Zomato ડિલીવરી બોયના સમર્થનમાં આવી પરિણીતી ચોપરા, કરી આ અપીલ

|

Mar 14, 2021 | 7:44 PM

ફૂડ ડિલીવરી કંપની ઝોમેટોના ડિલીવરી બોય અને મહિલા ગ્રાહક વચ્ચેના ઝઘડાએ આજકાલ વેગ પકડ્યો છે. તેની ચર્ચા દેશમાં દરેક જગ્યાએ થાય છે. જ્યારે કેટલાક લોકો મહિલાને સાચી જણાવી રહ્યા છે તો કેટલાક લોકો ડિલિવરી બોયના નિવેદનને સાચું જણાવી રહ્યા છે.

Zomato ડિલીવરી બોયના સમર્થનમાં આવી પરિણીતી ચોપરા, કરી આ અપીલ
Parineeti Chopra

Follow us on

ફૂડ ડિલીવરી કંપની ઝોમેટોના ડિલીવરી બોય અને મહિલા ગ્રાહક વચ્ચેના ઝઘડાએ આજકાલ વેગ પકડ્યો છે. તેની ચર્ચા દેશમાં દરેક જગ્યાએ થાય છે. જ્યારે કેટલાક લોકો મહિલાને સાચી જણાવી રહ્યા છે તો કેટલાક લોકો ડિલિવરી બોયના નિવેદનને સાચું જણાવી રહ્યા છે. આ કેસમાં બોલીવુડ અભિનેત્રી પરિણીતી ચોપરાએ પણ પોતાનો અવાજ ઉઠાવ્યો છે. તેમણે ટ્વીટ કરીને ઝોમેટોને આ કેસની તપાસ કરવા અને સત્યને આગળ લાવવાની અપીલ કરી છે.

 

સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે

પરિણીતીએ ટ્વીટ કરીને કહ્યું- ‘ઝોમેટો ઈન્ડિયા- પ્લીઝ સત્ય શોધી કાઢો અને અમને કહો. જો તે વ્યક્તિ નિર્દોષ હોય (જે મને લાગે છે), તો પ્લીઝ અમને તે સ્ત્રીને સજા કરવામાં અમારી સહાય કરો. આ અમાનવીય, શરમજનક અને દિલ તોડાવનારુ છે, પ્લીઝ મને કહો કે હું તમને કેવી રીતે મદદ કરી શકું ‘. યુઝર્સે પરિણીતીની આ અપીલની પ્રશંસા કરી છે. યુઝર્સે ઝોમેટો ડિલિવરી બોયના સમર્થનમાં ઉભી પરિણીતી માટે આદર વ્યક્ત કર્યો છે.

 

 

 

શું છે ઝોમેટોનો મામલો?

થોડા દિવસો પહેલા એક મહિલાએ એક વીડિયો શેર કર્યો હતો અને કહ્યું હતું કે ઓર્ડર રદ કર્યો, ત્યારે ઝોમેટોના ડિલિવરી બોયે તેમને મોઢા પર મુક્કો મારીને ઈજા પહોંચાડી હતી. તેનો આ વીડિયો એકદમ વાયરલ થઈ ગયો હતો, ત્યારબાદ લોકો કહેતા હતા કે તે મહિલા સાથે ખોટી થયું છે. આ પછી ઝોમેટો ડિલીવરી બોયને કંપની દ્વારા બરતરફ કરવામાં આવ્યો.

 

ડિલિવરી બોય સાથેની આ કાર્યવાહી બાદ તેની તરફેણ કરવામાં આવી હતી, જ્યાં ડિલિવરી બોયે મહિલાની વાતને ખોટી કહી હતી. ડિલિવરી બોય કહે છે કે મહિલાએ તેને ચંપલથી મારવાનું શરૂ કર્યું, જ્યારે તેણે તેના બચાવમાં હાથ ઉંચો કર્યો, ત્યારે મહિલાને તેમની પોતાની રીંગથી નાકને ઈજા થઈ. મહિલા અને ડિલિવરી બોય બંને સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા બે ભાગમાં વહેંચાઈ ગયું છે. તે જ સમયે, ઘણાં સોશિયલ મીડિયા યુઝર્સ ડિલિવરી બોયને યોગ્ય જણાવી રહ્યા છે અને તેના માટે ન્યાયની માંગ કરી રહ્યા છે.

 

 

 

પરિણીતીએ પણ આ બાબતે પોતાનો અભિપ્રાય મૂક્યો છે. તે જ સમયે વર્કફ્રન્ટ પર પરિણીતી આ દિવસોમાં ઘણી ફિલ્મોનો ભાગ છે. તાજેતરમાં જ તેમની ફિલ્મ ‘ધ ગર્લ ઓન ધ ટ્રેન’ નેટફિલક્સ પર રિલીઝ થઈ હતી. થોડા દિવસો પહેલા જ ફિલ્મ ‘સાઈના’નું ટ્રેલર રિલીઝ થયું છે. આ ઉપરાંત પરિણીતી સંદીપ ઓર પિંકી ફરારમાં પણ કામ કરી રહી છે.

 

આ પણ વાંચો: Kareena Kapoorએ આ રીતે Aamir Khanને જન્મદિવસની શુભેચ્છા પાઠવી, શેર કર્યો ‘Lal Singh Chaddha’નો નવો લુક

Next Article