Permission Denied: કમલ હાસનની ફિલ્મ ‘વિક્રમ’ને ન મળી પોલીસ મ્યુઝિયમમાં શૂટ કરવાની પરવાનગી, શું રાજકારણ બન્યું કારણ?

|

Oct 31, 2021 | 9:07 PM

કમલ હાસનની રાજકીય કારકિર્દી સંપૂર્ણ રીતે નિષ્ફળ રહી છે, તેમની પાર્ટીને વિધાનસભા ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો, તાજેતરની સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીમાં તેમની પાર્ટીને એક પણ બેઠક મળી નથી.

Permission Denied: કમલ હાસનની ફિલ્મ વિક્રમને ન મળી પોલીસ મ્યુઝિયમમાં શૂટ કરવાની પરવાનગી, શું રાજકારણ બન્યું કારણ?
kamal Haasan

Follow us on

સાઉથના સુપરસ્ટાર કમલ હાસન (kamal Haasan)ની આગામી ફિલ્મ ‘વિક્રમ’ (Vikram) ઘણી ચર્ચામાં છે. મેકર્સ ફિલ્મને ખાસ બનાવવા માટે તમામ પ્રયાસો કરી રહ્યા છે. આવી સ્થિતિમાં ફિલ્મના લોકેશનનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે, પરંતુ મેકર્સને એક જગ્યાએ શૂટિંગ કરવા માટે નિરાશા હાથ લાગી છે.

 

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

પોલીસ મ્યુઝિયમમાં શૂટિંગ કરવાની ન મળી પરવાનગી

ફિલ્મ ‘વિક્રમ’ માટે કરાઈકુડી અને પોંડિચેરીમાં બે શૂટિંગ શિડ્યુલ પહેલેથી જ રાખવામાં આવ્યા છે. એવું કહેવામાં આવ્યું છે કે કમલ હાસનની રાજ કમલ ફિલ્મ્સ ઈન્ટરનેશનલ હવે તમિલનાડુ પોલીસ મ્યુઝિયમમાં ‘વિક્રમ’નું શૂટિંગ કરવા માંગતી હતી, જેના માટે તેમણે સેટના કામ માટે 24-25 ઓક્ટોબરે અને શૂટિંગ માટે 27-28 ઓક્ટોબરની તારીખ ફાઈનલ કરીને પરમિશન માંગી હતી.

 

પરંતુ અહેવાલ મુજબ ચેન્નાઈ પોલીસે રોગચાળાના પ્રતિબંધોને ટાંકીને ‘વિક્રમ’ ટીમને પરવાનગી આપવાનો ઈનકાર કર્યો છે. આ કારણે દિગ્દર્શક લોકેશ કનાગરાજે શૂટિંગ સ્થગિત કરી દીધું છે અને વૈકલ્પિક લોકેશનની શોધ શરૂ કરી દેવામાં આવી છે. આશા છે કે તેઓને ટૂંક સમયમાં નવી જગ્યા મળશે.

 

શું રાજકારણ આનું કારણ હતું?

કમલ હાસને આ વર્ષે મે મહિનામાં તમિલનાડુમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં સક્રિય પણે ભાગ લીધો હતો અને તત્કાલીન ડીએમકે સરકાર સામે ચૂંટણી લડી હતી. આવી સ્થિતિમાં બની શકે છે કે હવે DMK સરકાર કમલ હાસનને વિપક્ષ ગણીને શૂટ કરવાના કામમાં અવરોધ ઉભી કરી રહી છે.

 

કમલ હાસનની ફિલ્મ શૂટ કરવાનો ઈનકાર કરવો એ કોઈ મોટી ઘટનાથી ઓછી નથી. કમલ હાસને મક્કલ નિધિ મય્યમ નામની પાર્ટી બનાવી હતી અને પોતાના ઉમેદવાર ઊભા રાખ્યા હતા, તેઓ પોતે કોઈમ્બતુરથી ચૂંટણી લડ્યા હતા, પરંતુ ત્યાં તેમને હારનો સામનો કરવો પડ્યો હતો.

 

ફિલ્મના ફર્સ્ટ લુકની ચાહકોએ પ્રશંસા કરી હતી

કમલ હાસનની ફિલ્મ વિક્રમનો ફર્સ્ટ લૂક રિલીઝ થઈ ગયો છે. આ ફર્સ્ટ લૂકને ચાહકોએ ખૂબ વખાણ્યો હતો અને સાથે જ તેને જોવાની ઉત્સુકતા દર્શાવતી ઘણી બધી કમેન્ટ્સ પણ કરી હતી. આ ફિલ્મની દર્શકો છેલ્લા ઘણા મહિનાઓથી રાહ જોઈ રહ્યા હતા. આ ફિલ્મમાં કમલ હાસનની સાથે વિજય સેતુપતિ અને ફહાદ ફાસિલ પણ મજબૂત ભૂમિકામાં જોવા મળશે. કહેવામાં આવી રહ્યું છે કે ફહાદ ફાસિલ અને વિજય સેતુપતિ બંને વિલનની ભૂમિકામાં હશે.

 

2022માં થશે રિલીઝ

આ ફિલ્મમાં કમલ હાસન એક પોલીસ ઓફિસરના રોલમાં જોવા મળશે, જે સીરિયલ કિલરને શોધતા જોવા મળશે. આ ફિલ્મની વાર્તા રાજકીય ડ્રામા અને ભ્રષ્ટાચારની આસપાસ ફરશે. આ ફિલ્મનું નામ કમલ હાસનની 1986માં આવેલી ફિલ્મ વિક્રમના નામ પરથી રાખવામાં આવ્યું છે. આ ફિલ્મનું ટાઈટલ ગયા વર્ષે કમલ હાસનના જન્મદિવસ પર રિલીઝ કરવામાં આવ્યું હતું. તેનું દિગ્દર્શન યુવા દિગ્દર્શક લોકેશ કરી રહ્યા છે, જ્યારે કમલ હાસન પોતે તેના નિર્માતા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ 2022માં રિલીઝ થઈ શકે છે.

 

 

આ પણ વાંચો :- અભિનેત્રી Urmila Matondkar થઈ કોરોના પોઝિટિવ, ઘરમાં આઈસોલેટ હોવાની જાણકારી ટ્વીટ કરી આપી

 

આ પણ વાંચો :- Mira Rajput તેના ડ્રેસને લઈને સંઘર્ષ કરી રહી હતી અને શાહિદ કપૂરે છુપાઈને બનાવ્યો વીડિયો, જુઓ આ વીડિયો

 

Next Article