Breaking News : “બિનોદ સાંભળે છે ને?” પીએમ મોદી પણ “પંચાયત” ના ચાહક! જુઓ Video

પીએમ નરેન્દ્ર મોદીએ પંચાયતના વિનોદ-ભૂષણ સાથેની મુલાકાતનો વીડિયો શેર કર્યો, લોકોએ કહ્યું હવે પંચાયતનો વિકાસ થશેએકે લખ્યું દેખ રહે હો વિનોદ વડાપ્રધાન અમને કેવી રીતે મળી રહ્યા છે.

Breaking News : બિનોદ સાંભળે છે ને? પીએમ મોદી પણ પંચાયત ના ચાહક! જુઓ Video
Image Credit source: AI
| Updated on: Jun 24, 2026 | 10:06 AM

ચાહકો પંચાયતની સીઝન 5ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચાહકોને મોટી ગિફટ આપી છે. તેમણે પંચાયતના બિનોદ અને બનરાકસ સાથેની મુલાકાતનો વીડિયો શેર કર્યો છે.

પંચાયત સીરિઝની આખી કાસ્ટ હવે ફેમસ થઈ ચૂકી છે. પરંતુ કોઈએ વિચાર્યું ન હતુ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આ કાસ્ટના ફેમસ ચહેરાઓ સાથે મુલાકાત કરશે. હાલમાં એક ઈવેન્ટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પંચાયતના વિનોદ સાથે મળી ચાહકોનું દિલ જીતી લીધું છે. આ સાથે તેમણે સીરિઝના ફેમસ ડાયલોગ પણ પોતાના અંદાજમાં બોલ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. લોકો ફરી વિનોદને યાદ કરી રહ્યા છે.

એક ઈવેન્ટ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પંચાયતના વિનોદ એટલે કે, અશોક પાઠક સાથે મુલાકાત કરી હતી. તેમજ બનરાકસ એટલે ભૂષણ શર્મા પણ હાજર હતા. બંન્નેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુલાકાત કરતી વખતે હાથ મિલાવતા ભૂષણને કહ્યું વિનોદ બધું સાંભળે છે કે નહી. માત્ર આટલી વાતથી પંચાયતના ચાહકો કુશ થયા છે. લોકો કોમેન્ટમાં પ્રેમ વરસાવી રહ્યા છે.

 

 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી

વડપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર આ મુલાકાતનો વીડિયો શેર કર્યો છે. જેમાં કોમેન્ટનો વરસાદ થઈ રહ્યો છે. એકે લખ્યું દેખ રહે હો વિનોદ વડાપ્રધાન અમને કેવી રીતે મળી રહ્યા છે. એકે કહ્યું સચિવ જી હવે તમારી વાત ફિક્સ છે. કેટલાક ચાહકો ભાવુક થયા હતા.

અશોક પાઠક પણ એક ફિલ્મમાં દેખાયા

“પંચાયત” સીઝન 4 ઉપરાંત, અશોક પાઠક તાજેતરમાં જ ફિલ્મ “સિસ્ટર મિડનાઈટ” માં રાધિકા આપ્ટે સાથે દેખાયા હતા. તેઓ 2026 માં આવનારી “પંચાયત” સીઝન 5 માં વિનોદ (બિનોદ) ની ભૂમિકા ફરીથી ભજવશે.

લોકો મનોરંજન માટે કંઈકને કંઈક જોતા હોય છે. જેમ કે સિરિયલ, મુવી, કાર્ટુન, ટિપ્સ એન્ડ ટ્રિક્સ. આટલું તો ચાલતું હતું પણ છેલ્લા કેટલાક વર્ષોથી આમાં પણ એક નવા પીછાંનો ઉમેરો થયો છે અને આ નવું પીછું એટલે વેબ સિરીઝ. અહી ક્લિક કરો

Follow Us
Loading...
Unable to load recommendations.