ભારતીયનો દબદબો : ઓસ્કાર નોમિનેટેડ ફિલ્મ DUNE અને No Time to Die માં છે ભારતીય નમિત મલ્હોત્રાનો ફાળો

|

Mar 28, 2022 | 12:16 PM

નમિત મલ્હોત્રાએ જણાવ્યુ કે, આ એક ખુબ જ સારી લાગણી છે. ઘણા વર્ષોમાં આ ચોક્કસ કેટેગરીમાં નોમિનેશન મેળવનારી આ પ્રથમ જેમ્સ બોન્ડ મૂવી છે.

ભારતીયનો દબદબો : ઓસ્કાર નોમિનેટેડ ફિલ્મ DUNE અને  No Time to Die માં છે ભારતીય નમિત મલ્હોત્રાનો ફાળો
Namit Malhotra (File Photo)

Follow us on

Oscars 2022 : નમિત મલ્હોત્રાએ (Namit Malhotra) 2022ના ઓસ્કારમાં (Oscar Awards) ભારતીયોનુ નામ રોશન  કર્યું છે. ફિલ્મ નિર્માતા મલ્હોત્રા ડીએનઇજીના અધ્યક્ષ અને ceo છે, જે 94મા એકેડેમી એવોર્ડ્સમાં બે ઓસ્કર-નોમિનેટેડ ફિલ્મો (Nomination) પાછળના VFX પ્રો છે. જી હા…DNEGએ દિગ્દર્શક ડેનિસ વિલેન્યુવેની વખાણાયેલી ફિલ્મ ‘ડ્યુન’(Dune) અને ડેનિયલ ક્રેગ સ્ટારર ‘નો ટાઈમ ટુ ડાઈ’ પર (No time to die) તેના અવિશ્વસનીય કામ માટે બેસ્ટ વિઝ્યુઅલ ઈફેક્ટ્સ કેટેગરીમાં નોમિનેશન પ્રાપ્ત થયું છે.

આ જ શ્રેણીમાં નામાંકન માટેની અન્ય ફિલ્મોમાં Free Guy, Shang-Chi and the Legend of the Ten Rings, and Spider-Man: No Way Home નો પણ સમાવેશ થાય છે.

વિઝ્યુઅલ ઇફેક્ટ્સનો નવો બેન્ચમાર્ક સેટ કરવામાં આવ્યો

નમિત મલ્હોત્રાએ જણાવ્યુ કે, આ એક ખુબ જ સારી લાગણી છે. ઘણા વર્ષોમાં આ ચોક્કસ કેટેગરીમાં નોમિનેશન મેળવનારી આ પ્રથમ જેમ્સ બોન્ડ મૂવી છે. બીજી બાજુ, ડ્યુન કહાની દ્વારા વિઝ્યુઅલ ઇફેક્ટ્સનો નવો બેન્ચમાર્ક સેટ કરવામાં આવ્યો છે.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

‘ડ્યૂન’ અને ‘નો ટાઈમ ટુ ડાઈ’ પર કામ કરતી વખતે તેમની ટીમે જે પડકારોનો સામનો કર્યો તે વિશે વાત કરતાં મલ્હોત્રાએ કહ્યું કે, જ્યારે કોરોના રોગચાળો આવ્યો ત્યારે No Time to Die ને શોર્ટ કરવામાં આવી હતી. તેના સ્કેલ અને ગુણવત્તાના આધારે બોન્ડની પોતાની જટિલતાઓ હતી કારણ કે જેમ્સ બોન્ડ મૂવી એકદમ વાસ્તવિક દેખાવાનો પ્રયત્ન કરે છે. જ્યારે તમે બોન્ડ મૂવી જોવા જાઓ છો, ત્યારે તમે અપેક્ષા કરો છો કે આ બધું ફિલ્મમાં આયોજન સાથે કરવામાં આવ્યું છે. પ્રેક્ષકો પણ કહેવા જોઈએ વાહ, તેઓએ આ કેવી રીતે શૂટ કર્યું ?’

કોઈ એક શોટ નહીં…આખી ફિલ્મ વાહ !

મલ્હોત્રાએ આગળ કહ્યું કે, જ્યારે કોરોના રોગચાળો આવ્યો ત્યારે અમે અમારી તમામ અલગ-અલગ ઓફિસોમાં વૈશ્વિક સ્તરે DUNE ફિલ્મને એકસાથે મૂકવાના નિર્ણાયક તબક્કામાં હતા, પરંતુ તે શક્યુ બન્યુ નહીં. જ્યારે તમે બોન્ડ અથવા અન્ય કોઈપણ મોટી ફિલ્મો જુઓ છો, ત્યારે હંમેશા આ વાહ ક્ષણો આવે છે જ્યારે તમે કોઈ ચોક્કસ શોટ અથવા કોઈ દ્રશ્ય જુઓ છો. જ્યારે ડ્યુનમાં, કોઈ એક શોટ નહીં  પરંતુ આખી ફિલ્મ વાહ છે.

આ પણ વાંચો : હિટ બની રાજામૌલીની RRR, જાણો કોણે આપ્યો હિન્દીમાં રામ ચરણ અને જુનિયર NTRને અવાજ

Next Article