Priya Prakash Varrier અકસ્માતનો શિકાર બની, શૂટિંગ દરમિયાન જમીન પર પડી, જુઓ વીડિયો

|

Feb 26, 2021 | 2:33 PM

પ્રિયા પ્રકાશ વોરિયર ટૂંક સમયમાં તેલુગુ ફિલ્મ ઉદ્યોગમાં આવશે. ફિલ્મના ગીતના શૂટિંગ દરમિયાન પ્રિયા પ્રકાશ ઘાયલ થઈ છે. તેમની સાથે અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં તેમને માથામાં ઈજા થઈ છે, જોકે તે એકદમ ઠીક છે.

Priya Prakash Varrier અકસ્માતનો શિકાર બની, શૂટિંગ દરમિયાન જમીન પર પડી, જુઓ વીડિયો
Priya Prakash Varrier

Follow us on

પ્રિયા પ્રકાશ વોરિયર ટૂંક સમયમાં તેલુગુ ફિલ્મ ઉદ્યોગમાં પોતાની હાજરીનો અહેસાસ કરાવાની છે. તે તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ફિલ્મ ‘ક્રેક’ થી ડેબ્યૂ કરવા જઇ રહી છે. આ ફિલ્મનું શૂટિંગ ઝડપથી ફાઇનલ થઈ રહ્યું છે. દરમિયાન, એવા અહેવાલો મળી રહ્યા છે કે ફિલ્મના ગીતના શૂટિંગ દરમિયાન પ્રિયા પ્રકાશ ઘાયલ થઈ છે. તેમની સાથે અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં તેમને માથામાં ઈજા થઈ છે, જોકે તે એકદમ ઠીક છે. આ માહિતી ખુદ અભિનેત્રીએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક વીડિયો શેર કરીને આપી છે.

આ વીડિયોને શેર કરતાં પ્રિયા પ્રકાશે લખ્યું, ‘આ જીવન મને જે રીતે ધરાશાયી કરે છે તે તેની એક ઝલક છે, અને હું દર વખતે ઉભી થવ છું અને સંપૂર્ણ વિશ્વાસ સાથે આગળ વધું છું.’ તેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

હવે પ્રિયા પ્રકાશ દ્વારા શેર કરેલા આ વીડિયો વિશે વાત કરીએ, તો તમે જોઈ શકો છો કે વીડિયો એક્ટર નીતિન પહેલા દોડે છે અને પ્રિયા પ્રકાશ પણ તેની પાછળ દોડે છે. તે નીતિના પાછળથી તેના ખભાને પકડીને તેની ઉપર ચઢવા માગે છે, જોકે તેનું સંતુલન બગડે અને તે નીચે પડી જાય છે. પ્રિયા પ્રકાશ વારિયર સીધી જમીન પર પડે છે. ફિલ્મની ટીમ અને અભિનેતા નીતિન તેમને જમીન પર પડ્યા પછી તેમને ઉભી કરે છે. વીડિયો જોઇને સ્પષ્ટ થાય છે કે તે ખૂબજ જોરથી નિચે પડે છે અને તેમને માથામાં ઈજા થઈ છે. દરેક વ્યક્તિ પ્રિયાને પૂછે છે કે તે બરાબર છે, પરંતુ તે કહે છે કે હા હું બરાબર છું.

Next Article