નજીક કુંડલી-માનેસર હાઈવે પર એક માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયુ છે. સિદ્ધુ તેની સ્કોર્પિયો કાર ચલાવી રહ્યો હતો આ દરમિયાન તેણે હાઈવે પર પાર્ક કરેલી ટ્રકને પાછળથી ટક્કર મારી હતી.

Deep Sidhu Death : ખેડૂત આંદોલનથી ચર્ચામાં આવેલા દીપ સિદ્ધુ કોણ હતા ? રમત સાથે પણ હતો ખાસ સંબંધ
Punjabi Actor Deep Sidhu (File Photo)

Follow us on

Deep Sidhu Death:  પ્રખ્યાત પંજાબી એક્ટર દીપ સિદ્ધુનું (Actor Deep Sidhu) નિધન થયું છે. પંજાબના મુક્તસરમાં 2 એપ્રિલ 1984ના રોજ જન્મેલા આ મશહુર અભિનેતાના લાખો ચાહકો છે. તેણે અત્યાર સુધી ઘણી પંજાબી અને બોલિવૂડ ફિલ્મોમાં (Bollywood Film) કામ કર્યું છે. જોકે દીપ સિદ્ધુ એક્ટર હોવા ઉપરાંત વકીલ પણ હતા.

કાયદાકીય અભ્યાસ પૂરો કર્યા બાદ મોડલિંગ શરૂ કર્યું

તમને જણાવી દઈએ કે, કાયદાકીય અભ્યાસ પૂરો કર્યા બાદ તેણે મોડલિંગ શરૂ કર્યું હતુ. તે ‘કિંગફિશર મોડલ હંટ’નો પણ વિજેતા પણ હતો. મોડલિંગની સાથે દીપે તેની લૉ પ્રેક્ટિસ(Law Practice)  પણ સાથે શરૂ રાખી હતી. તેઓ સાડા ત્રણ વર્ષ સુધી બાલાજી ટેલિફિલ્મ્સના(Balaji Telefilms)  લીગલ હેડ હતા. એકતા કપૂરે તેને એક્ટિંગ કરવાની સલાહ આપી હતી પરંતુ ત્યારે તેણે એક્ટિંગમાં રસ દાખવ્યો નહોતો.

ધર્મેન્દ્રએ બનાવી હતી પહેલી ફિલ્મ

એક અભિનેતા અને વકીલ હોવા ઉપરાંત, દીપ સિદ્ધુ એક શાનદાર બાસ્કેટબોલ (Basket Ball) ખેલાડી પણ હતા. તે શાળા અને કોલેજમાં બાસ્કેટબોલ રમતા હતા અને તે પાંચ રાષ્ટ્રીય ચેમ્પિયનશિપમાં ટીમનો ભાગ પણ હતા. દીપ ભારતીય જુનિયર બાસ્કેટબોલ ટીમ અને રાષ્ટ્રીય બાસ્કેટબોલ ટીમ માટે પણ રમ્યો હતો. બોલિવૂડના પ્રખ્યાત અભિનેતા ધર્મેન્દ્રએ (Dharmendra) દીપ સિદ્ધુની પહેલી ફિલ્મ ‘રામતા જોગી’ બનાવી હતી. જે બાદ તેની ફિલ્મી કરિયર શરૂ થઈ.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

2018 માં અભિનેતાને નામના મળી

વર્ષ 2018માં આવેલી પંજાબી ફિલ્મ ‘જોરા દસ નંબરિયા’ બાદ દીપ ખૂબ જ ફેમસ થયો હતો. આ ફિલ્મમાં તેણે ગેંગસ્ટરની ભૂમિકા ભજવી હતી. તેઓ પંજાબના જાણીતા એક્ટરમાંના એક હતા.

દેઓલ સાથે દીપનો ખાસ સંબધ

સિદ્ધુએ 2019ની ચૂંટણી દરમિયાન રાજકારણમાં પ્રવેશ કર્યો અને તેણે ગુરદાસપુરમાં BJP સાંસદ સની દેઓલ માટે ભાગીદારી કરી. તે દેઓલની નજીક હોવાનું કહેવાય છે. ડિસેમ્બર 2020 માં, કેન્દ્ર સરકારના કૃષિ સુધારણા કાયદાઓ સામે ખેડૂતોના આંદોલન દરમિયાન દીપ ફરી એકવાર ચર્ચામાં આવ્યો. 26 જાન્યુઆરીએ લાલ કિલ્લા પર હિંસા દરમિયાન દીપને મુખ્ય આરોપી બનાવવામાં આવ્યો હતો. પરંતુ બાદમાં તેને જામીન મળી ગયા હતા.

આ પણ વાંચો : Laal Singh Chaddha : ફરી ટળી આમિરખાનની ‘લાલ સિંહ ચઢ્ઢા’ની રીલીઝ ડેટ, હવે આ દીવસે દર્શકોને જોવા મળશે

Published On - 6:58 am, Wed, 16 February 22

Next Article