NSEએ ભૂલથી Mouni Royના ફોટો કર્યા ટ્વીટ, ટ્રોલ થયા બાદ કર્યા ડિલીટ

|

Jan 10, 2021 | 9:57 PM

અભિનેત્રી મૌની રોયને શનિવારે કારણ વગર હેડલાઈન્સ બનાવવામાં આવી હતી. તેના ફોટો ભૂલથી નેશનલ સ્ટોક એક્સચેન્જના સત્તાવાર ટ્વીટર હેન્ડલ પર શેર કરવામાં આવ્યા હતા.

NSEએ ભૂલથી Mouni Royના ફોટો કર્યા ટ્વીટ, ટ્રોલ થયા બાદ કર્યા ડિલીટ

Follow us on

અભિનેત્રી મૌની રોયને શનિવારે કારણ વગર હેડલાઈન્સ બનાવવામાં આવી હતી. તેના ફોટો ભૂલથી નેશનલ સ્ટોક એક્સચેન્જના સત્તાવાર ટ્વીટર હેન્ડલ પર શેર કરવામાં આવ્યા હતા. બ્લેક ટોપ અને મેટાલિક સ્કર્ટમાં મૌનીના બે ગ્લેમરસ ફોટો આ પોસ્ટમાં છે તો કેપ્શન હતું, “શનિવારનું તાપમાન ઉંચું આવે છે … @ રોય મૌની, હેશટેગ્સ જેમ કે: #sexydiva #beautifuldiva #hotgirl #urbanasian વગેરે

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

 

પાછળથી NSE દ્વારા પોસ્ટને ડિલીટ કરી નાખવામાં આવી હતી અને આ અંગે માફી પણ માંગવામાં આવી હતી. તેને હેકિંગની ઘટના તરીકે નકારી કાઢતાં કહ્યું કે, આજે એનએસઈના ટ્વીટર હેન્ડલ પર બપોરે 12:25 વાગ્યે એક અનિચ્છનીય પોસ્ટ આવી હતી, તે એનએસઈ એકાઉન્ટને સંચાલિત કરતી એજન્સી દ્વારા કરવામાં આવેલી માનવ ભૂલ હતી અને ત્યાં કોઈ હેકિંગ નહોતું. અમારા ફોલોઅર્સને અસુવિધા માટે માફી ”

 

જો કે, ખોટી ટ્વીટ વાયરલ થઈ ગઈ હતી અને ટ્વીટરનાં વપરાશકર્તાઓેએ તેના વિશે જોકસ કર્યા હતા. એક વપરાશકર્તાએ લખ્યું, “વ્યકિત તેનું ખાતું બદલવાનું ભૂલી ગયો!” બીજાએ ટ્વીટ કર્યું, “તમારી ભુલ ભુલ અને અમારી ભુલ પેનલ્ટી (તમારો દોષ ફક્ત એક ભૂલ છે, અમારો દોષ પેનલ્ટીને આમંત્રણ આપે છે).” એક વધુ ટિપ્પણી, “એનએસઈ ટ્વીટરને સંભાળી લેનાર વ્યક્તિએ આ શનિવારે 2 પેગ વધારાનો આલ્કોહોલ લીધો હોવો જોઈએ.” ઘણાએ એનએસઈને પણ પૂછ્યું કે શું તેમને તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટને મેનેજ કરવા માટે કોઈ નવી એજન્સીની જરૂર છે. મૌનીની તસવીરો ખરેખર તેના તાજેતરના ફોટોશૂટ પરથી હતી, જેની ઝલક અભિનેત્રી દ્વારા ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવી હતી.

મૌનીની છેલ્લી થિયેટર રિલીઝ રાજકુમાર રાવ સ્ટારર ફિલ્મ ‘મેડ ઈન ચાઈના’ હતી. ગયા વર્ષે તેણે લંડન કોન્ફિડેન્સિયલ નામના જાસૂસ થ્રિલરમાં આવી હતી, જે ઝી 5 પર રજૂ થઈ હતી. તે હવે અયાન મુખર્જીના ‘બ્રહ્માસ્ત્ર’ ફિલ્મમાં વિરોધી તરીકે જોવા મળશે, જેમાં આલિયા ભટ્ટ અને રણબીર કપૂર મુખ્ય દંપતી તરીકે છે.

Published On - 9:50 pm, Sun, 10 January 21

Next Article