કોરોનાની ત્રીજી લહેર (Corona Third Wave) અને કોરોનાની સરકારી ગાઇડલાઇનના (Corona Guideline) કારણે ભલે ઉત્તરાયણનો રંગ થોડો ફિક્કો પડ્યો હોય પરંતુ પતંગ ચગાવવાના રસિયાઓએ તો મજા માણી જ. સરકારની ગાઇડલાઇન પ્રમાણે આ વર્ષે ફક્ત પરિવાર સાથે જ ઉત્તરાયણ મનાવવાની પરવાનગી હતી.
આ ઉત્તરાયણામાં ‘સ્કેમ 1992’ પાવરફુલ પર્ફોર્મન્સ આપી ચૂકેલા પ્રતિક ગાંધીએ (Pratik Gandhi) પોતાના પરિવાર સાથે મકર સંક્રાંતિ મનાવી છે. સરકારની ગાઇડલાઇનના પાલન સાથે તેણે પોતાની પત્નિ ભામિની ઓઝા ગાંધી અને દિકરી મીરાયા સાથે ઉત્તરાયણની સાંજે ખૂબ મજા કરી.
પ્રતિક ગાંધીની ઇચ્છા છે કે લોકો તેને નામથી નહીં, પણ તેણે ભજવેલા પાત્રોથી ઓળખે. તેને વેબ-સિરીઝ ‘સ્કૅમ 1992 : ધ હર્ષદ મહેતા સ્ટોરી’ દ્વારા ઓળખાણ મળી છે. તેને પૂછવામાં આવ્યું હતું કે તું કેવા પ્રકારની ફિલ્મો કરવાની ઇચ્છા રાખે છે. એના જવાબમાં પ્રતિક ગાંધીએ કહ્યું કે ‘એવી કોઈ ખાસ પ્રકારની ફિલ્મ નથી કે એના પર હું ધ્યાન આપવા માગું. મેં કરીઅર માટે કોઈ વિશેષ માર્ગ નક્કી નથી કર્યો. જોકે હું અલગ-અલગ પાત્રોને એક સરખું મહત્ત્વ આપવા માગું છું. અલગ-અલગ કૅરૅક્ટર્સ ક્રીએટ કરવાની મારી ઇચ્છા છે.
2022 મારા માટે સંપૂર્ણ રીતે ભરેલું છે. હું માત્ર આશા રાખું છું કે રોગચાળાની પરિસ્થિતિ સ્થાયી થઈ જશે, જેથી આપણે બધા આપણે જે રીતે ઈચ્છીએ છીએ તે રીતે કામ કરવા પાછા આવી શકીએ. આ વર્ષે મારે એક નાટક પણ કરવું છે. હું ઘણા બધા સ્ટેજ શો કરવા માંગુ છું જે હું ગયા વર્ષે રોગચાળાને કારણે કરી શક્યો ન હતો.
આ પણ વાંચો –
આ પણ વાંચો –
આ પણ વાંચો –