Oscars 2022 : વિલ સ્મિથના થપ્પડ કાંડ પર બોલિવૂડ સેલેબ્સનુ રિએક્શન, વરૂણ ધવનથી લઈને નીતુ કપૂર સુધીના સ્ટાર્સ કહી આ વાત

|

Mar 29, 2022 | 9:47 AM

અહેવાલો અનુસાર,ઓસ્કર (Oscar Awards) સ્ટેજ હોસ્ટ કરી રહેલા પ્રેઝન્ટર ક્રિસ રોકે વિલ સ્મિથની પત્નીની મજાક ઉડાવી હતી, જેને કારણે વિલને ગુસ્સો આવ્યો અને તેણે ક્રિસ રોકને તમાચો મારી દીધો.

Oscars 2022 : વિલ સ્મિથના થપ્પડ કાંડ પર બોલિવૂડ સેલેબ્સનુ રિએક્શન, વરૂણ ધવનથી લઈને નીતુ કપૂર સુધીના સ્ટાર્સ કહી આ વાત
Will Smith slapping Chris Rock Viral Image

Follow us on

Oscars 2022 :  94માં ઓસ્કારમાં અભિનેતા વિલ સ્મિથ (Will Smith)અને ક્રિસ રોક વચ્ચેના વિવાદે સોશિયલ મીડિયા (Social Media) પર હોબાળો મચાવ્યો છે. આ તમાચા કાંડ બાદ લોકોની પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે.  ઓસ્કાર એવોર્ડ 2022માં બોલિવૂડ ટાઉનના તમામ સેલેબ્સે પણ આ ઘટના પર પ્રતિક્રિયા આપી છે. નીતુ કપૂરથી લઈને વરુણ ધવન,(Varun Dhawan)  ગૌહર ખાને આ ઘટના પર પ્રતિક્રિયા આપી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયો પર અભિનેત્રી નીતુ કપૂરે (Neetu Kapoor)પોતાની પ્રતિક્રિયા આપી છે.

નીતુ કપૂરે તેના ઈન્સ્ટા એકાઉન્ટ પર એક સ્ટોરી શેર કરી છે. ઈવેન્ટની તસવીર શેર કરતા અભિનેત્રીએ કહ્યું ‘ તેઓ કહે છે કે મહિલાઓ ક્યારેય પોતાની ભાવનાઓને કાબૂમાં રાખી શકતી નથી.’

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

બોલિવૂડ સેલેબ્સે શું કહ્યું ?

બોલિવૂડ એક્ટર વરુણ ધવને પણ વિલ સ્મિથના આ વીડિયો પર પ્રતિક્રિયા આપી અને કહ્યું ‘વાહ, અમને આની અપેક્ષા પણ નહોતી.’ વાયરલ થઈ રહેલા વીડિયો પર અભિનેત્રી ગૌહર ખાને (Gauhar Khan) પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી. અભિનેત્રીએ પોતાના ટ્વિટર હેન્ડલ પરથી પોસ્ટ કરીને કહ્યું ‘ઓસ્કાર જીત્યો પણ માન ગુમાવ્યું. તે જોઈને દુઃખ થયું કે વિલ સ્મિથે તેના સાથી કલાકાર સાથે આવો વ્યવહાર કર્યો. હાસ્ય કલાકારો જોખમમાં છે. ઑનસ્ક્રીન અને ઑફ સ્ક્રીન બધુ જ ડાયલોગ્સ છે.’ તો ત્યાં અભિનેત્રી રિચા ચઢ્ઢાએ પણ આ ઘટના સાથે જોડાયેલી એક મીમ ઈન્સ્ટા પર શેર કરી છે.

શું હતો મામલો?

અહેવાલો અનુસાર,ઓસ્કર (Oscar Awards) સ્ટેજ હોસ્ટ કરી રહેલા પ્રેઝન્ટર ક્રિસ રોકે વિલ સ્મિથની પત્નીની મજાક ઉડાવી હતી. તેણે વિલ સ્મિથની પત્નીના વાળ પર ટિપ્પણી કરી હતી. ક્રિસની આ વાત પર સ્મિથ પોતાના ગુસ્સા પર કાબૂ ન રાખી શક્યો, ત્યાર બાદ વિલ સ્મિથ સ્ટેજ પર પહોંચી ગયો. વિલ સ્ટેજ પર આવ્યો ત્યારે ક્રિસ તેની સામે જોતો જ રહ્યો. ક્રિસ આવતાની સાથે જ તેના ચહેરા પર જોરથી તમાચો માર્યો, ત્યારબાદ ક્રિસ સ્ટેજ પર ઊભો રહ્યો અને વિલ તેની જગ્યાએ આવીને પાછો બેસી ગયો. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં લોકોની ઘણી પ્રતિક્રિયાઓ સામે આવી છે, કેટલાકે કહ્યું કે વિલે આવું ન કરવું જોઈએ તો કોઈએ વિલની આ ક્રિયાને યોગ્ય ગણાવી.

આ પણ વાંચો : કેટરીના કૈફની બહેન ઈસાબેલને મળી હતી RRR ની ઓફર,આ કારણે આગળ ન વધી વાત

આ પણ વાંચો : Aryan Khan Drugs case : NCB એ ચાર્જશીટ દાખલ કરવા માટે માંગ્યો 90 દિવસનો સમય, જાણો શું છે મામલો?

Next Article